Vadodaraમાં અચાનક ભૂવો પડતા કાર ભૂવામાં ફસાઈ, મહિલા કારચાલકનો આબાદ બચાવ

ભૂવા નગરી વડોદરા શહેરમાં વધુ એક વખત ભૂવો પડવાની ઘટના સામે આવી છે. અચાનક ભૂવો પડતા એક કાર ભૂવામાં ફસાઈ ગઈ હતી. જો કે મહિલા કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.15થી 20 મિનિટના અંતરમાં જ 7 ભૂવા પડ્યા છે તમને જણાવી દઈએ કે મકરપુરા વોર્ડ નંબર 17ના વિસ્તારમાં આ ભૂવો પડવાની ઘટના સામે આવી છે. આ વિસ્તાર કોર્પોરેશનના દંડક શૈલેષ પાટીલનો જ છે. ત્યારે ચોંકાવનારી વાત તો એ છે કે 15થી 20 મિનિટના અંતરમાં જ છેલ્લા 6 માસમાં 7 ભૂવા પડ્યા છે. હાલમાં ભુવો પડવાની ઘટનાને લઈ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા છે અને હજુ પણ ભૂવા પડવાની સંભાવના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિકોએ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાની કરી માગ ત્યારે ટ્રેડિશનલ સીટી એન્જિનિયર રાજેશ સીમપીએ કહ્યું કે સર્વે કરીને નવી લાઈન નાખવાની કામગીરી કરાશે. સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ અધિકારીઓ અને ઈજારદાર સામે તપાસની માગ કરી છે અને સ્થાનિક રહીશ વિજય મટુએ પણ રોડ બનાવનારા કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા માગ કરી છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સતત પડી રહેલા ભૂવાના કારણે હવે સંસ્કારીનગરી વડોદરા હવે જાણે કે ખાડાનગરી બની ગઈ હોય તેવુ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ચોમાસામાં પણ સંસ્કારીનગરીમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી હતી અને શહેરીજનો દ્વારા અનેક રીતે વિરોધ વ્યક્ત કરીને તંત્રને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પણ તંત્રને કોઈ ચિંતાના હોય તેવું લાગી રહ્યું છે. વડોદરા શહેરમાં વકર્યો રોગચાળો, 3 દિવસમાં ડેન્ગ્યુના 19 કેસ બીજી તરફ વડોદરા શહેરમાં પૂર બાદ રોગચાળો પણ વર્ક્યો છે. શહેરમાં છેલ્લા 3 દિવસમાં જ ડેન્ગ્યુના પણ 19 કેસ સામે આવ્યા છે. ત્યારે મેલેરિયાના 3 કેસ, કમળાના 4 કેસ નોંધાયા છે. ટાઈફોઈડના 4 કેસ અને ચિકનગુનિયાનો 1 કેસ પણ સામે આવ્યો છે તો શહેરમાં ડાયેરિયાના 215 કેસ નોંધાયા છે.આજવા રોડ પર રહેતી પરણીતાને એક સપ્તાહથી તાવ અને વોમિટિંગ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી પણ સારવાર માટે હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના તબીબોએ પરણીતાને મૃત જાહેર કરી હતી. 

Vadodaraમાં અચાનક ભૂવો પડતા કાર ભૂવામાં ફસાઈ, મહિલા કારચાલકનો આબાદ બચાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભૂવા નગરી વડોદરા શહેરમાં વધુ એક વખત ભૂવો પડવાની ઘટના સામે આવી છે. અચાનક ભૂવો પડતા એક કાર ભૂવામાં ફસાઈ ગઈ હતી. જો કે મહિલા કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.

15થી 20 મિનિટના અંતરમાં જ 7 ભૂવા પડ્યા છે

તમને જણાવી દઈએ કે મકરપુરા વોર્ડ નંબર 17ના વિસ્તારમાં આ ભૂવો પડવાની ઘટના સામે આવી છે. આ વિસ્તાર કોર્પોરેશનના દંડક શૈલેષ પાટીલનો જ છે. ત્યારે ચોંકાવનારી વાત તો એ છે કે 15થી 20 મિનિટના અંતરમાં જ છેલ્લા 6 માસમાં 7 ભૂવા પડ્યા છે. હાલમાં ભુવો પડવાની ઘટનાને લઈ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા છે અને હજુ પણ ભૂવા પડવાની સંભાવના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

સ્થાનિકોએ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાની કરી માગ

ત્યારે ટ્રેડિશનલ સીટી એન્જિનિયર રાજેશ સીમપીએ કહ્યું કે સર્વે કરીને નવી લાઈન નાખવાની કામગીરી કરાશે. સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ અધિકારીઓ અને ઈજારદાર સામે તપાસની માગ કરી છે અને સ્થાનિક રહીશ વિજય મટુએ પણ રોડ બનાવનારા કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા માગ કરી છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સતત પડી રહેલા ભૂવાના કારણે હવે સંસ્કારીનગરી વડોદરા હવે જાણે કે ખાડાનગરી બની ગઈ હોય તેવુ લાગી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ચોમાસામાં પણ સંસ્કારીનગરીમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી હતી અને શહેરીજનો દ્વારા અનેક રીતે વિરોધ વ્યક્ત કરીને તંત્રને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પણ તંત્રને કોઈ ચિંતાના હોય તેવું લાગી રહ્યું છે.

વડોદરા શહેરમાં વકર્યો રોગચાળો, 3 દિવસમાં ડેન્ગ્યુના 19 કેસ

બીજી તરફ વડોદરા શહેરમાં પૂર બાદ રોગચાળો પણ વર્ક્યો છે. શહેરમાં છેલ્લા 3 દિવસમાં જ ડેન્ગ્યુના પણ 19 કેસ સામે આવ્યા છે. ત્યારે મેલેરિયાના 3 કેસ, કમળાના 4 કેસ નોંધાયા છે. ટાઈફોઈડના 4 કેસ અને ચિકનગુનિયાનો 1 કેસ પણ સામે આવ્યો છે તો શહેરમાં ડાયેરિયાના 215 કેસ નોંધાયા છે.આજવા રોડ પર રહેતી પરણીતાને એક સપ્તાહથી તાવ અને વોમિટિંગ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી પણ સારવાર માટે હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના તબીબોએ પરણીતાને મૃત જાહેર કરી હતી.