Surat: નવરાત્રિમાં 150 કરોડના વાહનો ખરીદાશે, એડવાન્સમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ
તહેવારોની શરૂઆત થતાં જ ઓટો સેક્ટર ટોપ ગિયરમાં આવી ગયું છે. આ નવરાત્રિમાં જ 9 દિવસમાં 150 કરોડના વાહનો શહેરમાં ખરીદાશે. જ્યારે તમામ 9 દિવસ વ્હીકલની ડિલિવરી લેવાશે. તેની સાથે જ 3700 ટુ-વ્હીલર, 750 કાર અને 183 ઓટો રિક્ષાનું એડવાન્સ રજિસ્ટ્રેશન થયું હોવાનું ઓટો સેક્ટર દ્વારા જાણવા મળી રહ્યું છે.માલિકો દ્વારા એડવાન્સમાં જ બુકિંગ કરાવી લોન અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી સુરતમાં નવરાત્રિના નવ દિવસમાં નવું વાહન ખરીદવાનો જબરદસ્ત ક્રેઝ છે. નવરાત્રિના પહેલા અથવા આઠમા નોરતે વ્હીકલની ખરીદી શુભ માનવામાં આવે છે. જ્યારે પહેલા નોરતે ડિલિવરી લેવા માટે વાહન માલિકો દ્વારા એડવાન્સમાં જ બુકિંગ કરાવી લોન અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવે છે. જેનાથી પરિવાર અને મિત્રો સાથે પહેલા નોરતે ઘર પરિવારમાં નવા મેમ્બરનું વેલકમ કરી શકાય છે. નવરાત્રિમાં 37 કરોડની કિંમતના 3700 ટુ-વ્હીલર ખરીદાશે જેને લઈ વાહન ખરીદનારા પરિવારમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આમ તો 20 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી આરટીઓની ઓનલાઈન વેબસાઈટ પર નોંધાયેલા વાહનોના ડેટા પર નજર કરીએ તો સુરતમાં નવરાત્રિના નવ દિવસમાં 150 કરોડ રૂપિયાની કિંમતના નવા વાહનો ખરીદાશે એવી નોંધણી કરવામાં આવી છે. જેમાં 37 કરોડની કિંમતના 3700 ટુ-વ્હીલર, 90 કરોડની કિંમતની 750 કાર અને 2 કરોડની કિંમતની 183 ઓટો રિક્ષા ખરીદવામાં આવશે. તહેવારો આવતા જ વાહનની ખરીદીમાં તેજી જોવા મળી જ્યારે ટ્રેક્ટર, બસ, ગુડ્સ વ્હીકલ, એમ્બ્યુલન્સ મળી 150 કરોડ રૂપિયાની કિંમતના વાહનો માત્ર નવ દિવસમાં ખરીદાશે. જેને લઈ ઓટો સેક્ટર ફરી એક વાર તહેવારોમાં ટોપ પર જોવા મળશે. જો કે 20 દિવસ પહેલા નિરાશાજનક માહોલ હતો, પરંતુ તહેવારો આવતા જ વાહનની ખરીદીમાં તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને બુકિંગમાં ગયા વર્ષ કરતા આ વર્ષે વધુ સંખ્યા નોંધાઈ હોવાનું જોવા મળી રહ્યું છે. જણાવી દઈએ કે આ વર્ષે 3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધી નવરાત્રિની રાજ્યભરમાં ઉજવણી થશે. ત્યારે આ નવ દિવસ દરમિયાન ઘણા લોકો પોતાના સારા કામ આ દિવસો દરમિયાન કરતા હોય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
તહેવારોની શરૂઆત થતાં જ ઓટો સેક્ટર ટોપ ગિયરમાં આવી ગયું છે. આ નવરાત્રિમાં જ 9 દિવસમાં 150 કરોડના વાહનો શહેરમાં ખરીદાશે. જ્યારે તમામ 9 દિવસ વ્હીકલની ડિલિવરી લેવાશે. તેની સાથે જ 3700 ટુ-વ્હીલર, 750 કાર અને 183 ઓટો રિક્ષાનું એડવાન્સ રજિસ્ટ્રેશન થયું હોવાનું ઓટો સેક્ટર દ્વારા જાણવા મળી રહ્યું છે.
માલિકો દ્વારા એડવાન્સમાં જ બુકિંગ કરાવી લોન અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી
સુરતમાં નવરાત્રિના નવ દિવસમાં નવું વાહન ખરીદવાનો જબરદસ્ત ક્રેઝ છે. નવરાત્રિના પહેલા અથવા આઠમા નોરતે વ્હીકલની ખરીદી શુભ માનવામાં આવે છે. જ્યારે પહેલા નોરતે ડિલિવરી લેવા માટે વાહન માલિકો દ્વારા એડવાન્સમાં જ બુકિંગ કરાવી લોન અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવે છે. જેનાથી પરિવાર અને મિત્રો સાથે પહેલા નોરતે ઘર પરિવારમાં નવા મેમ્બરનું વેલકમ કરી શકાય છે.
નવરાત્રિમાં 37 કરોડની કિંમતના 3700 ટુ-વ્હીલર ખરીદાશે
જેને લઈ વાહન ખરીદનારા પરિવારમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આમ તો 20 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી આરટીઓની ઓનલાઈન વેબસાઈટ પર નોંધાયેલા વાહનોના ડેટા પર નજર કરીએ તો સુરતમાં નવરાત્રિના નવ દિવસમાં 150 કરોડ રૂપિયાની કિંમતના નવા વાહનો ખરીદાશે એવી નોંધણી કરવામાં આવી છે. જેમાં 37 કરોડની કિંમતના 3700 ટુ-વ્હીલર, 90 કરોડની કિંમતની 750 કાર અને 2 કરોડની કિંમતની 183 ઓટો રિક્ષા ખરીદવામાં આવશે.
તહેવારો આવતા જ વાહનની ખરીદીમાં તેજી જોવા મળી
જ્યારે ટ્રેક્ટર, બસ, ગુડ્સ વ્હીકલ, એમ્બ્યુલન્સ મળી 150 કરોડ રૂપિયાની કિંમતના વાહનો માત્ર નવ દિવસમાં ખરીદાશે. જેને લઈ ઓટો સેક્ટર ફરી એક વાર તહેવારોમાં ટોપ પર જોવા મળશે. જો કે 20 દિવસ પહેલા નિરાશાજનક માહોલ હતો, પરંતુ તહેવારો આવતા જ વાહનની ખરીદીમાં તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને બુકિંગમાં ગયા વર્ષ કરતા આ વર્ષે વધુ સંખ્યા નોંધાઈ હોવાનું જોવા મળી રહ્યું છે. જણાવી દઈએ કે આ વર્ષે 3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધી નવરાત્રિની રાજ્યભરમાં ઉજવણી થશે. ત્યારે આ નવ દિવસ દરમિયાન ઘણા લોકો પોતાના સારા કામ આ દિવસો દરમિયાન કરતા હોય છે.