Vadodara ફરી બની મગર નગરી, સામે આવ્યો રૂવાડા ઉભો કરી દેતો Video

વડોદરા શહેરમાં પૂર બાદ મગરો દેખાયા રોડ પર વિશ્વામિત્રી નદીનો વીડિયો આવ્યો સામે મગર પશુનું મારણ કરી નદીમાં લઈ ગયો ગુજરાતની વડોદરા નગરી એ સંસ્કારી નગરી તરીકે તો ઓળખાય છે,પરંતુ સાથે સાથે મગરોની નગરી તરીકે પણ હવે ઓળખાતી થઈ છે,જી હા,વડોદરામાં પૂરના સમયે મગરો નદીની બહાર આવી જતા હોય છે,તાજેતરમાં જે પૂર આવ્યું તેમાં પણ મગરો નદીના પૂરની સાથે બહાર આવી ગયા હતા,આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં વિશ્વામિત્રી નદીમાં મગર પશુનું મારણ કરીને લઈ જઈ રહ્યો છે,આ વીડિયોમાં એક સાથે ચાર મગર દેખાય છે. વડોદરા શહેરમાં જોવા મળ્યા મગર વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના કારણે સમગ્ર વડોદરા જળબંબાકાર થયુ હતુ,તેની સાથે જ નદીમાં રહેલા મગરો પણ બહાર આવી ગયા હતા જેના કારણે સ્થાનિકોને ઘરની બહાર નિકળવું હોય તો જોઈને નિકળવું પડે કે ઘરની બહાર મગર તો નથી ને.નવલખી કુત્રિમ તળાવ, ખાસવાડી સ્મશાન, ખિસકોલી સર્કલ, મુજમહોડા ગુજરાત ટ્રેક્ટર, જાંબુઆ શુભમ બંગ્લોઝ, પોલીટેકનિક કોલેજ સહિત 9 વિસ્તારોમાંથી મગરનું રેસ્ક્યૂ કરાયું હતું. આ ઉપરાંત, કમાટીબાગમાંથી 1 મોટા કાચબાનું પણ રેસ્ક્યૂ કરાયું હતું. જેમ જેમ રહેણાક વિસ્તારોમાંથી મગરો નીકળી રહ્યા છે, તેને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મગરના કરાયા રેસ્કયૂ પૂરના પાણીની સાથે મગરો બહાર આવી ગયા હતા,તો વન વિભાગ તેમજ ખાનગી માણસો તેમજ એનજીઓની મદદથી આ મગરોના રેસ્કયૂ પણ કરવામાં આવ્યા અને તેમને પાછા નદીમાં છોડી દેવામાં આવ્યા છે,વન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 4 દિવસમાં આશરે 25 કરતા વધારે મગરોનું રેસ્કયૂ કરવામાં આવ્યું છે.મકરપુરા, સમા તળાવ, સયાજીગંજ, રાત્રિ બજાર, કમાટીબાગ, એમ. એસ. યુનિવર્સિટી, અકોટા પોલીસલાઇન, માંજલપુર સહિતના વિસ્તારોમાંથી મગરોને રેસ્ક્યુ કર્યા હતા. આ બધા મગર, કાચબા, સાપને પાંજરામાં રાખવામાં આવ્યા હતા અને પછી વિશ્વામિત્રી નદીમાં પાણી ઓછું થતાં મગરોને એમાં છોડી દેવામાં આવ્યા હતા. મગરનું રેસ્કયૂ કરવા ટોલફ્રી નંબર જાહેર વડોદરામાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક ટોલ ફ્રી નંબર (18002332636) જાહેર કરવામાં આવ્યો છે. કોઇપણ વાઇલ્ડલાઈફ પ્રાણી માટે તમે એનો સંપર્ક કરી શકો છો. તમારી નજીકની કોઈ એનિમલ વેલ્ફેર NGOનો સંપર્ક પણ કરી શકો છો. એ સિવાય પણ ઘણી સંસ્થાઓ છે.જિલ્લાના ડભોઇ તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીના કોતરમાં માછલીઓ પકડવા ગયેલા યુવાનને મગર ખેંચી જતા ચકચાર મચી ગઇ હતી. મગરનો શિકાર બનેલા યુવાનના પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામા આવતા પોલીસે કાર્યવાહી હાથધરી છે.

Vadodara ફરી બની મગર નગરી, સામે આવ્યો રૂવાડા ઉભો કરી દેતો Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડોદરા શહેરમાં પૂર બાદ મગરો દેખાયા રોડ પર
  • વિશ્વામિત્રી નદીનો વીડિયો આવ્યો સામે
  • મગર પશુનું મારણ કરી નદીમાં લઈ ગયો

ગુજરાતની વડોદરા નગરી એ સંસ્કારી નગરી તરીકે તો ઓળખાય છે,પરંતુ સાથે સાથે મગરોની નગરી તરીકે પણ હવે ઓળખાતી થઈ છે,જી હા,વડોદરામાં પૂરના સમયે મગરો નદીની બહાર આવી જતા હોય છે,તાજેતરમાં જે પૂર આવ્યું તેમાં પણ મગરો નદીના પૂરની સાથે બહાર આવી ગયા હતા,આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં વિશ્વામિત્રી નદીમાં મગર પશુનું મારણ કરીને લઈ જઈ રહ્યો છે,આ વીડિયોમાં એક સાથે ચાર મગર દેખાય છે.

વડોદરા શહેરમાં જોવા મળ્યા મગર

વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના કારણે સમગ્ર વડોદરા જળબંબાકાર થયુ હતુ,તેની સાથે જ નદીમાં રહેલા મગરો પણ બહાર આવી ગયા હતા જેના કારણે સ્થાનિકોને ઘરની બહાર નિકળવું હોય તો જોઈને નિકળવું પડે કે ઘરની બહાર મગર તો નથી ને.નવલખી કુત્રિમ તળાવ, ખાસવાડી સ્મશાન, ખિસકોલી સર્કલ, મુજમહોડા ગુજરાત ટ્રેક્ટર, જાંબુઆ શુભમ બંગ્લોઝ, પોલીટેકનિક કોલેજ સહિત 9 વિસ્તારોમાંથી મગરનું રેસ્ક્યૂ કરાયું હતું. આ ઉપરાંત, કમાટીબાગમાંથી 1 મોટા કાચબાનું પણ રેસ્ક્યૂ કરાયું હતું. જેમ જેમ રહેણાક વિસ્તારોમાંથી મગરો નીકળી રહ્યા છે, તેને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

મગરના કરાયા રેસ્કયૂ

પૂરના પાણીની સાથે મગરો બહાર આવી ગયા હતા,તો વન વિભાગ તેમજ ખાનગી માણસો તેમજ એનજીઓની મદદથી આ મગરોના રેસ્કયૂ પણ કરવામાં આવ્યા અને તેમને પાછા નદીમાં છોડી દેવામાં આવ્યા છે,વન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 4 દિવસમાં આશરે 25 કરતા વધારે મગરોનું રેસ્કયૂ કરવામાં આવ્યું છે.મકરપુરા, સમા તળાવ, સયાજીગંજ, રાત્રિ બજાર, કમાટીબાગ, એમ. એસ. યુનિવર્સિટી, અકોટા પોલીસલાઇન, માંજલપુર સહિતના વિસ્તારોમાંથી મગરોને રેસ્ક્યુ કર્યા હતા. આ બધા મગર, કાચબા, સાપને પાંજરામાં રાખવામાં આવ્યા હતા અને પછી વિશ્વામિત્રી નદીમાં પાણી ઓછું થતાં મગરોને એમાં છોડી દેવામાં આવ્યા હતા.

મગરનું રેસ્કયૂ કરવા ટોલફ્રી નંબર જાહેર

વડોદરામાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક ટોલ ફ્રી નંબર (18002332636) જાહેર કરવામાં આવ્યો છે. કોઇપણ વાઇલ્ડલાઈફ પ્રાણી માટે તમે એનો સંપર્ક કરી શકો છો. તમારી નજીકની કોઈ એનિમલ વેલ્ફેર NGOનો સંપર્ક પણ કરી શકો છો. એ સિવાય પણ ઘણી સંસ્થાઓ છે.જિલ્લાના ડભોઇ તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીના કોતરમાં માછલીઓ પકડવા ગયેલા યુવાનને મગર ખેંચી જતા ચકચાર મચી ગઇ હતી. મગરનો શિકાર બનેલા યુવાનના પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામા આવતા પોલીસે કાર્યવાહી હાથધરી છે.