Deesa: તાંત્રિક વિધિ કરી વશીકરણના નામે છેતરપિંડી કરનારા વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ

અમદાવાદના ઈસમ સહિત બે સામે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈઅમિત જોષી નામના ઈસમે કહ્યું કે કોઈને લકવો કરીને પથારીવશ કરવો હોય તો રૂપિયા 11 હજાર થશે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી બનાસકાંઠાના ડીસામાં કચ્છી કોલોની વિસ્તારમાં ઘર ભાડે રાખી તાંત્રિક વિધિ કરી વશીકરણ અને મુઠ ચોટના નામે છેતરપિંડી કરતા અમદાવાદના ઈસમ સહિત બે સામે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. બનાસકાંઠાના ડીસામાં રહેતા જાણીતા એડવોકેટ ધર્મેન્દ્ર ફોફાણી પોતાના ઘરે હતા, જે સમયે એક પેમ્પલેટ આવેલુ અને જેમાં માજીસા દર્શન જ્યોતિષ લખેલુ હતું અને જેમાં વશીકરણ, મુઠચોટ કરી આપવામાં આવશે. જે વાંચી ફરિયાદી ધર્મેન્દ્ર ફોફાણી ફોન કરી એક પરણીતાને વશીકરણ કરવુ છે તેવી વાત કરતા તેમને ફરિયાદીને રૂબરૂ બોલાવ્યા હતા. કચ્છી કોલોની પાસે આવેલા કૃષ્ણ પાર્ક ભાગ 2માં બોલાવ્યા હતા જેમાં કચ્છી કોલોની પાસે આવેલા કૃષ્ણ પાર્ક ભાગ 2માં બોલાવ્યા, ત્યાં જઈને ફરીયાદી ધર્મેન્દ્ર ફોફાણી તેમના મિત્ર સાથે જઈને એક ગાદી પર ભગવા કપડામાં બેસેલા ઈસમ જેમનું નામ અમિત કમલ કિશોર જોષી હતું જે અમદાવાદમાં રહે છે, તેવુ જણાવ્યુ અને અન્ય બે ઈસમો પણ હાજર હતા. જોકે તેઓ ફરિયાદીએ ઉદાહરણ રૂપે કહ્યું કે મારે એક દુશ્મન છે, જેને મુઠ ચોટ કરીને મારવો છે અને એક છોકરીનું વશીકરણ કરવું છે. અમિત જોષી નામના ઈસમે કહ્યું કે જો મારવો હોય તો રૂપિયા 27 હજાર ખર્ચ થશે આમ કહેતા ગાદી પર બેઠેલા અમિત જોષી નામના ઈસમે કહ્યું કે જો મારવો હોય તો રૂપિયા 27 હજાર ખર્ચ થશે અને લકવો કરીને પથારીવશ કરવો હોય તો રૂપિયા 11 હજાર થશે. તેમજ વશીકરણના રૂપિયા 11 હજાર અલગથી થશે. જો કે ફરિયાદી ધર્મેન્દ્ર ફોફાણીએ કહ્યું કે હાલ પૈસા નથી તો તેમને કહ્યું કે એડવાન્સ રૂપિયા 100 આપો બાકીના કાલ સાંજ સુધીમાં લઈને આવજો. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી ત્યારે ફરિયાદીએ રૂપિયા 100ની નોટ દેવી દેવતાઓના ફોટો આગળ મૂકી અને સીધા જ ડીસા દક્ષિણ પોલીસ મથકે જઈને સમગ્ર હકીકતથી વાકેફ કરતા પોલીસે અમિત કમલ કિશોર જોષીની તેમજ અન્ય હાજર બે ઈસમો સામે ફરિયાદ નોંધી અને તેમની વિરૂદ્ધ આગળની તપાસ હાથ ધરી છે. 

Deesa: તાંત્રિક વિધિ કરી વશીકરણના નામે છેતરપિંડી કરનારા વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદના ઈસમ સહિત બે સામે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
  • અમિત જોષી નામના ઈસમે કહ્યું કે કોઈને લકવો કરીને પથારીવશ કરવો હોય તો રૂપિયા 11 હજાર થશે
  • પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

બનાસકાંઠાના ડીસામાં કચ્છી કોલોની વિસ્તારમાં ઘર ભાડે રાખી તાંત્રિક વિધિ કરી વશીકરણ અને મુઠ ચોટના નામે છેતરપિંડી કરતા અમદાવાદના ઈસમ સહિત બે સામે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

બનાસકાંઠાના ડીસામાં રહેતા જાણીતા એડવોકેટ ધર્મેન્દ્ર ફોફાણી પોતાના ઘરે હતા, જે સમયે એક પેમ્પલેટ આવેલુ અને જેમાં માજીસા દર્શન જ્યોતિષ લખેલુ હતું અને જેમાં વશીકરણ, મુઠચોટ કરી આપવામાં આવશે. જે વાંચી ફરિયાદી ધર્મેન્દ્ર ફોફાણી ફોન કરી એક પરણીતાને વશીકરણ કરવુ છે તેવી વાત કરતા તેમને ફરિયાદીને રૂબરૂ બોલાવ્યા હતા.

કચ્છી કોલોની પાસે આવેલા કૃષ્ણ પાર્ક ભાગ 2માં બોલાવ્યા હતા

જેમાં કચ્છી કોલોની પાસે આવેલા કૃષ્ણ પાર્ક ભાગ 2માં બોલાવ્યા, ત્યાં જઈને ફરીયાદી ધર્મેન્દ્ર ફોફાણી તેમના મિત્ર સાથે જઈને એક ગાદી પર ભગવા કપડામાં બેસેલા ઈસમ જેમનું નામ અમિત કમલ કિશોર જોષી હતું જે અમદાવાદમાં રહે છે, તેવુ જણાવ્યુ અને અન્ય બે ઈસમો પણ હાજર હતા. જોકે તેઓ ફરિયાદીએ ઉદાહરણ રૂપે કહ્યું કે મારે એક દુશ્મન છે, જેને મુઠ ચોટ કરીને મારવો છે અને એક છોકરીનું વશીકરણ કરવું છે.

અમિત જોષી નામના ઈસમે કહ્યું કે જો મારવો હોય તો રૂપિયા 27 હજાર ખર્ચ થશે

આમ કહેતા ગાદી પર બેઠેલા અમિત જોષી નામના ઈસમે કહ્યું કે જો મારવો હોય તો રૂપિયા 27 હજાર ખર્ચ થશે અને લકવો કરીને પથારીવશ કરવો હોય તો રૂપિયા 11 હજાર થશે. તેમજ વશીકરણના રૂપિયા 11 હજાર અલગથી થશે. જો કે ફરિયાદી ધર્મેન્દ્ર ફોફાણીએ કહ્યું કે હાલ પૈસા નથી તો તેમને કહ્યું કે એડવાન્સ રૂપિયા 100 આપો બાકીના કાલ સાંજ સુધીમાં લઈને આવજો.

પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

ત્યારે ફરિયાદીએ રૂપિયા 100ની નોટ દેવી દેવતાઓના ફોટો આગળ મૂકી અને સીધા જ ડીસા દક્ષિણ પોલીસ મથકે જઈને સમગ્ર હકીકતથી વાકેફ કરતા પોલીસે અમિત કમલ કિશોર જોષીની તેમજ અન્ય હાજર બે ઈસમો સામે ફરિયાદ નોંધી અને તેમની વિરૂદ્ધ આગળની તપાસ હાથ ધરી છે.