Dahod: નરાધમ આચાર્ય ગોવિંદ નટના 5 દિવસના રિમાન્ડ મંજૂર

દાહોદના સિંગવડના તોરણી પ્રાથમિક શાળામાં આચાર્ય દ્વારા 6 વર્ષીય બાળકીની હત્યા મામલે નરાધમ ગોવિંદ નટના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપી આચાર્ય ગોવિંદ નટને પોલીસે કોર્ટમાં રજુ કર્યો અને આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.કોર્ટમાં આરોપી તરફે કોઈ વકીલ હાજર ન રહ્યા જો કે કોર્ટે આરોપીના 27 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ આપ્યા છે. આરોપી તરફે વકીલ હાજર ન રહેતા આરોપી ગોવિંદ નટ દ્વારા જ પોતાની રજુઆત કરવામાં આવી હતી અને કોર્ટે આરોપીને પુછતા આટલા દિવસના રિમાન્ડની જરૂર ના હોય તેમ જણાવ્યુ હતું. આરોપીએ કોર્ટમાં જજ સાહેબને કહ્યું કે પોલીસે તપાસ કરી તે સાચી હશે. ઉલ્લેખનીય છે કે સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા બાળકી જોડે દુષ્કર્મનો પ્રયાસ અને હત્યા મામલે લીમખેડા બાર એસોસિએશન દ્વારા આરોપી આચાર્યનો કેસ ન લડવાનો નિર્ણય લીધો છે, તેથી લીમખેડા તાલુકાના એક પણ વકીલ નરાધમ આચાર્ય ગોવિંદ નટનો કેસ લડશે નહીં. દાહોદમાં નરાધમ શિક્ષક ગોવિંદ નટ સસ્પેન્ડ તમને જણાવી દઈએ કે આ નરાધમ આચાર્યએ 6 વર્ષીય બાળકીને શારિરીક અડપલાં કર્યા હતા અને ગળું દબાવીને હત્યા કરી હતી, ત્યારબાદ પોલીસે સમગ્ર મામલાની જાણકારી જિલ્લા શિક્ષણ અધિકારીને આપી હતી અને તે રીપોર્ટ બાદ આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આચાર્યને ફરજ મોકૂફ કર્યો હતો. દાહોદમાં આચાર્ય દ્વારા બાળકીની હત્યા મુદ્દે તપાસ તેજ ઉલ્લેખનીય છે કે દાહોદમાં આચાર્ય દ્વારા બાળકીની હત્યા મુદ્દે તપાસ તેજ કરવામાં આવી હતી અને આચાર્ય ગોવિંદ નટને મેડિકલ તપાસ માટે પણ લઈ જવામાં આવ્યો હતો. લીમખેડાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ તપાસ કરવામાં આવી હતી અને આચાર્યના સ્પર્મ સહિતના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જો કે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાની કબુલાત આરોપીએ પોલીસ સમક્ષ કરી લીધી છે. ત્યારે નરાધમ આચાર્યની કાર પણ પોલીસે કબજામાં લીધી છે અને કારને પણ ફોરેન્સિક તપાસ માટે ગાંધીનગર મોકલાશે. આચાર્યએ સ્કૂલે જતી બાળકીને લિફટ આપી હતી અને કારમાં બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો અને બાળકીએ બૂમાબૂમ કરતાં ગળું દબાવી હત્યા કરી હતી.

Dahod: નરાધમ આચાર્ય ગોવિંદ નટના 5 દિવસના રિમાન્ડ મંજૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાહોદના સિંગવડના તોરણી પ્રાથમિક શાળામાં આચાર્ય દ્વારા 6 વર્ષીય બાળકીની હત્યા મામલે નરાધમ ગોવિંદ નટના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપી આચાર્ય ગોવિંદ નટને પોલીસે કોર્ટમાં રજુ કર્યો અને આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

કોર્ટમાં આરોપી તરફે કોઈ વકીલ હાજર ન રહ્યા

જો કે કોર્ટે આરોપીના 27 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ આપ્યા છે. આરોપી તરફે વકીલ હાજર ન રહેતા આરોપી ગોવિંદ નટ દ્વારા જ પોતાની રજુઆત કરવામાં આવી હતી અને કોર્ટે આરોપીને પુછતા આટલા દિવસના રિમાન્ડની જરૂર ના હોય તેમ જણાવ્યુ હતું. આરોપીએ કોર્ટમાં જજ સાહેબને કહ્યું કે પોલીસે તપાસ કરી તે સાચી હશે. ઉલ્લેખનીય છે કે સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા બાળકી જોડે દુષ્કર્મનો પ્રયાસ અને હત્યા મામલે લીમખેડા બાર એસોસિએશન દ્વારા આરોપી આચાર્યનો કેસ ન લડવાનો નિર્ણય લીધો છે, તેથી લીમખેડા તાલુકાના એક પણ વકીલ નરાધમ આચાર્ય ગોવિંદ નટનો કેસ લડશે નહીં.

દાહોદમાં નરાધમ શિક્ષક ગોવિંદ નટ સસ્પેન્ડ

તમને જણાવી દઈએ કે આ નરાધમ આચાર્યએ 6 વર્ષીય બાળકીને શારિરીક અડપલાં કર્યા હતા અને ગળું દબાવીને હત્યા કરી હતી, ત્યારબાદ પોલીસે સમગ્ર મામલાની જાણકારી જિલ્લા શિક્ષણ અધિકારીને આપી હતી અને તે રીપોર્ટ બાદ આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આચાર્યને ફરજ મોકૂફ કર્યો હતો.

દાહોદમાં આચાર્ય દ્વારા બાળકીની હત્યા મુદ્દે તપાસ તેજ

ઉલ્લેખનીય છે કે દાહોદમાં આચાર્ય દ્વારા બાળકીની હત્યા મુદ્દે તપાસ તેજ કરવામાં આવી હતી અને આચાર્ય ગોવિંદ નટને મેડિકલ તપાસ માટે પણ લઈ જવામાં આવ્યો હતો. લીમખેડાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ તપાસ કરવામાં આવી હતી અને આચાર્યના સ્પર્મ સહિતના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જો કે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાની કબુલાત આરોપીએ પોલીસ સમક્ષ કરી લીધી છે. ત્યારે નરાધમ આચાર્યની કાર પણ પોલીસે કબજામાં લીધી છે અને કારને પણ ફોરેન્સિક તપાસ માટે ગાંધીનગર મોકલાશે. આચાર્યએ સ્કૂલે જતી બાળકીને લિફટ આપી હતી અને કારમાં બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો અને બાળકીએ બૂમાબૂમ કરતાં ગળું દબાવી હત્યા કરી હતી.