Suratમાં સ્કૂલવાન ચાલકે વિધાર્થીનીને અડપલા કરી ફોટા પાડી દીધા, પોલીસે નોંધી ફરિયાદ
સુરતમાં સ્કૂલ વાનચાલકે વિદ્યાર્થિનીની છેડતી કરી હોવાની વાત સામે આવી છે,ધોરણ 11માં અભ્યાસ કરતી વિધાર્થીનીની છેડતી સ્કૂલવાન ચાલકે કરતા માતા-પિતાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે,વિધાર્થીનીનું કહેવું છે કે,છેલ્લા એક મહિનાથી સ્કૂલવેન ચાલક અડપલા કરતા હતો અને ફોટા પણ પાડતો હતો જેને લઈ પોલીસ પણ ચૌંકી ઉઠી હતી. માતા-પિતાને વિધાર્થીનીને કરી જાણ સુરતમાં સ્કૂલવેન ચાલક વિજય પોસ્ટુગીએ ધોરણ 11માં ભણતી વિધાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે,છેલ્લા એક મહિનાથી કારમાં આ સ્કૂલવેન ચાલક વિધાર્થીનીને અડપલા કરી છેડતી કરતો હતો અને મોબાઈલમાં ફોટો પણ પાડી લેતો હતો,વિધાર્થીનીએ આ સમગ્ર ઘટનાની જાણ પહેલા શાળાના શિક્ષિકાને કરી હતી અને ત્યારબાદ સ્કૂલવેન ચાલક પણ બદલાવી દીધો હતો,પરંતુ તેમ છત્તા સ્કૂલવેન ચાલક વિધાર્થીની અડપલા કરતો હતો જેને લઈ માતા-પિતાને જાણ વિધાર્થીનીએ કરી હતી. પોલીસે નોંધી પોકસો હેઠળ ફરિયાદ સુરતના અડાજણમાં પોકસ હેઠળ ફરિયાદ નોંધાઈ છે,જેમાં સ્કૂલવેન ચાલકે શારીરિક અડપલા કર્યા હોવાની વાત સામે આવી છે.વિધાર્થીના માતા-પિતાના જણાવ્યા અનુસાર પોલીસે ફરિયાદ નોંધી આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે,હજી સુધી પોલીસે આરોપીની ધરપકડ કરી નથી.પોલીસે વિધાર્થીની અને તેના માતા-પિતાનું નિવેદન નોંધ્યું છે,સાથે સાથે અન્ય વિધાર્થીનીઓ જે સાથે સ્કૂલવેનમાં આવતી હતી તેમની પણ પૂછપરછ કરી છે. માતા-પિતાએ પાઠ લેવો જરૂરી છે ગુજરાતમાં ઘણીવાર આવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે,તેમ છત્તા માતા-પિતા તેમાંથી કંઈ બોધપઠ લેતા નથી,જો તમારી પાસે સમય હોય અને વાહન હોય તો તમે જ તમારા બાળકને શાળા સુધી મુકીને આવો તેમને એકલું વાહન પણ ના આપો,જો તમે સુરક્ષિત રીતે મૂકીને આવશો તો તમારૂ બાળક પણ સુરક્ષિત રહેશે અને તમને કોઈ ચિંતા પણ નહી થાય,જયારે તમે તમારા બાળકને તમે બીજાના ભરોશે મૂકો છો ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં સ્કૂલ વાનચાલકે વિદ્યાર્થિનીની છેડતી કરી હોવાની વાત સામે આવી છે,ધોરણ 11માં અભ્યાસ કરતી વિધાર્થીનીની છેડતી સ્કૂલવાન ચાલકે કરતા માતા-પિતાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે,વિધાર્થીનીનું કહેવું છે કે,છેલ્લા એક મહિનાથી સ્કૂલવેન ચાલક અડપલા કરતા હતો અને ફોટા પણ પાડતો હતો જેને લઈ પોલીસ પણ ચૌંકી ઉઠી હતી.
માતા-પિતાને વિધાર્થીનીને કરી જાણ
સુરતમાં સ્કૂલવેન ચાલક વિજય પોસ્ટુગીએ ધોરણ 11માં ભણતી વિધાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે,છેલ્લા એક મહિનાથી કારમાં આ સ્કૂલવેન ચાલક વિધાર્થીનીને અડપલા કરી છેડતી કરતો હતો અને મોબાઈલમાં ફોટો પણ પાડી લેતો હતો,વિધાર્થીનીએ આ સમગ્ર ઘટનાની જાણ પહેલા શાળાના શિક્ષિકાને કરી હતી અને ત્યારબાદ સ્કૂલવેન ચાલક પણ બદલાવી દીધો હતો,પરંતુ તેમ છત્તા સ્કૂલવેન ચાલક વિધાર્થીની અડપલા કરતો હતો જેને લઈ માતા-પિતાને જાણ વિધાર્થીનીએ કરી હતી.
પોલીસે નોંધી પોકસો હેઠળ ફરિયાદ
સુરતના અડાજણમાં પોકસ હેઠળ ફરિયાદ નોંધાઈ છે,જેમાં સ્કૂલવેન ચાલકે શારીરિક અડપલા કર્યા હોવાની વાત સામે આવી છે.વિધાર્થીના માતા-પિતાના જણાવ્યા અનુસાર પોલીસે ફરિયાદ નોંધી આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે,હજી સુધી પોલીસે આરોપીની ધરપકડ કરી નથી.પોલીસે વિધાર્થીની અને તેના માતા-પિતાનું નિવેદન નોંધ્યું છે,સાથે સાથે અન્ય વિધાર્થીનીઓ જે સાથે સ્કૂલવેનમાં આવતી હતી તેમની પણ પૂછપરછ કરી છે.
માતા-પિતાએ પાઠ લેવો જરૂરી છે
ગુજરાતમાં ઘણીવાર આવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે,તેમ છત્તા માતા-પિતા તેમાંથી કંઈ બોધપઠ લેતા નથી,જો તમારી પાસે સમય હોય અને વાહન હોય તો તમે જ તમારા બાળકને શાળા સુધી મુકીને આવો તેમને એકલું વાહન પણ ના આપો,જો તમે સુરક્ષિત રીતે મૂકીને આવશો તો તમારૂ બાળક પણ સુરક્ષિત રહેશે અને તમને કોઈ ચિંતા પણ નહી થાય,જયારે તમે તમારા બાળકને તમે બીજાના ભરોશે મૂકો છો ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે.