Gujaratમાં છેલ્લા એક સપ્તાહમાં 3,436 માર્ગ અકસ્માત...આ શહેરને સૌથી વધુ કાળે ભરખ્યો
ગુજરાતમાંદિવાળી ટાણે 23થી 29 ઓક્ટોબર સુધીમાં કુલ 3,436 માર્ગ અકસ્માતના નાના-મોટા બનાવો બનેલા છે. જેમાં ઈજાગ્રસ્તોને ઈમરજન્સી સેવા 108ની મદદથી સારવાર આપવામાં આવી હતી. સૌથી વધુ અકસ્માતના બનાવો અમદાવાદમાં 629 બનવા પામ્યા હતા. બીજા ક્રમે સુરતમાં 410, વડોદરામાં 243, રાજકોટમાં 202 વાહન અકસ્માતના ગોઝારા બનાવ બન્યા હતા. જેમાં કેટલાક લોકોના જીવ પણ ગયા છે.દિવાળીના તહેવારમાં સહપરિવાર બહારગામ ફરવા જવા અને વતને જવાનો ક્રેઝ વધ્યો છે. સગા-સંબંધીઓને મળવા જવા-આવવાનું થતું હોય છે. ત્યારે સામાન્ય દિવસો કરતાં દિવાળીના તહેવારોના દિવસોમાં માર્ગ અકસ્માતના બનાવો વધુ બનતા હોય છે. લોકોએ સાચવીને વાહન ચલાવું, બિનજરૂરી ઓવરટેક, ઓવરસ્પીડ ન રાખવી, વાહન ધીમે અને સલામતીપૂર્વક ચલાવવું હિતાવહ છે. દિવાળીના આનંદ, ઉત્સાહભર્યા તહેવારના દિવસો કોઈ પરિવાર માટે માતમના દિવસોમાં ફેરવાઈ ન જાય તે માટે જરૂરી તકેદારી રાખવી પણ ખાસ જરૂરી છે.આજની અકસ્માતની તમામ ઘટનાઓવડોદરામાં જેલ રોડ પર કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત, ઘટનામાં કારચાલકનો બચાવજામનગરમાં ઠેબા ચોકડી પાસે કારચાલકે બાઈકસવાર દંપતીને અડફેટે યુવાનનું મોત, દંપતી અને તેમની બાળકીને ઈજાઓ કેશોદમાં ડોકામરડી અને બાલાગામ વચ્ચે બે બાઈક વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત, 4 ઈજાગ્રસ્ત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાંદિવાળી ટાણે 23થી 29 ઓક્ટોબર સુધીમાં કુલ 3,436 માર્ગ અકસ્માતના નાના-મોટા બનાવો બનેલા છે. જેમાં ઈજાગ્રસ્તોને ઈમરજન્સી સેવા 108ની મદદથી સારવાર આપવામાં આવી હતી. સૌથી વધુ અકસ્માતના બનાવો અમદાવાદમાં 629 બનવા પામ્યા હતા. બીજા ક્રમે સુરતમાં 410, વડોદરામાં 243, રાજકોટમાં 202 વાહન અકસ્માતના ગોઝારા બનાવ બન્યા હતા. જેમાં કેટલાક લોકોના જીવ પણ ગયા છે.
દિવાળીના તહેવારમાં સહપરિવાર બહારગામ ફરવા જવા અને વતને જવાનો ક્રેઝ વધ્યો છે. સગા-સંબંધીઓને મળવા જવા-આવવાનું થતું હોય છે. ત્યારે સામાન્ય દિવસો કરતાં દિવાળીના તહેવારોના દિવસોમાં માર્ગ અકસ્માતના બનાવો વધુ બનતા હોય છે. લોકોએ સાચવીને વાહન ચલાવું, બિનજરૂરી ઓવરટેક, ઓવરસ્પીડ ન રાખવી, વાહન ધીમે અને સલામતીપૂર્વક ચલાવવું હિતાવહ છે. દિવાળીના આનંદ, ઉત્સાહભર્યા તહેવારના દિવસો કોઈ પરિવાર માટે માતમના દિવસોમાં ફેરવાઈ ન જાય તે માટે જરૂરી તકેદારી રાખવી પણ ખાસ જરૂરી છે.
આજની અકસ્માતની તમામ ઘટનાઓ
- વડોદરામાં જેલ રોડ પર કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત, ઘટનામાં કારચાલકનો બચાવ
- જામનગરમાં ઠેબા ચોકડી પાસે કારચાલકે બાઈકસવાર દંપતીને અડફેટે યુવાનનું મોત, દંપતી અને તેમની બાળકીને ઈજાઓ
- કેશોદમાં ડોકામરડી અને બાલાગામ વચ્ચે બે બાઈક વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત, 4 ઈજાગ્રસ્ત