અમદાવાદમાં રોજ ગટરને લગતી ૧૮૦૦થી વધુ ફરિયાદનો નકકર ઉકેલ તંત્ર લાવી શકતુ જ નથી
અમદાવાદ,શનિવાર,17 ઓગસ્ટ,2024અમદાવાદના કહેવાતા વિકાસની કડવી વાસ્તવિકતા એ છે કે શહેરમાંથી રોજ ૧૮૧૧ ફરિયાદ તો માત્ર ગટરને લગતા પ્રશ્નને લઈ લોકો મ્યુનિસિપલ કોર્પોરેશનને કરે છે.છેલ્લા ત્રણ મહિનામાં ગટર,ડ્રેનેજ તેમજ પ્રદૂષિત પાણી આવતુ હોવા અંગેની શહેરભરમાંથી ૯૬,૮૮૯ ફરિયાદ લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનને કરવી પડી છે.આ ફરિયાદો પૈકી પાણી અને ગટરની લાઈન લીકેજ હોવાથી પ્રદૂષિત પાણી આવતુ હોવાની ૨૪૩૬૦ ફરિયાદો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ડ્રેનેજ પ્રોજેકટ અંતર્ગત કામગીરી કરવા કરોડો રુપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આ ઉપરાંત ગટર,મેનહોલની સફાઈ પણ કરાવવામાં આવે છે. આમ છતાં ગટરને લગતી ફરિયાદ ઘટવાના બદલે સતત વધતી જાય છે. મ્યુનિસિપલ તંત્ર તરફથી કોમ્પ્રિહેન્સિવ રીડ્રેસલ સિસ્ટમ હેઠળ શહેરીજનો પાસેથી પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદ મંગાવવામાં આવે છે. આ વર્ષે મે થી જુલાઈ સુધીના ત્રણ મહિનાના સમયમાં સાત ઝોનમાંથી કુલ ૧,૬૬,૬૭૯ ફરિયાદ મ્યુનિસિપલ તંત્રને મળી હતી. આ ફરિયાદો પૈકી સૌથી વધુ ફરિયાદ ગટર ઉભરાવી,ગટરના પાણી બેક મારવા ઉપરાંત પાણી અને ગટરની લાઈનમાં લીકેજીસના કારણે પ્રદૂષિત પાણી આવતુ હોવા અંગેની રોજની ૨૬૪થી વધુ ફરિયાદ લોકો તરફથી કરવામાં આવે છે.મધ્યઝોનમાં ત્રણ મહિનામાં ડ્રેનેજ,એન્જિનિયરીંગની સૌથી વધુ ૨૫૫૨૫ તથા સ્ટ્રોમ વોટર ડ્રેનેજની ૮૩૧ ફરિયાદ તંત્રને મળી હતી.ઉત્તરઝોનમાં ડ્રેનેજ, એન્જિનિયરીંગની ૨૧૦૦૭ ફરિયાદ,સ્ટ્રોમ વોટર ડ્રેનેજની ૧૧૯૨ ફરિયાદ મળી હતી. જે ફરિયાદ ઉકેલતા નથી એ લોકો પોતે ફરિયાદનુ રેન્ડમ ચેકીંગ કરશે૪૮ વોર્ડમાં મ્યુનિ.ના મસ્ટર સ્ટેશન આવેલા છે.આ મસ્ટર સ્ટેશન તથા સી.સી.આર.એસ. દ્વારા પાણી,ગટર,રસ્તા સહિતની ફરિયાદોનો નિકાલ કરવાની જવાબદારી વોર્ડ કક્ષાએ ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઈજનેર, આસિસ્ટન્ટ સિટી ઈજનેર,ડેપ્યુટી સિટી ઈજનેર સહિતના ઈજનેર વિભાગના સ્ટાફની હોય છે. લોકો પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદ કરે છે.આ પૈકી મોટાભાગની ફરિયાદ ઉકેલાયા વગર બંધ કરી દેવાતી હોવાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજુઆત કરાઈ હતી. કમિટીએ નિર્ણય એવો કર્યો કે, વોર્ડ કક્ષાએ રોજબરોજ લોકો તરફથી મળતી પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદોનો ઉકેલ નહીં આવતો હોવાની ફરિયાદોનું રેન્ડમ ચેકીંગ વોર્ડકક્ષાએ ફરજ બજાવતા સ્ટાફ દ્વારા કરાશે.રેન્ડમ ચેકીંગ એટલે શું? મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ એક વોર્ડમાં પ્રાથમિક સુવિધાને લગતી એક દિવસમાં ૧૦૦ ે ફરિયાદ સી.સી.આર.એસ.થી મળી હોય તો આવેલી ફરિયાદો પૈકી ૨૦ ફરિયાદોનું તંત્રના અધિકારીઓ રેન્ડમ ચેકીંગ કરશે કે ખરેખર આ ફરિયાદ ઉકેલાઈ કે પછી ઉકેલાયા વગર જ ફરિયાદ કરનારાને ફરિયાદ ઉકેલાઈ ગઈ છે એમ કહી મેસેજ મોકલી દેવામાં આવ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શનિવાર,17 ઓગસ્ટ,2024
અમદાવાદના કહેવાતા વિકાસની કડવી વાસ્તવિકતા એ છે કે શહેરમાંથી રોજ ૧૮૧૧ ફરિયાદ તો માત્ર ગટરને લગતા પ્રશ્નને લઈ લોકો મ્યુનિસિપલ કોર્પોરેશનને કરે છે.છેલ્લા ત્રણ મહિનામાં ગટર,ડ્રેનેજ તેમજ પ્રદૂષિત પાણી આવતુ હોવા અંગેની શહેરભરમાંથી ૯૬,૮૮૯ ફરિયાદ લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનને કરવી પડી છે.આ ફરિયાદો પૈકી પાણી અને ગટરની લાઈન લીકેજ હોવાથી પ્રદૂષિત પાણી આવતુ હોવાની ૨૪૩૬૦ ફરિયાદો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ડ્રેનેજ પ્રોજેકટ અંતર્ગત કામગીરી કરવા કરોડો રુપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આ ઉપરાંત ગટર,મેનહોલની સફાઈ પણ કરાવવામાં આવે છે. આમ છતાં ગટરને લગતી ફરિયાદ ઘટવાના બદલે સતત વધતી જાય છે. મ્યુનિસિપલ તંત્ર તરફથી કોમ્પ્રિહેન્સિવ રીડ્રેસલ સિસ્ટમ હેઠળ શહેરીજનો પાસેથી પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદ મંગાવવામાં આવે છે. આ વર્ષે મે થી જુલાઈ સુધીના ત્રણ મહિનાના સમયમાં સાત ઝોનમાંથી કુલ ૧,૬૬,૬૭૯ ફરિયાદ મ્યુનિસિપલ તંત્રને મળી હતી. આ ફરિયાદો પૈકી સૌથી વધુ ફરિયાદ ગટર ઉભરાવી,ગટરના પાણી બેક મારવા ઉપરાંત પાણી અને ગટરની લાઈનમાં લીકેજીસના કારણે પ્રદૂષિત પાણી આવતુ હોવા અંગેની રોજની ૨૬૪થી વધુ ફરિયાદ લોકો તરફથી કરવામાં આવે છે.મધ્યઝોનમાં ત્રણ મહિનામાં ડ્રેનેજ,એન્જિનિયરીંગની સૌથી વધુ ૨૫૫૨૫ તથા સ્ટ્રોમ વોટર ડ્રેનેજની ૮૩૧ ફરિયાદ તંત્રને મળી હતી.ઉત્તરઝોનમાં ડ્રેનેજ, એન્જિનિયરીંગની ૨૧૦૦૭ ફરિયાદ,સ્ટ્રોમ વોટર ડ્રેનેજની ૧૧૯૨ ફરિયાદ મળી હતી.
જે ફરિયાદ ઉકેલતા નથી એ લોકો પોતે ફરિયાદનુ રેન્ડમ ચેકીંગ
કરશે
૪૮ વોર્ડમાં મ્યુનિ.ના મસ્ટર સ્ટેશન આવેલા છે.આ મસ્ટર સ્ટેશન તથા સી.સી.આર.એસ. દ્વારા પાણી,ગટર,રસ્તા સહિતની ફરિયાદોનો નિકાલ કરવાની જવાબદારી વોર્ડ કક્ષાએ ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઈજનેર, આસિસ્ટન્ટ સિટી ઈજનેર,ડેપ્યુટી સિટી ઈજનેર સહિતના ઈજનેર વિભાગના સ્ટાફની હોય છે. લોકો પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદ કરે છે.આ પૈકી મોટાભાગની ફરિયાદ ઉકેલાયા વગર બંધ કરી દેવાતી હોવાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજુઆત કરાઈ હતી. કમિટીએ નિર્ણય એવો કર્યો કે, વોર્ડ કક્ષાએ રોજબરોજ લોકો તરફથી મળતી પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદોનો ઉકેલ નહીં આવતો હોવાની ફરિયાદોનું રેન્ડમ ચેકીંગ વોર્ડકક્ષાએ ફરજ બજાવતા સ્ટાફ દ્વારા કરાશે.
રેન્ડમ ચેકીંગ એટલે શું?
મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ એક વોર્ડમાં પ્રાથમિક સુવિધાને લગતી એક દિવસમાં ૧૦૦ ે ફરિયાદ સી.સી.આર.એસ.થી મળી હોય તો આવેલી ફરિયાદો પૈકી ૨૦ ફરિયાદોનું તંત્રના અધિકારીઓ રેન્ડમ ચેકીંગ કરશે કે ખરેખર આ ફરિયાદ ઉકેલાઈ કે પછી ઉકેલાયા વગર જ ફરિયાદ કરનારાને ફરિયાદ ઉકેલાઈ ગઈ છે એમ કહી મેસેજ મોકલી દેવામાં આવ્યો હતો.