Amreli: અમરેલી લેટરકાંડ઼માં પાટીદાર દીકરીને જામીન મળ્યા, જાણો શું હતો મામલો

અમરેલી લેટરકાંડમાં પાટીદાર સમાજની યુવતી પર પોલીસ કાર્યવાહીને લઈ સર્જાયેલા વિવાદમાં એક પછી એક નેતાઓ યુવતીનાં સમર્થનમાં આવી સમાજની દીકરીને ન્યાયની માગણી કરવામાં આવી હતી. તેવામાં હવે આખરે અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરીને જામીન મળ્યા છે. અમરેલી લેટરકાંડ઼માં પાટીદાર દીકરીને જામીન મળ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. આજે જ પાયલ ગોટી જેલમુક્ત થશે જેવી વિગતો પણ મળી રહી છે. રાજકીય આગેવાનોએ દિલીપ સંઘાણીને રજૂઆત કરી હતી. બેંકની બોર્ડ મીટિંગમાં ઠરાવ કરવામાં આવ્યો હતો. બેંકના ચેરમેન દીલીપ સંઘાણી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો. પાયલને અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં નોકરી મળશે. દીકરીને ફરી સન્માન મળે તેવો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.મળતી માહિતી મુજબ, અમરેલીના બહુ ચર્ચિત લેટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતીને આખરે જામીન મળી ગયા છે. અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાના મામલે કાનપરીયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે કેસમાં પોલીસે ભાજપના પૂર્વ હોદેદાર અને એક યુવતી સહિત 4 કાર્યકરોની ધરપકડ કરી હતી. પરંતુ વિવાદ ત્યારે વકર્યો જ્યારે પોલીસે કથિત લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઈપીસ્ટનું કામ કરતી પાટીદારની દીકરીનું સરઘસ કાઢ્યું હતું. જે મુદ્દે ભારે વિરોધ થયો હતો, ત્યારે આજે શુક્રવારે પાટીદાર દીકરીની જામીન અરજીને લઈને સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમા કોર્ટે યુવતીના જામીન મંજૂર કર્યા છે. કોર્ટનો ચુકાદો આવતા જ કોર્ટ પરિસરમાં ઉપસ્થિત પાટિદાર સહિતના સમાજના લોકોએ ખુશી વ્યક્ત કરી હતી. 15 હજારનાસ બોન્ડ પર મળ્યા જામીન સેશન્સ કોર્ટે પંદર હજારના બોન્ડ પર પાયલ ગોટીને રેગ્યુલર જામીન આપવામાં આવ્યા છે. જો યોગ્ય સમયે તમામ કાર્યવાહી થઈ જશે તો આજે જ પાયલ ગોટી જેલમાંથી મુક્ત થઈ જશે. આવતી કાલે શનિવારે આરોપ મુક્ત કરવાની અરજી પર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.શું હતો સમગ્ર મામલો?અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામ વાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયો હતો. આ મામલે કાનપરીયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મુકાયા હોવાથી વેકરીયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારા ભાજપના પૂર્વ હોદેદાર સહિત 4 કાર્યકરોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી. 

Amreli: અમરેલી લેટરકાંડ઼માં પાટીદાર દીકરીને જામીન મળ્યા, જાણો શું હતો મામલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલી લેટરકાંડમાં પાટીદાર સમાજની યુવતી પર પોલીસ કાર્યવાહીને લઈ સર્જાયેલા વિવાદમાં એક પછી એક નેતાઓ યુવતીનાં સમર્થનમાં આવી સમાજની દીકરીને ન્યાયની માગણી કરવામાં આવી હતી. તેવામાં હવે આખરે અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરીને જામીન મળ્યા છે. 

અમરેલી લેટરકાંડ઼માં પાટીદાર દીકરીને જામીન મળ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. આજે જ પાયલ ગોટી જેલમુક્ત થશે જેવી વિગતો પણ મળી રહી છે. રાજકીય આગેવાનોએ દિલીપ સંઘાણીને રજૂઆત કરી હતી. બેંકની બોર્ડ મીટિંગમાં ઠરાવ કરવામાં આવ્યો હતો. બેંકના ચેરમેન દીલીપ સંઘાણી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો. પાયલને અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં નોકરી મળશે. દીકરીને ફરી સન્માન મળે તેવો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, અમરેલીના બહુ ચર્ચિત લેટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતીને આખરે જામીન મળી ગયા છે. અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાના મામલે કાનપરીયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે કેસમાં પોલીસે ભાજપના પૂર્વ હોદેદાર અને એક યુવતી સહિત 4 કાર્યકરોની ધરપકડ કરી હતી. પરંતુ વિવાદ ત્યારે વકર્યો જ્યારે પોલીસે કથિત લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઈપીસ્ટનું કામ કરતી પાટીદારની દીકરીનું સરઘસ કાઢ્યું હતું. જે મુદ્દે ભારે વિરોધ થયો હતો, ત્યારે આજે શુક્રવારે પાટીદાર દીકરીની જામીન અરજીને લઈને સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમા કોર્ટે યુવતીના જામીન મંજૂર કર્યા છે. કોર્ટનો ચુકાદો આવતા જ કોર્ટ પરિસરમાં ઉપસ્થિત પાટિદાર સહિતના સમાજના લોકોએ ખુશી વ્યક્ત કરી હતી.

15 હજારનાસ બોન્ડ પર મળ્યા જામીન

સેશન્સ કોર્ટે પંદર હજારના બોન્ડ પર પાયલ ગોટીને રેગ્યુલર જામીન આપવામાં આવ્યા છે. જો યોગ્ય સમયે તમામ કાર્યવાહી થઈ જશે તો આજે જ પાયલ ગોટી જેલમાંથી મુક્ત થઈ જશે. આવતી કાલે શનિવારે આરોપ મુક્ત કરવાની અરજી પર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

શું હતો સમગ્ર મામલો?

અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામ વાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયો હતો. આ મામલે કાનપરીયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મુકાયા હોવાથી વેકરીયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારા ભાજપના પૂર્વ હોદેદાર સહિત 4 કાર્યકરોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.