બોગસ બીલીંગ અટકાવવા દેશભરમાં જીએસટી ડ્રાઈવ ફરીથી શરૃ કરાશે

સુરતજીએસટી વિભાગ દ્વારા એક કમીટી બનાવીને  16 ઓગષ્ટથી 15 ઓક્ટોબર દરમિયાન ઓલઈન્ડીયા ડ્રાઈવ    બોગસ બીલીંગ કાંડના દુષણના ડામવાની નેમ સાથે વધુ એકવાર જીએસટી વિભાગ આગામી તા.16 ઓગષ્ટથી 15 ઓક્ટોબર દરમિયાન ઓલઈન્ડીયા ડ્રાઈવનો ફરીથી પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.બોગસ બીલીંગના દુષણને નિયંત્રણમાં લાવીને અટકાવવા માટે જીએસટી વિભાગ દ્વારા વધુ એકવાર આગામી તા.16 ઓગષ્ટથી 15ઓક્ટોબર એમ ત્રણ મહીના માટે ઓલ ઈન્ડીયા ડ્રાઈવનો વધુ એકવાર શુભારંભ કરવામાં આવી રહ્યો છે.ટેક્ષ પ્રેકટીશ્નર ક્રુણાલ આઈસ્ક્રીમવાલાએ જણાવ્યું હતું કે બોગસ બીલીંગના વધી રહેલા દુષણને ડામવા માટે જીએસટી વિભાગ દ્વારા એક કમીટી બનાવવામાં આવશે.ખાસ કરીને બોગસ બીલીંગના કેસોમાં જોખમના વ્યાપ અને વધુ પડતા જોખમી પરિબળોને ધ્યાને લઈને આવા કેસોનું કડક હાથે ચેકીંગ કરવામાં આવશે.ખાસ કરીને બોગસ બીલીંગના શંકાસ્પદ લાગતા કેસોને અલગ તારવવામાં આવશે.જીએસટીની ડ્રાઈવ દરમિયાન આવા કેસોમાં ધંધાકીય સરનામા પર જીએસટી અધિકારીઓ દ્વારા વીઝીટ કરીને ચકાસણી કરવામાં આવશે.જો બોગસ બીલીંગના કેસોમાં તથ્ય જણાય તો આવા માલુમ પડતાં નંબરોને બંધ કરવાની કાર્યવાહી શરૃ કરવામાં આવશે.તદુપરાંત  જવાબદાર તત્વોની સામે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.તદુપરાંત જે વેપારીઓએ આવી બોગસ બીલીંગની ક્રેડીટ પત્રક ક્રેડીટ લીધી હશે તેને ઈલેકટ્રોનિક્ ક્રેડીટ લેજર બ્લોક કરવામાં આવશે.વધુમાં આવા વેપારીઓને ડીમાન્ડ નોટીસ આપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

બોગસ બીલીંગ અટકાવવા દેશભરમાં જીએસટી ડ્રાઈવ ફરીથી શરૃ કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


સુરત

જીએસટી વિભાગ દ્વારા એક કમીટી બનાવીને  16 ઓગષ્ટથી 15 ઓક્ટોબર દરમિયાન ઓલઈન્ડીયા ડ્રાઈવ

    

બોગસ બીલીંગ કાંડના દુષણના ડામવાની નેમ સાથે વધુ એકવાર જીએસટી વિભાગ આગામી તા.16 ઓગષ્ટથી 15 ઓક્ટોબર દરમિયાન ઓલઈન્ડીયા ડ્રાઈવનો ફરીથી પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.

બોગસ બીલીંગના દુષણને નિયંત્રણમાં લાવીને અટકાવવા માટે જીએસટી વિભાગ દ્વારા વધુ એકવાર આગામી તા.16 ઓગષ્ટથી 15ઓક્ટોબર એમ ત્રણ મહીના માટે ઓલ ઈન્ડીયા ડ્રાઈવનો વધુ એકવાર શુભારંભ કરવામાં આવી રહ્યો છે.ટેક્ષ પ્રેકટીશ્નર ક્રુણાલ આઈસ્ક્રીમવાલાએ જણાવ્યું હતું કે બોગસ બીલીંગના વધી રહેલા દુષણને ડામવા માટે જીએસટી વિભાગ દ્વારા એક કમીટી બનાવવામાં આવશે.ખાસ કરીને બોગસ બીલીંગના કેસોમાં જોખમના વ્યાપ અને વધુ પડતા જોખમી પરિબળોને ધ્યાને લઈને આવા કેસોનું કડક હાથે ચેકીંગ કરવામાં આવશે.ખાસ કરીને બોગસ બીલીંગના શંકાસ્પદ લાગતા કેસોને અલગ તારવવામાં આવશે.જીએસટીની ડ્રાઈવ દરમિયાન આવા કેસોમાં ધંધાકીય સરનામા પર જીએસટી અધિકારીઓ દ્વારા વીઝીટ કરીને ચકાસણી કરવામાં આવશે.જો બોગસ બીલીંગના કેસોમાં તથ્ય જણાય તો આવા માલુમ પડતાં નંબરોને બંધ કરવાની કાર્યવાહી શરૃ કરવામાં આવશે.તદુપરાંત  જવાબદાર તત્વોની સામે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.તદુપરાંત જે વેપારીઓએ આવી બોગસ બીલીંગની ક્રેડીટ પત્રક ક્રેડીટ લીધી હશે તેને ઈલેકટ્રોનિક્ ક્રેડીટ લેજર બ્લોક કરવામાં આવશે.વધુમાં આવા વેપારીઓને ડીમાન્ડ નોટીસ આપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.