Ahmedabad: કુખ્યાત ધમા બારડને કૃષ્ણનગર પોલીસે ઘૂંટણીયે બેસાડ્યો, લોકોની માફી મગાવી

અમદાવાદમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પોલીસે આરોપીને સાથે રાખીને રિ-કન્સ્ટ્રક્શન કર્યું છે. તેમાં ધમા બારડની ધરપકડ બાદ પંચનામુ કરાયું છે. અપહરણ, મારામારીના ગુનામાં ધમા બારડની ધરપકડ કરવામાં આવી છે. તેમાં કૃષ્ણનગરમાં પોલીસ વાનની હાજરીમાં તોડફોડ કરી હતી. અપહરણ અને મારામારીના ગુનામા ધમા બારડની ધરપકડ શહેરના કૃષ્ણનગરમાં પોલીસ વાનની હાજરીમાં તોડ ફોડ મામલે ક્રોસ ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં અપહરણ અને મારામારીના ગુનામા ધમા બારડની ધરપકડ બાદ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ધમા બારડને સાથે રાખી પંચનામુ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને પોલીસનો જરા પણ ડર ન હોય તેવી ઘટના સામે આવી હતી. આ મામલામાં તો એવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા કે, આ લુખ્ખા તત્વોથી પોલીસ પણ કાંતો ડરી રહી છે અથવા તેમને છાવરી રહી છે. નરોડા અને કૃષ્ણનગર વિસ્તારમાં આતંક મચાવનારા ધમા બારડ ધરપકડના ડરથી ફરાર થઇ ગયો હતો. ઝોન 4 LCBએ ગુનામાં સામેલ ધર્મેન્દ્રસિંહ ઉર્ફ ધમા બારડ નર્મદા જિલ્લામાં છુપાયો હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે ઝોન 4 LCBની ટીમ નર્મદા પહોંચી હતી અને કેવડિયા ખાતે એક હોટલમાં સંતાયેલા ધમા બારડને ઝડપી પાડ્યો હતો. પોલીસે ધમા બારડ સહિત 5 વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી  બુટલેગરના પુત્ર અજિતસિંહ રાઠોડનું અપહણ કરાયું હતું. કારનું ડિપર મારવા બાબતે બોલાચાલી થયા બાદ અપહરણ સુધીની ઘટના બની હતી. જે અપહરણની ઘટનાના CCTV સામે આવ્યા હતા. જે કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો પોલીસ કામગીરી પર સવાલ ઉભા કરી રહી છે. રાત્રે હોબાળો કરવા આવેલા શખ્સોના CCTVમાં કેદ થયા છે. કાર સહિત પાર્ક કરેલી બાઈકમાં શખ્સોએ તોડફોડ કરી હતી. સમગ્ર ઘટના દરમિયાન એક પોલીસ વાન નજીકથી પસાર થતી દેખાય છે. પરંતુ ટોળું વળીને આવેલા શખ્સો પોલીસની ગાડીને જોઈને પણ જરા પણ ડર વિના તોડ-ફોડ કરતા નજરે પડે છે. ખાસ વાત તો એ છે કે, પોલીસ કર્મચારીઓએ ગાડીમાંથી નીચે ઉતરવાની તસ્દી પણ ન લીધી. આ સમગ્ર કેસમાં કૃષ્ણનગર પોલીસે ધમા બારડ સહિત 5 વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Ahmedabad: કુખ્યાત ધમા બારડને કૃષ્ણનગર પોલીસે ઘૂંટણીયે બેસાડ્યો, લોકોની માફી મગાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પોલીસે આરોપીને સાથે રાખીને રિ-કન્સ્ટ્રક્શન કર્યું છે. તેમાં ધમા બારડની ધરપકડ બાદ પંચનામુ કરાયું છે. અપહરણ, મારામારીના ગુનામાં ધમા બારડની ધરપકડ કરવામાં આવી છે. તેમાં કૃષ્ણનગરમાં પોલીસ વાનની હાજરીમાં તોડફોડ કરી હતી.

અપહરણ અને મારામારીના ગુનામા ધમા બારડની ધરપકડ

શહેરના કૃષ્ણનગરમાં પોલીસ વાનની હાજરીમાં તોડ ફોડ મામલે ક્રોસ ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં અપહરણ અને મારામારીના ગુનામા ધમા બારડની ધરપકડ બાદ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ધમા બારડને સાથે રાખી પંચનામુ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને પોલીસનો જરા પણ ડર ન હોય તેવી ઘટના સામે આવી હતી. આ મામલામાં તો એવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા કે, આ લુખ્ખા તત્વોથી પોલીસ પણ કાંતો ડરી રહી છે અથવા તેમને છાવરી રહી છે. નરોડા અને કૃષ્ણનગર વિસ્તારમાં આતંક મચાવનારા ધમા બારડ ધરપકડના ડરથી ફરાર થઇ ગયો હતો. ઝોન 4 LCBએ ગુનામાં સામેલ ધર્મેન્દ્રસિંહ ઉર્ફ ધમા બારડ નર્મદા જિલ્લામાં છુપાયો હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે ઝોન 4 LCBની ટીમ નર્મદા પહોંચી હતી અને કેવડિયા ખાતે એક હોટલમાં સંતાયેલા ધમા બારડને ઝડપી પાડ્યો હતો.

પોલીસે ધમા બારડ સહિત 5 વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી

 બુટલેગરના પુત્ર અજિતસિંહ રાઠોડનું અપહણ કરાયું હતું. કારનું ડિપર મારવા બાબતે બોલાચાલી થયા બાદ અપહરણ સુધીની ઘટના બની હતી. જે અપહરણની ઘટનાના CCTV સામે આવ્યા હતા. જે કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો પોલીસ કામગીરી પર સવાલ ઉભા કરી રહી છે. રાત્રે હોબાળો કરવા આવેલા શખ્સોના CCTVમાં કેદ થયા છે. કાર સહિત પાર્ક કરેલી બાઈકમાં શખ્સોએ તોડફોડ કરી હતી. સમગ્ર ઘટના દરમિયાન એક પોલીસ વાન નજીકથી પસાર થતી દેખાય છે. પરંતુ ટોળું વળીને આવેલા શખ્સો પોલીસની ગાડીને જોઈને પણ જરા પણ ડર વિના તોડ-ફોડ કરતા નજરે પડે છે. ખાસ વાત તો એ છે કે, પોલીસ કર્મચારીઓએ ગાડીમાંથી નીચે ઉતરવાની તસ્દી પણ ન લીધી. આ સમગ્ર કેસમાં કૃષ્ણનગર પોલીસે ધમા બારડ સહિત 5 વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.