જામજોધપુર પોલીસ સ્ટેશનના અઢી વર્ષ પહેલા યુવતીના અપહરણના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
Jamnagar Kidnapping Case : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મેવાસા આંબરડી ગામમાં રહેતા ભાવેશભાઈ નાનજીભાઈ ચૌહાણ નામના શખ્સ સામે આજથી અઢી વર્ષ પહેલાં જામજોધપુરના પોલીસ મથકમાં એક યુવતીના અપહરણ અંગેનો ગુનો નોંધાયો હતો, અને તે ગુનામાં ઉપરોક્ત આરોપી છેલ્લા અઢી વર્ષથી નાસ્તો ફરતો રહ્યો હતો.દરમિયાન જામજોધપુર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી, કે ઉપરોક્ત આરોપી મેવાસા આંબરડી ગામે આવ્યો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ભાવેશ ચૌહાણને ઝડપી લીધો હતો, અને તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. જેની સાથે જેનું અપહરણ થયું હતું, તે ભોગ બનનાર યુવતી પણ મળી આવી છે. જેની તબીબી ચકાસણી કરવામાં આવી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Jamnagar Kidnapping Case : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મેવાસા આંબરડી ગામમાં રહેતા ભાવેશભાઈ નાનજીભાઈ ચૌહાણ નામના શખ્સ સામે આજથી અઢી વર્ષ પહેલાં જામજોધપુરના પોલીસ મથકમાં એક યુવતીના અપહરણ અંગેનો ગુનો નોંધાયો હતો, અને તે ગુનામાં ઉપરોક્ત આરોપી છેલ્લા અઢી વર્ષથી નાસ્તો ફરતો રહ્યો હતો.
દરમિયાન જામજોધપુર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી, કે ઉપરોક્ત આરોપી મેવાસા આંબરડી ગામે આવ્યો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ભાવેશ ચૌહાણને ઝડપી લીધો હતો, અને તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. જેની સાથે જેનું અપહરણ થયું હતું, તે ભોગ બનનાર યુવતી પણ મળી આવી છે. જેની તબીબી ચકાસણી કરવામાં આવી રહી છે.