VIDEO: ભાવનગરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં બસ અને ટ્રક ફસાયા, 29 લોકોનું રેસ્ક્યુ
Bhavanagar Bus Incident : ભાવનગરમાં કોળિયાક દર્શન કરવા આવેલી તમિલનાડુની બસ નાળામાં ખાબકી હોવાની ઘટના બની હતી. જોકે આ દરમિયાન ફાયર બ્રિગેડની ટીમે જીવના જોખમે તમામનું રેસ્ક્યુ કરી બચાવી લીધા છે. આ બસમાં કુલ 29 લોકો સવાર હોવાનું કહેવાય છે. ઘટના દરમિયાન કલેક્ટર સહિત પોલીસની ટીમ પણ પહોંચી હતી. આ દરમિયાન બસના મુસાફરોને બચાવવા માટે મોકલાયેલો ટ્રક પણ ફસાઈ ગયો હતો.બસના તમામ શ્રદ્ધાળુઓ તમિલનાડુના વતનીમીડિયાને માહિતી આપતાં પોલીસ ઈન્સ્પેક્ટર ભાગ્યશ્રીબા ઝાલાએ કહ્યું કે, ભાવનગરમાં એક બસ નાળામાં ફસાઈ છે. આ દરમિયાન વરસાદ વચ્ચે 27 મુસાફરો, એક ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિને બચાવી લેવાયા છે. ઉલ્લેખનીય છે કે, ભાવગનરમાં હાલ અનેક સ્થળે વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત માલેશ્રી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જ્યારે આજે ગુરુવારની સાંજે તમિલનાડુ રાજ્યથી કોળિયાક દર્શને કરવા જતા સમયે કોળિયાક ગામના બેઠા પૂલ પરથી નદીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થતા બસ ફસાઈ હતી. જોકે ફાયર બ્રિડેની ટીમે તમામનું રેસ્ક્યુ કરી બચાવી લીધા છે. 29 લોકોનું રેસ્ક્યુસમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગ અને પોલીસ વિભાગને થતા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે ઘટનાને લઈને કલેક્ટરને થતા ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા. આ દરમિયાન 29 મુસાફરો, એક ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિને બચાવી લેવાયા છે.કલેક્ટર શું કહ્યું?ભાવનગર જિલ્લા કલેક્ટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે, 'લોકોને બસમાંથી ટ્રકમાં સિફ્ટ કર્યો છે અને બધા લોકો સલામત છે. પાણીનો પ્રવાહ વધુ હોવાથી બચાવ કામગીરી ચાલી રહી છે. બસ ડ્રાઈવર બહારનો હોવાથી તેને રસ્તાનો ખ્યાલ ન હતો. સ્થાનિક લોકોએ તેમને આગળ ન જવા ચેતવણી આપી હતી. તમામ લોકોને સહીસલામત રીતે બહાર કાઢવાની કામગીરી શરુ છે.'મુસાફરોને બચાવવા મોકલવામાં આવેલી ટ્રક પણ ફસાઈપાણીના ધસમસતા પ્રવાહમાં મુસાફરોથી ફસાયેલી બસ ફસાઈ હતી. પરિણામે તેમને બચાવવા માટે ટ્રકમાં 8 તરવૈયાઓને મોકલવામાં આવ્યા હતા. જો કે, આ દરમિયાન ટ્રક પણ ફસાઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Bhavanagar Bus Incident : ભાવનગરમાં કોળિયાક દર્શન કરવા આવેલી તમિલનાડુની બસ નાળામાં ખાબકી હોવાની ઘટના બની હતી. જોકે આ દરમિયાન ફાયર બ્રિગેડની ટીમે જીવના જોખમે તમામનું રેસ્ક્યુ કરી બચાવી લીધા છે. આ બસમાં કુલ 29 લોકો સવાર હોવાનું કહેવાય છે. ઘટના દરમિયાન કલેક્ટર સહિત પોલીસની ટીમ પણ પહોંચી હતી. આ દરમિયાન બસના મુસાફરોને બચાવવા માટે મોકલાયેલો ટ્રક પણ ફસાઈ ગયો હતો.
બસના તમામ શ્રદ્ધાળુઓ તમિલનાડુના વતની
મીડિયાને માહિતી આપતાં પોલીસ ઈન્સ્પેક્ટર ભાગ્યશ્રીબા ઝાલાએ કહ્યું કે, ભાવનગરમાં એક બસ નાળામાં ફસાઈ છે. આ દરમિયાન વરસાદ વચ્ચે 27 મુસાફરો, એક ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિને બચાવી લેવાયા છે. ઉલ્લેખનીય છે કે, ભાવગનરમાં હાલ અનેક સ્થળે વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત માલેશ્રી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જ્યારે આજે ગુરુવારની સાંજે તમિલનાડુ રાજ્યથી કોળિયાક દર્શને કરવા જતા સમયે કોળિયાક ગામના બેઠા પૂલ પરથી નદીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થતા બસ ફસાઈ હતી. જોકે ફાયર બ્રિડેની ટીમે તમામનું રેસ્ક્યુ કરી બચાવી લીધા છે.
29 લોકોનું રેસ્ક્યુ
સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગ અને પોલીસ વિભાગને થતા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે ઘટનાને લઈને કલેક્ટરને થતા ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા. આ દરમિયાન 29 મુસાફરો, એક ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિને બચાવી લેવાયા છે.
કલેક્ટર શું કહ્યું?
ભાવનગર જિલ્લા કલેક્ટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે, 'લોકોને બસમાંથી ટ્રકમાં સિફ્ટ કર્યો છે અને બધા લોકો સલામત છે. પાણીનો પ્રવાહ વધુ હોવાથી બચાવ કામગીરી ચાલી રહી છે. બસ ડ્રાઈવર બહારનો હોવાથી તેને રસ્તાનો ખ્યાલ ન હતો. સ્થાનિક લોકોએ તેમને આગળ ન જવા ચેતવણી આપી હતી. તમામ લોકોને સહીસલામત રીતે બહાર કાઢવાની કામગીરી શરુ છે.'
મુસાફરોને બચાવવા મોકલવામાં આવેલી ટ્રક પણ ફસાઈ
પાણીના ધસમસતા પ્રવાહમાં મુસાફરોથી ફસાયેલી બસ ફસાઈ હતી. પરિણામે તેમને બચાવવા માટે ટ્રકમાં 8 તરવૈયાઓને મોકલવામાં આવ્યા હતા. જો કે, આ દરમિયાન ટ્રક પણ ફસાઈ છે.