Surendranagar: રેલવે સ્ટેશન પર લોકો પાઈલોટ દ્વારા 36 કલાકનું અનશન આંદોલન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઈન્ડીયન રેલવેમાં લોકો પાયલોટ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓની સરકારમાં વર્ષોથી માંગણીઓ પડતર છે. આ માંગણીઓનો નીકાલ ન આવતા ઓલ ઈન્ડીયા લોકો રનીંગ સ્ટાફ એસોસીયેશન, વેસ્ટર્ન રેલવે દ્વારા તા. 20-2થી 36 કલાકની ભુખ હડતાલનું આહવાન કર્યુ છે.
જેને અનુલક્ષીને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને પણ લોકો પાયલોટ ભુખ હડતાલ પર બેઠા છે. લોકો પાયલોટની રનીંગ એલાઉન્સ 25 ટકા વધારવા, ફરજનો સમય ગુડઝ ટ્રેન માટે 8 કલાક અને પેસેન્જર ટ્રેન માટે 6 કલાક કરવા, સતત બે દિવસની નાઈટ ડયુટી ન આપવા, ઓપીએસ લાગુ કરવા, લોકો પાયલોટને વધારાની કામગીરીમાંથી મુકિત આપવા સહિતની માંગણીઓ સરકારમાં પડતર છે.
What's Your Reaction?






