સરકારના અતિવૃષ્ટિના સહાય પેકેજમાં અમરેલીને રખાયું બાકાત, કોંગ્રેસે ઠેરઠેર કર્યુ વિરોધ પ્રદર્શન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલી જિલ્લામાં રાજુલા, જાફરાબાદ કોંગ્રેસ સમિતિ દ્વારા અતિવૃષ્ટિમાં અમરેલીને બાકાત કરવાના મુદ્દે અને વિવિધ સ્થાનિક લોકોના પ્રશ્નો મુદ્દે કોંગ્રેસ દ્વારા રાજુલામાં ધરણા પ્રદશન યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
અનેક જગ્યાએ કોંગ્રેસ દ્વારા ધરણાઓ કરવામાં આવ્યા
રાજ્યમાં ખેડૂતોને અતિવૃષ્ટિમાં થયેલા નુકસાન અંગે રાજય સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કર્યા બાદ અમરેલી જિલ્લાનો સમાવેશ નહીં થતા કોંગ્રેસ દ્વારા આ મુદ્દો ઉઠાવી અમરેલી જિલ્લામાં તાલુકા વાઈઝ વિધાનસભા વિસ્તારમાં ધરણાઓ શરૂ કરવામાં આવ્યા છે. આજે રાજુલા જાફરાબાદ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજુલા શહેરમાં સવારે 10થી 12 વાગ્યા સુધી ધરણાં પ્રદશન કરવામાં આવ્યું.
અનેક નેતાઓ વિરોધ કરવા થયા સામેલ
જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત, પૂર્વ સાંસદ વિરજી ઠુમર સહિત કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધરણામાં જોડાયા હતા. ખેડૂતોને અતિવૃષ્ટિસ દેવા માફી, ખાંભામાં ઈકોઝોનનો પ્રશ્ન સહિત વિવિધ મુદ્દાઓ સાથે ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા હતા. આગામી દિવસોમાં અમરેલી જિલ્લામાં 4 નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે તેવા સમયે રાજુલા, જાફરાબાદ બંને નગરપાલિકાની ચૂંટણીઓ પણ યોજાવવાની છે. તેવા સમયે ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં કોંગ્રેસે વધુ સક્રિયતા દાખવી અને સંગઠન મજબૂત કરવા માટેની કવાયત પણ હાથ ધરી છે.
અમરેલી જિલ્લામાં ભાજપનું શાસન
આ ઉપરાંત ચૂંટણી પહેલા સ્થાનિક વિવિધ ખેડૂતો, ઉદ્યોગોના પ્રશ્નોને લઈ કોંગ્રેસ આક્રમણ બની ભાજપ સામે મોરચો માંડી દેવામાં આવ્યો છે. અમરેલી જિલ્લામાં 5 વિધાનસભા, તાલુકા પંચાયત, નગરપાલિકાઓમાં ભાજપનું શાસન છે. તેવા સમયે કોંગ્રેસ સતા વિહોણી હોવા છતાં ભાજપ સામે અવાજ ઉઠાવી પ્રજા વચ્ચે રહેવા વિપક્ષ સતત પ્રયાસ કરી રહ્યું છે.
What's Your Reaction?






