BZ ગ્રુપના કૌભાંડી ભૂપેન્દ્રસિંહની કૌંભાંડ સ્કીમમાં PSI અને IPSના રૂપિયા ફસાયા !

મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના વધુ એક ઝોલનો પર્દાફાશ થયો હોવાની વાત સામે આવી છે જેમાં એકના ડબલ કરવાના ખેલમાં પોલીસકર્મીઓમાં ભારે રોષ દેખાઈ રહ્યો છે,શિક્ષકો, નેતાઓની સાથે પોલીસકર્મીઓ પણ બન્યા ભૂપેન્દ્રસિંહ ઝાલાના શિકા,તો સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો 15 જેટલા PSI અને IPS અધિકારીઓએ રોકાણ કર્યુ હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે,સેંકડો પોલીસકર્મીઓના પૈસા પણ BZમાં રોકાયેલા છે,તો વર્ષ 2013ની બેચના 15 PSIના પૈસા સૌથી વધારે રોકાયેલા છે. ચૂંટણી પંચમાં ફરિયાદ આ સમગ્ર મામલે ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.કુમાર ભાટ નામના યુવકે હિંમતનગર ચૂંટણી શાખામાં લેખિત ફરિયાદ કરી છે.ભૂપેન્દ્ર ઝાલા સામે આર્મ્સ એક્ટનો ગુનો અમદાવાદમાં નોંધાયો હોવા છતાં માહિતી છૂપાવી હતી અને એફિડેવિટમાં ફરિયાદ સહિતની વિગતો છૂપાવ્યાની ફરિયાદ નોંધાઈ છે.6 હજાર કરોડની ફરિયાદના પગલે ગુજરાત ભરમાં વ્યાપ્યો છે હડકંપ.એક કા ડબલ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ઘણાં ભાજપી નેતાઓના સંબંધો હોવાના વિડીયો અને ફોટોગ્રાફ્સ ફરતા થયા છે, તેમાં રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર પણ દેખાય છે. જો કે ભીખુસિંહે ઝાલા સાથે પોતાને કોઇ સંબંધ ન હોવાની સ્પષ્ટતાઓ કરવી પડી રહી છે. ગ્રાન્ટ પણ પડાવી લીધી કૌંભાડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 300 SC-ST વિદ્યાર્થીઓની ગ્રાન્ટ પણ પડાવી લીધી હોવાની વાત સામે આવી છે.વિદ્યાર્થીઓની 75 લાખની ગ્રાન્ટ પડાવ્યાનું કૌંભાડ સામે આવ્યું છે.BZ ગ્રુપ સામે કાર્યવાહી અન્ય ઈન્વેન્ટ પેઢીના સંચાલકો ગાયબ છે,હિંમતનગરમાં 26 નવેમ્બરથી અનેક પેઢીઓના શટર ડાઉન થઈ ગયા છે.હિંમતનગર, તલોદ અને મોડાસામાં પેઢીઓને તાળા લાગ્યા છે,AR ગ્રુપની પેઢીઓ સતત સાતમા દિવસે બંધ હાલતમાં જોવા મળી છે.અજય અને રાજુ નામના સંચાલકો ચલાવતા હતા AR ગ્રુપ. અન્ય પણ કૌંભાડીઓ સામિલ આ સમગ્ર ઘટનામાં અન્ય કૌંભાડીઓ પણ સામિલ હોવાની વાત સામે આવી છે જેમાં BZ ગ્રુપમાંથી છૂટા પડી નવી પેઢીઓ ખોલવામાં આવી હતી તો AR ગ્રુપમાં 250થી 300 કરોડ રૂપિયાના રોકાણની સંભાવના છે,તો સહકારી જીન વિસ્તારમાં આવેલી ઓફિસને તાળા લાગ્યા છે.પોલીસ પણ આવા ફરાર આરોપીઓને શોધી રહી છે અને ગઈકાલ સાંજથી આજ સવાર સુધી પોલીસે ફરિયાદ પણ નોંધી છે,અનેક શિક્ષકો પણ ફરાર થઈ ગયા છે અને પેઢીઓને તાળા લાગી ગયા છે.

BZ ગ્રુપના કૌભાંડી ભૂપેન્દ્રસિંહની કૌંભાંડ સ્કીમમાં PSI અને IPSના રૂપિયા ફસાયા !

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના વધુ એક ઝોલનો પર્દાફાશ થયો હોવાની વાત સામે આવી છે જેમાં એકના ડબલ કરવાના ખેલમાં પોલીસકર્મીઓમાં ભારે રોષ દેખાઈ રહ્યો છે,શિક્ષકો, નેતાઓની સાથે પોલીસકર્મીઓ પણ બન્યા ભૂપેન્દ્રસિંહ ઝાલાના શિકા,તો સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો 15 જેટલા PSI અને IPS અધિકારીઓએ રોકાણ કર્યુ હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે,સેંકડો પોલીસકર્મીઓના પૈસા પણ BZમાં રોકાયેલા છે,તો વર્ષ 2013ની બેચના 15 PSIના પૈસા સૌથી વધારે રોકાયેલા છે.

ચૂંટણી પંચમાં ફરિયાદ

આ સમગ્ર મામલે ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.કુમાર ભાટ નામના યુવકે હિંમતનગર ચૂંટણી શાખામાં લેખિત ફરિયાદ કરી છે.ભૂપેન્દ્ર ઝાલા સામે આર્મ્સ એક્ટનો ગુનો અમદાવાદમાં નોંધાયો હોવા છતાં માહિતી છૂપાવી હતી અને એફિડેવિટમાં ફરિયાદ સહિતની વિગતો છૂપાવ્યાની ફરિયાદ નોંધાઈ છે.6 હજાર કરોડની ફરિયાદના પગલે ગુજરાત ભરમાં વ્યાપ્યો છે હડકંપ.એક કા ડબલ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ઘણાં ભાજપી નેતાઓના સંબંધો હોવાના વિડીયો અને ફોટોગ્રાફ્સ ફરતા થયા છે, તેમાં રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર પણ દેખાય છે. જો કે ભીખુસિંહે ઝાલા સાથે પોતાને કોઇ સંબંધ ન હોવાની સ્પષ્ટતાઓ કરવી પડી રહી છે.

ગ્રાન્ટ પણ પડાવી લીધી

કૌંભાડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 300 SC-ST વિદ્યાર્થીઓની ગ્રાન્ટ પણ પડાવી લીધી હોવાની વાત સામે આવી છે.વિદ્યાર્થીઓની 75 લાખની ગ્રાન્ટ પડાવ્યાનું કૌંભાડ સામે આવ્યું છે.BZ ગ્રુપ સામે કાર્યવાહી અન્ય ઈન્વેન્ટ પેઢીના સંચાલકો ગાયબ છે,હિંમતનગરમાં 26 નવેમ્બરથી અનેક પેઢીઓના શટર ડાઉન થઈ ગયા છે.હિંમતનગર, તલોદ અને મોડાસામાં પેઢીઓને તાળા લાગ્યા છે,AR ગ્રુપની પેઢીઓ સતત સાતમા દિવસે બંધ હાલતમાં જોવા મળી છે.અજય અને રાજુ નામના સંચાલકો ચલાવતા હતા AR ગ્રુપ.

અન્ય પણ કૌંભાડીઓ સામિલ

આ સમગ્ર ઘટનામાં અન્ય કૌંભાડીઓ પણ સામિલ હોવાની વાત સામે આવી છે જેમાં BZ ગ્રુપમાંથી છૂટા પડી નવી પેઢીઓ ખોલવામાં આવી હતી તો AR ગ્રુપમાં 250થી 300 કરોડ રૂપિયાના રોકાણની સંભાવના છે,તો સહકારી જીન વિસ્તારમાં આવેલી ઓફિસને તાળા લાગ્યા છે.પોલીસ પણ આવા ફરાર આરોપીઓને શોધી રહી છે અને ગઈકાલ સાંજથી આજ સવાર સુધી પોલીસે ફરિયાદ પણ નોંધી છે,અનેક શિક્ષકો પણ ફરાર થઈ ગયા છે અને પેઢીઓને તાળા લાગી ગયા છે.