ફાયર વિભાગમાં નોકરી માટે અરજી કરનારા ત્રણ વિવાદાસ્પદ સહિત નવ અધિકારીઓના દસ્તાવેજ ચકાસાયા

        અમદાવાદ,બુધવાર,21 ઓગસ્ટ,2024રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ અમદાવાદ ફાયર વિભાગમાં ભરતી પ્રક્રીયા કરાઈ રહી છે.કુલ ૧૧૯ જગ્યા માટે જાહેરાત બહાર પાડવામાં  આવી હતી.અમદાવાદ ફાયર વિભાગના ત્રણ વિવાદાસ્પદ સહિત નવ અધિકારીઓ દ્વારા રજુ કરવામાં આવેલા દસ્તાવેજોની ચકાસણી પુરી કરાઈ છે.નોકરી મેળવવાની રેસમાં હાલના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તથા ઈન્ચાર્જ એડીશનલ ફાયર ઓફિસર પણ રેસમાં છે.ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર,એડીશનલ ચીફ ફાયર ઓફિસર તથા બે ડેપ્યુટી ફાયર ઓફિસર એમ કુલ ચાર જગ્યા માટે ૫૩ અરજી આવી હતી.૩૦ ઓગસ્ટ સુધીમાં ચાર જગ્યા માટે અંતિમ નિર્ણય લેવાય એવી સંભાવના છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ફાયર વિભાગ માટે ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર,એડીશનલ ચીફ ફાયર ઓફિસર ઉપરાંત બ ઈન્ચાર્જ ડેપ્યુટી ફાયર ઓફિસરની જગ્યા ભરવા માટે અરજી મંગાવવામાં આવી હતી.લાંચ પ્રકરણમાં બરતરફ કરવામાં આવેલા પૂર્વ ડિવીઝનલ ફાયર ઓફિસર મનીષ મોઢ ઉપરાંત જેમને મ્યુનિ.ના ઈન્ડસ્ટ્રીયલ રીલેશન વિભાગ તરફથી ફાઈનલ ટર્મિનેશન નોટિસ આપવામા આવી છે એવા પ્રોબેશન ઉપર ફરજ બજાવતા  ડિવીઝનલ ફાયર ઓફિસર ઓમ જાડેજા, ઈનાયત શેખ ઉપરાંત ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયા, ઈન્ચાર્જ એડીશનલ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રી, સ્ટેશન ઓફિસર પંકજ રાવલ, નૈતિક ભટ્ટ ઉપરાંત રમેશપુરી ગોસ્વામી અને સ્વસ્તિક જાડેજા તરફથી રજુ કરવામાં આવેલા દસ્તાવેજોનુ વેરીફિકેશન સેન્ટ્રલ ઓફિસ દ્વારા પુરુ કરવામાં આવ્યુ છે.અમદાવાદ ઉપરાંત વડોદરા,ગાંધીનગર તથા ભરુચના અધિકારીઓએ પણ અરજી કરી હોવાનું જાણવા મળે છે.

ફાયર વિભાગમાં નોકરી માટે અરજી કરનારા ત્રણ વિવાદાસ્પદ સહિત નવ અધિકારીઓના દસ્તાવેજ ચકાસાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

     

  અમદાવાદ,બુધવાર,21 ઓગસ્ટ,2024

રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ અમદાવાદ ફાયર વિભાગમાં ભરતી પ્રક્રીયા કરાઈ રહી છે.કુલ ૧૧૯ જગ્યા માટે જાહેરાત બહાર પાડવામાં  આવી હતી.અમદાવાદ ફાયર વિભાગના ત્રણ વિવાદાસ્પદ સહિત નવ અધિકારીઓ દ્વારા રજુ કરવામાં આવેલા દસ્તાવેજોની ચકાસણી પુરી કરાઈ છે.નોકરી મેળવવાની રેસમાં હાલના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તથા ઈન્ચાર્જ એડીશનલ ફાયર ઓફિસર પણ રેસમાં છે.ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર,એડીશનલ ચીફ ફાયર ઓફિસર તથા બે ડેપ્યુટી ફાયર ઓફિસર એમ કુલ ચાર જગ્યા માટે ૫૩ અરજી આવી હતી.૩૦ ઓગસ્ટ સુધીમાં ચાર જગ્યા માટે અંતિમ નિર્ણય લેવાય એવી સંભાવના છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ફાયર વિભાગ માટે ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર,એડીશનલ ચીફ ફાયર ઓફિસર ઉપરાંત બ ઈન્ચાર્જ ડેપ્યુટી ફાયર ઓફિસરની જગ્યા ભરવા માટે અરજી મંગાવવામાં આવી હતી.લાંચ પ્રકરણમાં બરતરફ કરવામાં આવેલા પૂર્વ ડિવીઝનલ ફાયર ઓફિસર મનીષ મોઢ ઉપરાંત જેમને મ્યુનિ.ના ઈન્ડસ્ટ્રીયલ રીલેશન વિભાગ તરફથી ફાઈનલ ટર્મિનેશન નોટિસ આપવામા આવી છે એવા પ્રોબેશન ઉપર ફરજ બજાવતા  ડિવીઝનલ ફાયર ઓફિસર ઓમ જાડેજા, ઈનાયત શેખ ઉપરાંત ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયા, ઈન્ચાર્જ એડીશનલ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રી, સ્ટેશન ઓફિસર પંકજ રાવલ, નૈતિક ભટ્ટ ઉપરાંત રમેશપુરી ગોસ્વામી અને સ્વસ્તિક જાડેજા તરફથી રજુ કરવામાં આવેલા દસ્તાવેજોનુ વેરીફિકેશન સેન્ટ્રલ ઓફિસ દ્વારા પુરુ કરવામાં આવ્યુ છે.અમદાવાદ ઉપરાંત વડોદરા,ગાંધીનગર તથા ભરુચના અધિકારીઓએ પણ અરજી કરી હોવાનું જાણવા મળે છે.