Gujarat: અતિવૃષ્ટિથી નુકસાની પર કેન્દ્ર સરકારે ગુજરાતને 600 કરોડની સહાય મંજૂર કરી

કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને 600 કરોડની સહાય મંજૂર કરી છે. કેન્દ્ર સરકારની ટીમે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ફરી અતિવૃષ્ટિથી નુકસાની અંગે સર્વે કર્યો હતો. નેશનલ ડિઝાસ્ટર રિલિફ ફંડમાંથી એડવાન્સ તરીકે સહાય આપવા મંજૂરી આપવામાં આવી.ગુજરાતમાં પડી રહેલ અવિરત વરસાદને પગલે લોકોનાં ઘરોમાં તેમજ ખેતરોમાં પાણી ઘુસી જતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે વહીવટી તંત્ર દ્વારા નુકશાનીનો આંકડો એકત્ર કરવા માટે તમામ વિભાગને આદેશ આપી દેવામાં આવ્યો હતો. નુકસાનીની વિગતો મેળવી કેન્દ્ર સરકારને મેમોરેન્ડમ મોકલવામાં આવ્યું હતું. તેમજ કેન્દ્ર સરકારની ટીમ ત્રણ દિવસ બાદ ગુજરાત આવી હતી અને કેન્દ્રની ટીમ ગુજરાતમાં નુકશાનીનો સર્વે કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા સહાયની ચૂકવણી કરવામાં આવી ગુજરાતમાં પડેલ વરસાદે ભારે તારાજી સર્જી હતી. ગુજરાતનાં રાહત કમિશનરને નિવેદન આપ્યું હતું કે, ગુજરાતમાં પુરનાં લીધે 49 લોકોનાં મોત થયા હતા. તેમજ 14 જિલ્લામાં અસર થઈ હતી. તેમજ પુરનાં કારણે 1.69 લાખ લોકોને 8 કરોડથી વધુ કેશ ડોલ્સ ચૂકવાઈ છે. જેમાં 50,111 કુટુંબોને રકમ ચૂવવામાં આવી છે. જ્યારે 22 માનવ મૃત્યુમાં પણ ચૂકવણું થયું છે. જ્યારે 49 ના મૃત્યું થયા હતા. જેઓને પણ સહાય ચૂકવવામાં આવી છે. ગુજરાતમાં ભારે વરસાદને પગલે 4773 મકાનો ડેમેજ થતા તેઓને પણ રકમ ચૂકવાઈ છે.

Gujarat: અતિવૃષ્ટિથી નુકસાની પર કેન્દ્ર સરકારે ગુજરાતને 600 કરોડની સહાય મંજૂર કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને 600 કરોડની સહાય મંજૂર કરી છે. કેન્દ્ર સરકારની ટીમે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ફરી અતિવૃષ્ટિથી નુકસાની અંગે સર્વે કર્યો હતો. નેશનલ ડિઝાસ્ટર રિલિફ ફંડમાંથી એડવાન્સ તરીકે સહાય આપવા મંજૂરી આપવામાં આવી.

ગુજરાતમાં પડી રહેલ અવિરત વરસાદને પગલે લોકોનાં ઘરોમાં તેમજ ખેતરોમાં પાણી ઘુસી જતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે વહીવટી તંત્ર દ્વારા નુકશાનીનો આંકડો એકત્ર કરવા માટે તમામ વિભાગને આદેશ આપી દેવામાં આવ્યો હતો. નુકસાનીની વિગતો મેળવી કેન્દ્ર સરકારને મેમોરેન્ડમ મોકલવામાં આવ્યું હતું. તેમજ કેન્દ્ર સરકારની ટીમ ત્રણ દિવસ બાદ ગુજરાત આવી હતી અને કેન્દ્રની ટીમ ગુજરાતમાં નુકશાનીનો સર્વે કર્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા સહાયની ચૂકવણી કરવામાં આવી

ગુજરાતમાં પડેલ વરસાદે ભારે તારાજી સર્જી હતી. ગુજરાતનાં રાહત કમિશનરને નિવેદન આપ્યું હતું કે, ગુજરાતમાં પુરનાં લીધે 49 લોકોનાં મોત થયા હતા. તેમજ 14 જિલ્લામાં અસર થઈ હતી. તેમજ પુરનાં કારણે 1.69 લાખ લોકોને 8 કરોડથી વધુ કેશ ડોલ્સ ચૂકવાઈ છે. જેમાં 50,111 કુટુંબોને રકમ ચૂવવામાં આવી છે. જ્યારે 22 માનવ મૃત્યુમાં પણ ચૂકવણું થયું છે. જ્યારે 49 ના મૃત્યું થયા હતા. જેઓને પણ સહાય ચૂકવવામાં આવી છે. ગુજરાતમાં ભારે વરસાદને પગલે 4773 મકાનો ડેમેજ થતા તેઓને પણ રકમ ચૂકવાઈ છે.