Navsariમાં મોબાઈલ સ્નેચિંગ કરતા બે આરોપીઓને એલસીબી પોલીસે ઝડપ્યા
નવસારીમાંથી મોબાઈલ સ્નેચિંગ કરતા બે આરોપીઓને પોલીસે ઝડપ્યા છે,એલસીબી પોલીસને બાતમી મળી હતી કે બે આરોપીઓ મોબાઈલ સ્નેચિંગ કરી રહ્યાં છે જેને લઈ વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે અગાઉ કઈકઈ જગ્યાએ મોબાઈલ સ્નેચિંગ કર્યુ છે તેને લઈ પણ પોલીસે તપાસ હાથધરી છે. ટોળકીના બે શખ્સને LCBએ ઝડપ્યા નવસારીમાં મોબાઈલ સ્નેચિંગ કરતા બે શખ્સોને પોલીસે દબોચ્યા છે.ચાલુ ટ્રેનમાંથી બે શખ્સોએ મોબાઈલ ફોન ઝૂંટવ્યો હતો અને તે સમયે ટ્રેનમાંથી શિક્ષક નીચે પટકાતા તેમને પગ ગુમાવવાનો વારો આવ્યો હતો.સાથે સાથે બન્ને ઈસમો સામે પોલીસે કાર્યવાહી કરી હતી.નવસારી રેલવે પોલીસમાં ગુનો નોંધાયા બાદ નવસારી એલસીબી પોલીસ સક્રિય થઈ હતી અને આરોપીઓને દબોચ્યા હતા.બન્ને આરોપીઓ એમપી અને યુપીના છે અને ચોરી કરતા હતા. પોલીસે હાથધરી તપાસ મોબાઈલ સ્નેચિંગ કરતી ટોળકીના બે ઈસમોને એલસીબી પોલીસે ઝડપી પાડયા છે.નવસારી રેલવે સ્ટેશન નજીક બે ઈસમોએ ચાલુ ટ્રેનમાંથી મોબાઈલ ફોન ઝૂંટવીને લૂંટ કરી હતી.ત્યારબાદ પોલીસે સીસીટીવીના આધારે ગુનાનો ભેદ ઉકેલ્યો છે,શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોપીઓ વાહન લઈને મોબાઈલ સ્નેચિંગ કરતા હતા આ સમગ્ર ઘટનામાં એલસીબી પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે,પોલીસની તપાસમાં સામે આવી શકે છે કે આરોપીઓ દ્રારા સુરતમાં પણ મોબાઈલ સ્નેચિંગ કર્યુ હોઈ શકે છે. મોબાઈલનું કરતા સ્નેચિંગ આરોપીઓ મૂળ ગુજરાત બહારના છે અને સુરતમાં ભાડે મકાન રાખીને રહેતા હોવાનુ સામે આવ્યું છે.આરોપીઓ દ્રારા મોબાઈલ ફોનનું સ્નેચિંગ કરવામાં આવતું હતુ,ત્યારે હાથમાં કોઈ મોબાઈલ રાખીને વાત કરતુ હોય તે સમયે આરોપીઓ સમય જોઈને હાથમાંથી ફોન ઝૂંટવીને ફરાર થઈ જતા હતા,ત્યારે અગામી સમયમાં પણ પોલીસ આ બાબતે અનેક ખુલાસાઓ કરી શકે છે,બીજા કોઈ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ગુના નોંધાયા છે કે નહી તેને લઈ પણ તપાસ ચાલી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નવસારીમાંથી મોબાઈલ સ્નેચિંગ કરતા બે આરોપીઓને પોલીસે ઝડપ્યા છે,એલસીબી પોલીસને બાતમી મળી હતી કે બે આરોપીઓ મોબાઈલ સ્નેચિંગ કરી રહ્યાં છે જેને લઈ વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે અગાઉ કઈકઈ જગ્યાએ મોબાઈલ સ્નેચિંગ કર્યુ છે તેને લઈ પણ પોલીસે તપાસ હાથધરી છે.
ટોળકીના બે શખ્સને LCBએ ઝડપ્યા
નવસારીમાં મોબાઈલ સ્નેચિંગ કરતા બે શખ્સોને પોલીસે દબોચ્યા છે.ચાલુ ટ્રેનમાંથી બે શખ્સોએ મોબાઈલ ફોન ઝૂંટવ્યો હતો અને તે સમયે ટ્રેનમાંથી શિક્ષક નીચે પટકાતા તેમને પગ ગુમાવવાનો વારો આવ્યો હતો.સાથે સાથે બન્ને ઈસમો સામે પોલીસે કાર્યવાહી કરી હતી.નવસારી રેલવે પોલીસમાં ગુનો નોંધાયા બાદ નવસારી એલસીબી પોલીસ સક્રિય થઈ હતી અને આરોપીઓને દબોચ્યા હતા.બન્ને આરોપીઓ એમપી અને યુપીના છે અને ચોરી કરતા હતા.
પોલીસે હાથધરી તપાસ
મોબાઈલ સ્નેચિંગ કરતી ટોળકીના બે ઈસમોને એલસીબી પોલીસે ઝડપી પાડયા છે.નવસારી રેલવે સ્ટેશન નજીક બે ઈસમોએ ચાલુ ટ્રેનમાંથી મોબાઈલ ફોન ઝૂંટવીને લૂંટ કરી હતી.ત્યારબાદ પોલીસે સીસીટીવીના આધારે ગુનાનો ભેદ ઉકેલ્યો છે,શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોપીઓ વાહન લઈને મોબાઈલ સ્નેચિંગ કરતા હતા આ સમગ્ર ઘટનામાં એલસીબી પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે,પોલીસની તપાસમાં સામે આવી શકે છે કે આરોપીઓ દ્રારા સુરતમાં પણ મોબાઈલ સ્નેચિંગ કર્યુ હોઈ શકે છે.
મોબાઈલનું કરતા સ્નેચિંગ
આરોપીઓ મૂળ ગુજરાત બહારના છે અને સુરતમાં ભાડે મકાન રાખીને રહેતા હોવાનુ સામે આવ્યું છે.આરોપીઓ દ્રારા મોબાઈલ ફોનનું સ્નેચિંગ કરવામાં આવતું હતુ,ત્યારે હાથમાં કોઈ મોબાઈલ રાખીને વાત કરતુ હોય તે સમયે આરોપીઓ સમય જોઈને હાથમાંથી ફોન ઝૂંટવીને ફરાર થઈ જતા હતા,ત્યારે અગામી સમયમાં પણ પોલીસ આ બાબતે અનેક ખુલાસાઓ કરી શકે છે,બીજા કોઈ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ગુના નોંધાયા છે કે નહી તેને લઈ પણ તપાસ ચાલી રહી છે.