Business: ભારતમાં સારવાર માટેના ખર્ચમાં વાર્ષિક ધોરણે થઈ રહેલો 14 ટકાનો વધારો

એક ખાનગી વીમા કંપનીએ તૈયાર કરેલા હેલ્થ ઇન્શ્યોરન્સ ઇન્ડેક્સ 2024 પરથી મળતી માહિતી મુજબ ભારતમાં સારવાર માટે થતાં ખર્ચમાં વાર્ષિક ધોરણે 14 ટકાના દરે વધારો થઇ રહ્યો છે. આમ સારવાર માટે થતાં ખર્ચના ફુગાવાનો દર બે આંકડાથી પણ વધારે છે ત્યારે સામાન્ય માનવીને સારવાર પેટે નોંધપાત્ર બોજો સહન કરવાનો વારો આવે છે.આ ખાનગી વીમા કંપનીએ તૈયાર કરેલા અહેવાલના તારણ મુજબ સામાન્ય માનવીને હોસ્પિટલમાં પોતાના સગાવ્હાલાની સારવાર પેટે જે કુલ ખર્ચ કરવો પડે છે તેમાં 23 ટકા જેટલા ખર્ચ માટે મોટા ભાગે દેવું કરીને જ પૈસા મેળવવામાં આવે છે, જેના કારણે આવા પરિવાર દેવાના બોજ તળે દબાઇ જાય છે. 62 ટકા ખર્ચ પરિવાર દ્રારા તેમની બચતમાંથી કરવામાં આવે છે. આવા સંજોગોમાં અણધારી આપત્તિ આવી પડે અને સારવાર માટે મોટો ખર્ચ કરવાનો થાય તો સામાન્ય પરિવારોને મોટો આર્થિક બોજો સહન ન કરવો પડે તે માટે આ અહેવાલમાં હેલ્થ વીમ કવચને વધુ બળવત્તર બનાવવાની જરૂરિયાત પર ભાર મુકવામાં આવ્યો છે. હેલ્થ ઇન્શ્યોરન્શના ક્લેઇમમાં કિડનીને લગતા રોગોની સંખ્યા સૌથી વધુ અહેવાલ અનુસાર હેલ્થ ઇન્શ્યોરન્સ જે કુલ ક્લેઇમ કરવામાં આવે છે તેમાં સૌથી મોટી સંખ્યા કિડની સંબંધિત રોગોની હોય છે. કિડનીના રોગથી પીડાતા હોય એવા દર્દીઓની સરેરાશ વય 47 વર્ષ છે અને હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ કિડનીની સારવાર માટે જે સૌથી મોટુ બિલ રજુ કરવામાં આવ્યું હતું તેનો આંકડો રૂ. 24.74 લાખ હતો. કિડિની સંબંધિત રોગોની સૌથી વધુ સંખ્યા દિલ્હીમાં જોવા મળી છે, જે પછી કોચી, સિકંદરાબાદ, બેંગલુરુ અને જયપુરનો ક્રમ આવે છે. આ પાંચેય શહેરોમાં કિડનીના રોગોનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી વધારે છે. કોલકાતા અને મુંબઇમાં હૃદય સંબંધિત રોગોનું પ્રમાણ સૌથી વધારે હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ કરવામાં આવતા દાવાઓમાં કોલકાતા અને મુંબઇમાં હૃદય સંબંધિત રોગોનું પ્રમાણ સૌથી વધારે જોવા મળ્યું છે. ખાસ કરીને 31થી 50 વર્ષની વ્યક્તિઓમાં આવા રોગો વધુ પ્રમાણમાં જોવા મળ્યા છે. અહેવાલમાં ભારતમાં કેન્સરના રોગીઓની જે સંખ્યા હતી તે 2020ની તુલનાએ 2025માં 13 ટકા જેટલી વધશે એવી આગાહી પણ કરવામાં આવી છે.

Business: ભારતમાં સારવાર માટેના ખર્ચમાં વાર્ષિક ધોરણે થઈ રહેલો 14 ટકાનો વધારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

એક ખાનગી વીમા કંપનીએ તૈયાર કરેલા હેલ્થ ઇન્શ્યોરન્સ ઇન્ડેક્સ 2024 પરથી મળતી માહિતી મુજબ ભારતમાં સારવાર માટે થતાં ખર્ચમાં વાર્ષિક ધોરણે 14 ટકાના દરે વધારો થઇ રહ્યો છે. આમ સારવાર માટે થતાં ખર્ચના ફુગાવાનો દર બે આંકડાથી પણ વધારે છે ત્યારે સામાન્ય માનવીને સારવાર પેટે નોંધપાત્ર બોજો સહન કરવાનો વારો આવે છે.

આ ખાનગી વીમા કંપનીએ તૈયાર કરેલા અહેવાલના તારણ મુજબ સામાન્ય માનવીને હોસ્પિટલમાં પોતાના સગાવ્હાલાની સારવાર પેટે જે કુલ ખર્ચ કરવો પડે છે તેમાં 23 ટકા જેટલા ખર્ચ માટે મોટા ભાગે દેવું કરીને જ પૈસા મેળવવામાં આવે છે, જેના કારણે આવા પરિવાર દેવાના બોજ તળે દબાઇ જાય છે. 62 ટકા ખર્ચ પરિવાર દ્રારા તેમની બચતમાંથી કરવામાં આવે છે. આવા સંજોગોમાં અણધારી આપત્તિ આવી પડે અને સારવાર માટે મોટો ખર્ચ કરવાનો થાય તો સામાન્ય પરિવારોને મોટો આર્થિક બોજો સહન ન કરવો પડે તે માટે આ અહેવાલમાં હેલ્થ વીમ કવચને વધુ બળવત્તર બનાવવાની જરૂરિયાત પર ભાર મુકવામાં આવ્યો છે.

હેલ્થ ઇન્શ્યોરન્શના ક્લેઇમમાં કિડનીને લગતા રોગોની સંખ્યા સૌથી વધુ

અહેવાલ અનુસાર હેલ્થ ઇન્શ્યોરન્સ જે કુલ ક્લેઇમ કરવામાં આવે છે તેમાં સૌથી મોટી સંખ્યા કિડની સંબંધિત રોગોની હોય છે. કિડનીના રોગથી પીડાતા હોય એવા દર્દીઓની સરેરાશ વય 47 વર્ષ છે અને હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ કિડનીની સારવાર માટે જે સૌથી મોટુ બિલ રજુ કરવામાં આવ્યું હતું તેનો આંકડો રૂ. 24.74 લાખ હતો. કિડિની સંબંધિત રોગોની સૌથી વધુ સંખ્યા દિલ્હીમાં જોવા મળી છે, જે પછી કોચી, સિકંદરાબાદ, બેંગલુરુ અને જયપુરનો ક્રમ આવે છે. આ પાંચેય શહેરોમાં કિડનીના રોગોનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી વધારે છે.

કોલકાતા અને મુંબઇમાં હૃદય સંબંધિત રોગોનું પ્રમાણ સૌથી વધારે

હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ કરવામાં આવતા દાવાઓમાં કોલકાતા અને મુંબઇમાં હૃદય સંબંધિત રોગોનું પ્રમાણ સૌથી વધારે જોવા મળ્યું છે. ખાસ કરીને 31થી 50 વર્ષની વ્યક્તિઓમાં આવા રોગો વધુ પ્રમાણમાં જોવા મળ્યા છે. અહેવાલમાં ભારતમાં કેન્સરના રોગીઓની જે સંખ્યા હતી તે 2020ની તુલનાએ 2025માં 13 ટકા જેટલી વધશે એવી આગાહી પણ કરવામાં આવી છે.