Gir Somnath: શીતળા સાતમે દુદાણા ખાતે પ્રાચીન મંદિરે ભક્તોનું ધોડાપૂર ઉમટ્યું

શીંગવડા નદીના કિનારે શીતળા માતાનું મંદિર આશરે 200 વર્ષ જૂનું શીતળા સાતમની દિવસે ખાસ બાજરાના લોટની કુલેર ધરાવાઈ દર વર્ષે શ્રાવણ માસમાં હજારો ભક્તો માતાજીના દર્શને આવે છે આજે શીતળા સાતમે શીતળા માતાના મંદિરે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. ત્યારે ગીર સોમનાથના કોડીનાર નજીકના દુદાણા ખાતે શીતળા માતાજીના પ્રાચીન મંદિરે ભાવિકોનો પ્રવાહ ઉમટ્યો હતો. કોડીનારના દુદાણા ગામે શીંગવડા નદીના કિનારે આશરે 200 વર્ષ જૂનું શીતળા માતાનું મંદિર આવેલું છે.આ માતાજીને શ્રાવણ માસ દરમિયાન દરરોજ જુદા-જુદા નૈવેદ ધરવામાં આવે છે. જ્યારે આજે શીતળા સાતમની દિવસે ખાસ બાજરાના લોટની કુલેર ધરવામાં આવે છે. મંદિરનો ઈતિહાસમંદિર નજીકના નદીના ભાગને માતરડીનો આરો કહેવામાં આવે છે. વર્ષો પહેલા ચોમાસા દરમિયાન શીંગવડા નદીમાં ભારે પૂર આવતા મંદિરની જગ્યાએથી દુદાણા ગામમાં પૂરના પાણી ઘુસવા લાગ્યા હતા. આ સમયે ગામની રક્ષા શીતળા માતાજીએ કરી હતી. ત્યારબાદ ગામ લોકોની માતાજીમાં શ્રદ્ધા વધી હતી અને મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. હિન્દુ શાસ્ત્રમાં વ્રતનું મહત્ત્વ શ્રાવણ માસ એ પવિત્રતા અને ઉર્જા વધારવાનો મહિનો છે. તહેવારો અને વ્રતોનો મહિનો છે. તહેવારોની ઉજવણી કરવાથી માનવ નિજાનંદમાં મસ્ત બને છે. જેથી વ્યક્તિની શ્રધ્ધા અને આત્મ વિશ્વાસ વધે છે. શીતળા માતાને બોરડીનું વૃક્ષ પસંદ છે અને તેનું વાહન ગદર્ભ છે. સાતમને દિવસે ઠંડુ જમવામાં પણ વૈજ્ઞાનિક રહસ્ય સમાયેલું છે. વર્ષ આખું ગરમ જમતા હોય ત્યારે ક્યારેક ઠંડુ જમવાની પણ શરીરને ટેવ પાડવી જોઈએ જેથી માણસનું શરીર દરેક પરિસ્થિતિનો સામનો કરી શકે. સામાજિક દ્રષ્ટિએ તહેવારોના મહિનામાં મહિલાઓને એકાદ દિવસ રસોડામાંથી મુક્તિ મળે તો હરવા-ફરવા જઈ શકાય અને મેળાનો આનંદ માણી શકાય છે. શીતળા માતા ચામડીના રોગમાં આપે છે સીતળતા હિન્દૂ શાસ્ત્ર વ્રતરાજમાં જણાવ્યા પ્રમાણે શીતળા માતાને ચર્મરોગ જેવા કે ઓરી, અછબડા, શીળસ વગેરે મટાડનાર દેવી તરીકે વર્ણવ્યા છે. ચામડીના રોગોમાં શીતળતા આપતા દેવી એટલે શીતળા માતા. દુદાણાના શીતળા માતાને બાજરાનો શેકેલો લોટ અને ગોળની કુલેર તેમજ ચોખાનો લોટ અને ખાંડના મિશ્રણના લાડવા રૂપી પ્રસાદ ધરવામાં આવે છે. આયુર્વેદના ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે વાત, પિત અને કફનું શરીરમાં સંતુલન રહેવું જોઈએ. બાજરાનો લોટ અને ગોળનું મિશ્રણથી કફથી રાહત બાજરાનો લોટ અને ગોળનું મિશ્રણ કફને સુકવે છે. આયર્નનું પ્રમાણ વધવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. ચોખા અને ખાંડના મિશ્રણને કારણે પિત્તનો નાશ થાય છે. તેમજ નારીયેળ પાણી એન્ટી ઓક્સિડેન્ટ તેમજ એન્ટિબાયોટિકનું કામ કરે છે. શ્રાવણ માસ દરમિયાન ચોમાસાની સિઝન હોય તડકો અને વાદળ છાયા વાતાવરણને કારણે મિશ્ર ઋતુને લઈને બેક્ટેરિયા અને વાઇરસનો ઉપદ્રવ વધે છે. શીતળા માતાનો પ્રસાદ લેવાથી નકારાત્મક વિષાણુનો નાશ થાય છે. ભારતમાં ઉજવાતા તહેવારોનો વૈજ્ઞાનિક અભિગમ જોડાયેલો છે ભારતમાં ઉજવાતા તહેવારો, ઉત્સવો અને વ્રતોનું વૈજ્ઞાનિક મહત્વ ઋષિ મુનિઓ સુપેરે સમજતા હતા. તત્કાલીન સમયની પ્રજામાં શિક્ષણ ઓછું અને આરોગ્ય લક્ષી જ્ઞાન નહીવત હતું. આથી વિદ્વાન ઋષિઓએ સમય, દેશ-કાળ અને સ્થળ પ્રમાણે તહેવારોમાં ધાર્મિકતા જોડીને લોકોને સમજણ આપી હતી. શીતળા માતાનું સ્વરૂપ, પસંદગીનું ફળ, વાહન અને ભોજન આ દરેકમાં વૈજ્ઞાનિક અભિગમ જોડાયેલો છે.

Gir Somnath: શીતળા સાતમે દુદાણા ખાતે પ્રાચીન મંદિરે ભક્તોનું ધોડાપૂર ઉમટ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શીંગવડા નદીના કિનારે શીતળા માતાનું મંદિર આશરે 200 વર્ષ જૂનું
  • શીતળા સાતમની દિવસે ખાસ બાજરાના લોટની કુલેર ધરાવાઈ
  • દર વર્ષે શ્રાવણ માસમાં હજારો ભક્તો માતાજીના દર્શને આવે છે

આજે શીતળા સાતમે શીતળા માતાના મંદિરે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. ત્યારે ગીર સોમનાથના કોડીનાર નજીકના દુદાણા ખાતે શીતળા માતાજીના પ્રાચીન મંદિરે ભાવિકોનો પ્રવાહ ઉમટ્યો હતો. કોડીનારના દુદાણા ગામે શીંગવડા નદીના કિનારે આશરે 200 વર્ષ જૂનું શીતળા માતાનું મંદિર આવેલું છે.આ માતાજીને શ્રાવણ માસ દરમિયાન દરરોજ જુદા-જુદા નૈવેદ ધરવામાં આવે છે. જ્યારે આજે શીતળા સાતમની દિવસે ખાસ બાજરાના લોટની કુલેર ધરવામાં આવે છે.

મંદિરનો ઈતિહાસ

મંદિર નજીકના નદીના ભાગને માતરડીનો આરો કહેવામાં આવે છે. વર્ષો પહેલા ચોમાસા દરમિયાન શીંગવડા નદીમાં ભારે પૂર આવતા મંદિરની જગ્યાએથી દુદાણા ગામમાં પૂરના પાણી ઘુસવા લાગ્યા હતા. આ સમયે ગામની રક્ષા શીતળા માતાજીએ કરી હતી. ત્યારબાદ ગામ લોકોની માતાજીમાં શ્રદ્ધા વધી હતી અને મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.

હિન્દુ શાસ્ત્રમાં વ્રતનું મહત્ત્વ

શ્રાવણ માસ એ પવિત્રતા અને ઉર્જા વધારવાનો મહિનો છે. તહેવારો અને વ્રતોનો મહિનો છે. તહેવારોની ઉજવણી કરવાથી માનવ નિજાનંદમાં મસ્ત બને છે. જેથી વ્યક્તિની શ્રધ્ધા અને આત્મ વિશ્વાસ વધે છે. શીતળા માતાને બોરડીનું વૃક્ષ પસંદ છે અને તેનું વાહન ગદર્ભ છે. સાતમને દિવસે ઠંડુ જમવામાં પણ વૈજ્ઞાનિક રહસ્ય સમાયેલું છે. વર્ષ આખું ગરમ જમતા હોય ત્યારે ક્યારેક ઠંડુ જમવાની પણ શરીરને ટેવ પાડવી જોઈએ જેથી માણસનું શરીર દરેક પરિસ્થિતિનો સામનો કરી શકે. સામાજિક દ્રષ્ટિએ તહેવારોના મહિનામાં મહિલાઓને એકાદ દિવસ રસોડામાંથી મુક્તિ મળે તો હરવા-ફરવા જઈ શકાય અને મેળાનો આનંદ માણી શકાય છે.

શીતળા માતા ચામડીના રોગમાં આપે છે સીતળતા

હિન્દૂ શાસ્ત્ર વ્રતરાજમાં જણાવ્યા પ્રમાણે શીતળા માતાને ચર્મરોગ જેવા કે ઓરી, અછબડા, શીળસ વગેરે મટાડનાર દેવી તરીકે વર્ણવ્યા છે. ચામડીના રોગોમાં શીતળતા આપતા દેવી એટલે શીતળા માતા. દુદાણાના શીતળા માતાને બાજરાનો શેકેલો લોટ અને ગોળની કુલેર તેમજ ચોખાનો લોટ અને ખાંડના મિશ્રણના લાડવા રૂપી પ્રસાદ ધરવામાં આવે છે. આયુર્વેદના ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે વાત, પિત અને કફનું શરીરમાં સંતુલન રહેવું જોઈએ.


બાજરાનો લોટ અને ગોળનું મિશ્રણથી કફથી રાહત

બાજરાનો લોટ અને ગોળનું મિશ્રણ કફને સુકવે છે. આયર્નનું પ્રમાણ વધવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. ચોખા અને ખાંડના મિશ્રણને કારણે પિત્તનો નાશ થાય છે. તેમજ નારીયેળ પાણી એન્ટી ઓક્સિડેન્ટ તેમજ એન્ટિબાયોટિકનું કામ કરે છે. શ્રાવણ માસ દરમિયાન ચોમાસાની સિઝન હોય તડકો અને વાદળ છાયા વાતાવરણને કારણે મિશ્ર ઋતુને લઈને બેક્ટેરિયા અને વાઇરસનો ઉપદ્રવ વધે છે. શીતળા માતાનો પ્રસાદ લેવાથી નકારાત્મક વિષાણુનો નાશ થાય છે.

ભારતમાં ઉજવાતા તહેવારોનો વૈજ્ઞાનિક અભિગમ જોડાયેલો છે

ભારતમાં ઉજવાતા તહેવારો, ઉત્સવો અને વ્રતોનું વૈજ્ઞાનિક મહત્વ ઋષિ મુનિઓ સુપેરે સમજતા હતા. તત્કાલીન સમયની પ્રજામાં શિક્ષણ ઓછું અને આરોગ્ય લક્ષી જ્ઞાન નહીવત હતું. આથી વિદ્વાન ઋષિઓએ સમય, દેશ-કાળ અને સ્થળ પ્રમાણે તહેવારોમાં ધાર્મિકતા જોડીને લોકોને સમજણ આપી હતી. શીતળા માતાનું સ્વરૂપ, પસંદગીનું ફળ, વાહન અને ભોજન આ દરેકમાં વૈજ્ઞાનિક અભિગમ જોડાયેલો છે.