Gir Somnath: ઉનામાં આવેલી મહેતા હોસ્પિટલને PMJAY યોજનામાંથી કરાઈ સસ્પેન્ડ
તાજેતરમાં ખોટા મેડીક્લેમ કરી રૂપિયા ખંખેરવાના કૌભાંડમાં વિવાદમાં આવેલી ઉનાની મહેતા હોસ્પિટલ સહિત રાજ્યની 7 હોસ્પિટલને PMJAY યોજનામાંથી આરોગ્ય વિભાગે સસ્પેન્ડ કરી દીધી છે.આ હૉસ્પિટલ પહેલા પણ વિવાદોમાં આવેલી રાજ્ય સરકારે PMJAY યોજનામાંથી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સહિત 7 હોસ્પિટલોને સસ્પેન્ડ કરી દીધી છે. ત્યારે PMJAY યોજના અંતર્ગત ગીર સોમનાથના ઉના તાલુકા શહેરની નામાંકીત શ્રી જીવન જ્યોત આરોગ્ય સેવા સંઘ ટ્રસ્ટ સંચાલિત મહેતા હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે. ઉના તાલુકાની એક માત્ર ટ્રસ્ટ સંચાલિત સૌથી મોટી સુવિધા ધરાવતી એક માત્ર હૉસ્પિટલ કે જે મહેતા હોસ્પીટલથી ઓળખાય છે. આ હૉસ્પિટલ પહેલા પણ વિવાદોમાં આવેલી છે. હોસ્પિટલ PMJAY હેઠળ ખોટા બિલો રજૂ કરીને સરકાર પાસેથી પૈસા લેતી હોવાના આક્ષેપ હોસ્પિટલ પર PMJAY હેઠળ ખોટા બિલો રજૂ કરીને સરકાર પાસેથી પૈસા લેતી હોવાના આક્ષેપ થયેલા છે. જેની તપાસ હેઠળ સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ દ્વારા આ હૉસ્પિટલની તારીખ 5 જૂનના રોજ મુલાકાત લેવામાં આવી હતી. જેમાં આ ટ્રસ્ટ સંચાલિત હૉસ્પિટલ દ્વારા બિ.યુ.પરમિશન અને લિફ્ટ લાયસન્સ રજૂ કર્યું નથી, જેથી PMJAY યોજનામાંથી આ મહેતા હોસ્પિટલને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવી છે. દાખલ ના રહેલી દર્દીના ઓપરેશનનું બિલ ખાનગી વીમા કંપની પાસેથી લીધું હાલ થોડા દિવસ પહેલા ઉનાની આ મહેતા હોસ્પિટલ દ્વારા ઉના શહેરના જગદીશ મોટવાણી નામના અનેક રોગોથી પીડિત દર્દીની જાણ બહાર 39,000 વિમાની આ રકમ ઉપાડી લીધાના દર્દીએ આક્ષેપો કર્યા છે. જેમાં દર્દીના પગની બંને આંગળીઓનું ઓપરેશન કરવામાં આવેલું અને દર્દી હૉસ્પિટલમાં દાખલ રહી ન હોવા છતાં દાખલ હોવાનું દર્દીનું ખાનગી વીમા કંપની પાસેથી 39 હજાર વિમાની રકમ મેળવી લીધી છે. હોસ્પિટલમાં અનેક જગ્યાએ PMJAY યોજનાના બોર્ડ લગાવ્યા હાલ, આ મહેતા હોસ્પિટલમાં PMJAY યોજના હેઠળ દર્દીની સારવાર આપવામાં આવતી નથી, તેમ છતાં આ હોસ્પિટલમાં અનેક જગ્યાએ PMJAY યોજનાના બોર્ડ લગાવ્યા છે અને PMJAY યોજનાની કેશ બારી પણ હજુ રાખવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
તાજેતરમાં ખોટા મેડીક્લેમ કરી રૂપિયા ખંખેરવાના કૌભાંડમાં વિવાદમાં આવેલી ઉનાની મહેતા હોસ્પિટલ સહિત રાજ્યની 7 હોસ્પિટલને PMJAY યોજનામાંથી આરોગ્ય વિભાગે સસ્પેન્ડ કરી દીધી છે.
આ હૉસ્પિટલ પહેલા પણ વિવાદોમાં આવેલી
રાજ્ય સરકારે PMJAY યોજનામાંથી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સહિત 7 હોસ્પિટલોને સસ્પેન્ડ કરી દીધી છે. ત્યારે PMJAY યોજના અંતર્ગત ગીર સોમનાથના ઉના તાલુકા શહેરની નામાંકીત શ્રી જીવન જ્યોત આરોગ્ય સેવા સંઘ ટ્રસ્ટ સંચાલિત મહેતા હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે. ઉના તાલુકાની એક માત્ર ટ્રસ્ટ સંચાલિત સૌથી મોટી સુવિધા ધરાવતી એક માત્ર હૉસ્પિટલ કે જે મહેતા હોસ્પીટલથી ઓળખાય છે. આ હૉસ્પિટલ પહેલા પણ વિવાદોમાં આવેલી છે.
હોસ્પિટલ PMJAY હેઠળ ખોટા બિલો રજૂ કરીને સરકાર પાસેથી પૈસા લેતી હોવાના આક્ષેપ
હોસ્પિટલ પર PMJAY હેઠળ ખોટા બિલો રજૂ કરીને સરકાર પાસેથી પૈસા લેતી હોવાના આક્ષેપ થયેલા છે. જેની તપાસ હેઠળ સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ દ્વારા આ હૉસ્પિટલની તારીખ 5 જૂનના રોજ મુલાકાત લેવામાં આવી હતી. જેમાં આ ટ્રસ્ટ સંચાલિત હૉસ્પિટલ દ્વારા બિ.યુ.પરમિશન અને લિફ્ટ લાયસન્સ રજૂ કર્યું નથી, જેથી PMJAY યોજનામાંથી આ મહેતા હોસ્પિટલને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવી છે.
દાખલ ના રહેલી દર્દીના ઓપરેશનનું બિલ ખાનગી વીમા કંપની પાસેથી લીધું
હાલ થોડા દિવસ પહેલા ઉનાની આ મહેતા હોસ્પિટલ દ્વારા ઉના શહેરના જગદીશ મોટવાણી નામના અનેક રોગોથી પીડિત દર્દીની જાણ બહાર 39,000 વિમાની આ રકમ ઉપાડી લીધાના દર્દીએ આક્ષેપો કર્યા છે. જેમાં દર્દીના પગની બંને આંગળીઓનું ઓપરેશન કરવામાં આવેલું અને દર્દી હૉસ્પિટલમાં દાખલ રહી ન હોવા છતાં દાખલ હોવાનું દર્દીનું ખાનગી વીમા કંપની પાસેથી 39 હજાર વિમાની રકમ મેળવી લીધી છે.
હોસ્પિટલમાં અનેક જગ્યાએ PMJAY યોજનાના બોર્ડ લગાવ્યા
હાલ, આ મહેતા હોસ્પિટલમાં PMJAY યોજના હેઠળ દર્દીની સારવાર આપવામાં આવતી નથી, તેમ છતાં આ હોસ્પિટલમાં અનેક જગ્યાએ PMJAY યોજનાના બોર્ડ લગાવ્યા છે અને PMJAY યોજનાની કેશ બારી પણ હજુ રાખવામાં આવી છે.