Sarangpur શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને જરદોશી વર્કવાળા વાઘા અને ફુલોનો કરાયો દિવ્ય શણગાર

ત્રીજા નોરતે અને શનિવાર નિમિતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને જરદોશી વર્કવાળા વાઘા અને 200 કિલો ફુલોનો દિવ્ય શણગાર તથા દાદાને પ્રિય સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે.ગઈકાલે પણ દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો,દર તહેવાર અને સારા પ્રસંગ વખતે દાદાને વિશેષ શણગાર કરવામાં આવે છે. દાદાને સુખડીનો અન્નકૂટ ધરાવાયો વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા અને ફુલોનો શણગાર કરવામાં આવ્યો હતો.સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા સવારે 07:00 શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.સાથે શ્રીકષ્ટભંનજન દેવને સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ફુલોનો કારાયો વિશેષ શણગાર આજે કરાયેલા દાદાના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શારદીય નવરાત્રીના ત્રીજા નોરતે અને શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને મથુરામાં 20 દિવસની મહેનતે પ્યોર સિલ્કના કાપડમાંથી જરદોશી વર્કવાળા વાઘા પહેરાવામાં આવ્યા છે. આ સાથે દાદાનું સિંહાસન 200 કિલો ગુલાબ, સેવંતી અને ગલગોટાના ફુલથી શણગાર્યું છે. આ ઉપરાંત હનુમાનજીને 101 કિલો સુખડી પણ ધરાવવામાં આવી છે. 18-09-2024ના રોજ 300 કિલો સુખડી ધરાવાયી પૂનમ નિમિત્તે દાદાને સફેદ હંસની થીમવાળા વાઘા અને સિંહાસને ફળ-ફુલનો શણગાર કરાયો હતો. દાદાના સિંહાસને 200 કિલો એન્થોરિયમ, ગુલાબ, સફરજ અને દાડમનો શણગાર કરાયો હતો. આ તમામ ફુલ અને ફ્રુટ વડોદરાથી મંગાવ્યા હતા. તો દાદાને 300 કિલો સુખડીનો અન્નકુટ પણ ધરાવાયો હતો.6 સંતો, પાર્ષદ અને ભક્તોને આ શણગાર કરતાં ચાર કલાક લાગ્યા હતા. 14-09-2024ના રોજ ફૂલોનો શણગાર કરાયો હતો દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતુ કે, દાદાને એકાદશી -શનિવાર નિમિત્તે વિશેષ વાઘા અને સિંહાસને ૩00 કિલો ફુલનો શણગાર કરાયો હતો. આ તમામ ફૂલ વડોદરાથી મંગાવવામાં આવ્યા હતા. જેમાં ઓર્કિડ અને ગુલાબના ફુલ છે. 6 સંતો -પાર્ષદોની મહેનત અને 4-5 કલાકનો સમય લાગ્યો હતો. તોસાંજે દાદાનું રાજોપચાર પૂજન -અભિષેક- આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાળંગપુર મંદિરને વીજ બીલને લઈ થશે ફાયદો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ ગ્રીન એનર્જી માટે સોલાર રૂફટોપ સિસ્ટમને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે સ્વામિનારાયણ મંદિર-વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથીગુજરાતના સૌથી મોટા કષ્ટભંજનદેવ ભોજનાલયના ટેરેસ ઉપર 200 કિલો વોટના સોલાર પ્લાન્ટનું ઉદ્ધાટન કરાયું છે.

Sarangpur શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને જરદોશી વર્કવાળા વાઘા અને ફુલોનો કરાયો દિવ્ય શણગાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ત્રીજા નોરતે અને શનિવાર નિમિતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને જરદોશી વર્કવાળા વાઘા અને 200 કિલો ફુલોનો દિવ્ય શણગાર તથા દાદાને પ્રિય સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે.ગઈકાલે પણ દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો,દર તહેવાર અને સારા પ્રસંગ વખતે દાદાને વિશેષ શણગાર કરવામાં આવે છે.

દાદાને સુખડીનો અન્નકૂટ ધરાવાયો

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા અને ફુલોનો શણગાર કરવામાં આવ્યો હતો.સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા સવારે 07:00 શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.સાથે શ્રીકષ્ટભંનજન દેવને સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.


ફુલોનો કારાયો વિશેષ શણગાર

આજે કરાયેલા દાદાના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શારદીય નવરાત્રીના ત્રીજા નોરતે અને શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને મથુરામાં 20 દિવસની મહેનતે પ્યોર સિલ્કના કાપડમાંથી જરદોશી વર્કવાળા વાઘા પહેરાવામાં આવ્યા છે. આ સાથે દાદાનું સિંહાસન 200 કિલો ગુલાબ, સેવંતી અને ગલગોટાના ફુલથી શણગાર્યું છે. આ ઉપરાંત હનુમાનજીને 101 કિલો સુખડી પણ ધરાવવામાં આવી છે.

18-09-2024ના રોજ 300 કિલો સુખડી ધરાવાયી

પૂનમ નિમિત્તે દાદાને સફેદ હંસની થીમવાળા વાઘા અને સિંહાસને ફળ-ફુલનો શણગાર કરાયો હતો. દાદાના સિંહાસને 200 કિલો એન્થોરિયમ, ગુલાબ, સફરજ અને દાડમનો શણગાર કરાયો હતો. આ તમામ ફુલ અને ફ્રુટ વડોદરાથી મંગાવ્યા હતા. તો દાદાને 300 કિલો સુખડીનો અન્નકુટ પણ ધરાવાયો હતો.6 સંતો, પાર્ષદ અને ભક્તોને આ શણગાર કરતાં ચાર કલાક લાગ્યા હતા.

14-09-2024ના રોજ ફૂલોનો શણગાર કરાયો હતો

દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતુ કે, દાદાને એકાદશી -શનિવાર નિમિત્તે વિશેષ વાઘા અને સિંહાસને ૩00 કિલો ફુલનો શણગાર કરાયો હતો. આ તમામ ફૂલ વડોદરાથી મંગાવવામાં આવ્યા હતા. જેમાં ઓર્કિડ અને ગુલાબના ફુલ છે. 6 સંતો -પાર્ષદોની મહેનત અને 4-5 કલાકનો સમય લાગ્યો હતો. તોસાંજે દાદાનું રાજોપચાર પૂજન -અભિષેક- આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાળંગપુર મંદિરને વીજ બીલને લઈ થશે ફાયદો

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ ગ્રીન એનર્જી માટે સોલાર રૂફટોપ સિસ્ટમને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે સ્વામિનારાયણ મંદિર-વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથીગુજરાતના સૌથી મોટા કષ્ટભંજનદેવ ભોજનાલયના ટેરેસ ઉપર 200 કિલો વોટના સોલાર પ્લાન્ટનું ઉદ્ધાટન કરાયું છે.