Porbandarનું આ ગાર્ડન બની ગયું છે નશેડીઓનો અડ્ડો, વાંચો Super Exclusive Story
પબ્લિકના રૂપિયાનું સ્વાહા કરતી પોરબંદર પાલિકા,પોરબંદરમાં પાલિકા દ્વારા ભુતકાળમાં અનેક બાગ બગીચાઓ, ગાર્ડનો બનાવવામાં આવ્યા છે, જેમાંથી એક બ્રહ્માકુમારી નજીકનું ગાર્ડન આવારા તત્વોનો અને નશેડીઓનો અડ્ડો બની ગયું છે, જેનું હજુ પાલિકા દ્વારા લોકાર્પણ પણ કરવામાં આવ્યું નથી.ત્યારે જુઓ ગાર્ડનની હાલત કેવી છે.કાર્યવાહીની જરૂર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિમાં અસ્વચ્છતા જોવા મળી રહી છે, અનેક બાગ બગીચાઓમાં થોડી ગંદકી તો દેખાતી હોય પરંતુ એક ગાર્ડન એવું છે જ્યાં ગંદકી ની સાથો સાથ નશાની મહેફિલો થતી હોય, અંગ્રેજી દારૂની બોટલો અને બિયરના ડબલાઓ જોવા મળે છે, પરંતુ હજુ સુધી પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.પાલિકા કાર્યવાહી કરવામાં કોની રાહ જોઈ રહી છે તે તો એમને જ ખબર,ત્યારે પાલિકા આળસ ખંખેરે અને કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે. વર્ષ 2017માં બનાવ્યો ગાર્ડન બ્રહ્માકુમારી નજીકનું આવેલું આ ગાર્ડન વર્ષ 2017માં બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને વર્ષ 2021માં ગાર્ડનનું કામ પૂર્ણ થયું હતું આ ગાર્ડન 15 લાખના ખર્ચે બનાવ્યું હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું પરંતુ 3 વર્ષ થયાં ગાર્ડન નું કામ પૂર્ણ થતાં લોકાર્પણ કરવામાં આવ્યું નથી, કયા કારણોસર આનું લોકાર્પણ નથી થયું તે પ્રશ્ન પોરબંદરની પ્રજાના મનમાં ઊગી રહ્યો છે.પક્ષ અને વિપક્ષમાં આ ગાર્ડનને લઈને વિવાદો ચાલી રહ્યા છે, વિપક્ષે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે અને ગાર્ડન કમિટી અને પાલિકા દ્વારા ભ્રષ્ટાચાર થયા હોવાનું જણાવ્યું છે સ્થાનિકો પણ આ ગાર્ડનને સ્વચ્છ રાખવા અને સાફ-સફાઈ કરવા પાલિકાને રજૂઆતો કરી રહ્યા છે. ગાર્ડનની વ્યવસ્થિત જાળવણની માંગ સામાન્ય રીતે પોરબંદરમાં અનેક એવા બાગ બગીચા અને ગાર્ડનનો છે જ્યાં લોકો ફરવા જતા હોય છે પરંતુ આ એકમાત્ર એવું ગાર્ડન છે જ્યાં આવારા તત્વોએ પોતાનો અડ્ડો જમાવી અને કબજો કરી લીધો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, ગાર્ડનમાં ગોબરના ઢગલા ખળકી દેવામાં આવ્યા છે, હદ તો ત્યાં થાય કે આ ગાર્ડન નો ઉપયોગ પશુઓને બાંધવા માટે કરવામાં આવી રહ્યો છે,પોરબંદર શહેરમાં અનેક ગાર્ડનમાં આવ્યા છે જેની જાળવણી તો થતી નથી પરંતુ નવા નવા ગાર્ડન બનાવવાની કામગીરીઓ કરવામાં આવતી હોય છે પ્રજા દ્વારા બાગ બગીચાઓ અને ગાર્ડનની વ્યવસ્થિત જાળવણી થાય તેવી માંગો ઉઠી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -