સરકારમાં ઓળખાણ હોવાનું કહીને છેતરપિંડી કરનાર ભરત છાબડા ઝડપાયો

અમદાવાદ,રવિવારપીએમઓમાં ઓળખાણ હોવાનું કહીને કિરણ પટેલને પણ ટક્કર મારે તેવા એક ગઠિયાને અમદાવાદ ક્રાઇમબ્રાંચે ઝડપી લીધો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં ઉંચા હોદા પરના અધિકારી તરીકે આપીને સરકારી કોન્ટ્રાક્ટ અપાવવાનું કહીને માત્ર અમદાવાદ જ નહી પણ દેશના અન્ય શહેરોમાં અનેક વેપારીઓ અને હોટલ માલિકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ભરત છાબડા નામના ઠગને હરિયાણાના કરનાલથી પકડી લીધો હતો. પ્રાથમિક તપાસમાં તેણે માત્ર વેપારીઓને જ નહી પણ આઇપીએસ અને આઇએએસ અધિકારીઓને પણ લપેટામાં લીધા હતા.  ત્યારે ભરત છાબડા નામના ગઠિયાની પુછપરછમાં આગામી દિવસમાં મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. અમદાવાદમાં કેટલાંક વેપારીઓ અને બે થી હોટલ માલિકોને ત્યાં બે થી ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન ભરત છાબડા નામનો વ્યક્તિ મળવા માટે આવ્યો હતો. જે પૈકી કેટલાંક લોકોને પોતાની ઓળખ  ગુજરાત સરકારના પ્રોટોકોલ વિભાગના અધિકારી તરીકે આપી હતી. જ્યારે કેટલાંક લોકોને પોતાની ઓળખ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના અધિકારી તરીકે આપી હતી. સરકારના પ્રોજેક્ટ માટે કામ કરતો હોવાનું કહીને તે ફાઇવ સ્ટાર હોટલમાં રહેતો હતો. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના ડીસીપી અજીત રાયજને એસીપી ભરત પટેલના સુપરવિઝનમાં એક વિશેષ ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી. જેમાં તપાસ કરી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર વી બી આલને ટેકનીકલ સર્વલન્સના આધારે માહિતી મળી હતી કે ભરત છાબડા હરિયાણાના કરનાલમાં છે. ત્યારબાદ છેલ્લાં અનેક દિવસ સુધી વોચ ગોઠવીને બે દિવસ પહેલા કરનાલના સેક્ટર-૩માં આવેલા રમેશનગરમાં એક સલુનમાથી ઝડપી લીધો હતો.  ૩૪ વર્ષીય ભરત છાબડા મુળ હરિયાણાના ગુરૂગ્રામનો રહેવાસી છે અને તે છેલ્લાં ઘણા સમયથી કરનાલમાં રહેતો હતો. પોલીસને તેની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તેણે માત્ર અમદાવાદ જ નહી પણ સુરત , રાજકોટમાં તેમજ અન્ય રાજ્યોમાં મુંબઇ, બેગલોર, લખનઉ, ભોપાલ, શ્રીનગર, હૈદરાબાદ જેવા શહેરોમાં પણ  છેતરપિંડી આચરી હતી. પોલીસ ભરત છાબડા પાસેથી મળી આવેલા મોબાઇલ ફોનના ડેટા અને કોલ રેકોર્ડ ડીટેઇલ તપાસતા ચોંકી ઉઠી હતી. કારણ કે તેણે દેશના વિવિધ શહેેરોમાં સીધા આઇપીએસ અને આઇએએસ અધિકારીઓ ફોન પર અનેક વાતચીત કરી હતી. આ અંગે પુછતા તેણે વધુ ચોંકાવનારી કબુલાત કરી હતી કે કેન્દ્ર સરકારના અધિકારી તરીકે ઓળખ આપીને તે અધિકારીઓને મળતો હતો અને તેમના દ્વારા હોટલના રૂમ અને ટેક્સી બુક કરાવતો હતો. વિવિધ શહેરોમાં તે કેન્દ્ર સરકારના વિવિધ પ્રોજેક્ટ માટે આવતો હોવાનું કહીને વિશ્વાસ પણ જીતતો હતો. આમ, તેણે કરોડો રૂપિયાની ઠગાઇ આચરી હતી. આ અંગે ક્રાઇમબ્રાંચે ગઠિયા ભરત છાબડાની પુછપરછ શરૂ કરી છે. બિઝનેસ માટે દેશના વિવિધ શહેરોમાં જતો હોવાનું સ્થાનિક લોકોને કહેતો સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના નામે લાખો-કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ભરત છાબડાની કરનાલ અને ગુરૂગ્રામમાં પોતાની ઓળખ ેએક બિઝનેસ મેન તરીકે પણ આપતો હતો. બિઝનેસના કામે તે દેશના વિવિધ રાજ્યોમાં જતો હોવાનું સ્થાનિક લોકોને કહેતો હતો. અન્ય રાજ્યોની પોલીસને જાણ કરવામાં આવશેઃ જેસીપીઅમદાવાદ ક્રાઇમબ્રાંચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું કે ભરત છાબડા અન્ય   રાજ્યોમાં આઇપીએસ અને આઇએએસને કોલ કર્યા હોવાની વિગતો મળી છે. જેથી કોલ ડીટેઇલના આધારે તમામ લોકોનો સંપર્ક કરવામાં આવશે. જે વિગતો એકઠી કરાશે અને જેના આધારે અન્ય રાજ્યોમાં છેતરપિંડીના ગુના નોંધાવવાની શક્યતા છે.આરએસએસના નામે પ્રહલાદ મોદી અને પંકંજ મોદીનો સંપર્ક કર્યોભરત છાબડાની મોડ્સ ઓપરેન્ડી જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેની પાસે રહેલા મોબાઇલ ફોનમાં તપાસ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદી અને પંકજ મોદી સાથેના ફોટોગ્રાફ મળી આવ્યા હતા. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ભરત છાબડા આરએસએસનો કાર્યકર હોવાનું અને  અંખડ ભારત પ્રોજેક્ટ માટે કામ કરતો હોવાનું કહીને તે પ્રહલાદ મોદી અને પંકજ મોદીને મળ્યો હતો. ત્યારબાદ તેમની સાથે ફોટો પડાવીને પોતે પીએમઓ સુધી સંપર્ક ધરાવતો હોવાનું કહીને લોકોને ટારગેટ કરતો હતો. અનેક વેપારીઓને બ્લેકમેઇલ કરીને નાણાં પડાવ્યાઅમદાવાદ,રવિવાર ભરત છાબડાની પ્રાથમિક તપાસમાં અનેક વિગતો બહાર આવી છે. જેમાં તેણે અનેક વેપારીઓને બ્લેકના નાણાં કાયદેસર કરાવી આપવાની લાલચ આપીને લાખો રૂપિયા પડાવ્યા હતા. જ્યારે વેપારીઓએ નાણાં પરત માંગ્યા ત્યારે તેણે ઇન્કમ ટેક્ષની રેડ કરાવવાનું કહીને તેમને બ્લેકમેઇલ કરીને પડાવેલા નાણાં પરત આપવાના બદલે બીજા નાણાં માંગ્યા હતા.

સરકારમાં ઓળખાણ હોવાનું કહીને છેતરપિંડી કરનાર ભરત છાબડા ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,રવિવાર

પીએમઓમાં ઓળખાણ હોવાનું કહીને કિરણ પટેલને પણ ટક્કર મારે તેવા એક ગઠિયાને અમદાવાદ ક્રાઇમબ્રાંચે ઝડપી લીધો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં ઉંચા હોદા પરના અધિકારી તરીકે આપીને સરકારી કોન્ટ્રાક્ટ અપાવવાનું કહીને માત્ર અમદાવાદ જ નહી પણ દેશના અન્ય શહેરોમાં અનેક વેપારીઓ અને હોટલ માલિકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ભરત છાબડા નામના ઠગને હરિયાણાના કરનાલથી પકડી લીધો હતો. પ્રાથમિક તપાસમાં તેણે માત્ર વેપારીઓને જ નહી પણ આઇપીએસ અને આઇએએસ અધિકારીઓને પણ લપેટામાં લીધા હતા.  ત્યારે ભરત છાબડા નામના ગઠિયાની પુછપરછમાં આગામી દિવસમાં મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. અમદાવાદમાં કેટલાંક વેપારીઓ અને બે થી હોટલ માલિકોને ત્યાં બે થી ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન ભરત છાબડા નામનો વ્યક્તિ મળવા માટે આવ્યો હતો. જે પૈકી કેટલાંક લોકોને પોતાની ઓળખ  ગુજરાત સરકારના પ્રોટોકોલ વિભાગના અધિકારી તરીકે આપી હતી. જ્યારે કેટલાંક લોકોને પોતાની ઓળખ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના અધિકારી તરીકે આપી હતી. સરકારના પ્રોજેક્ટ માટે કામ કરતો હોવાનું કહીને તે ફાઇવ સ્ટાર હોટલમાં રહેતો હતો. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના ડીસીપી અજીત રાયજને એસીપી ભરત પટેલના સુપરવિઝનમાં એક વિશેષ ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી.

જેમાં તપાસ કરી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર વી બી આલને ટેકનીકલ સર્વલન્સના આધારે માહિતી મળી હતી કે ભરત છાબડા હરિયાણાના કરનાલમાં છે. ત્યારબાદ છેલ્લાં અનેક દિવસ સુધી વોચ ગોઠવીને બે દિવસ પહેલા કરનાલના સેક્ટર-૩માં આવેલા રમેશનગરમાં એક સલુનમાથી ઝડપી લીધો હતો.  ૩૪ વર્ષીય ભરત છાબડા મુળ હરિયાણાના ગુરૂગ્રામનો રહેવાસી છે અને તે છેલ્લાં ઘણા સમયથી કરનાલમાં રહેતો હતો. પોલીસને તેની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તેણે માત્ર અમદાવાદ જ નહી પણ સુરત , રાજકોટમાં તેમજ અન્ય રાજ્યોમાં મુંબઇ, બેગલોર, લખનઉ, ભોપાલ, શ્રીનગર, હૈદરાબાદ જેવા શહેરોમાં પણ  છેતરપિંડી આચરી હતી. પોલીસ ભરત છાબડા પાસેથી મળી આવેલા મોબાઇલ ફોનના ડેટા અને કોલ રેકોર્ડ ડીટેઇલ તપાસતા ચોંકી ઉઠી હતી. કારણ કે તેણે દેશના વિવિધ શહેેરોમાં સીધા આઇપીએસ અને આઇએએસ અધિકારીઓ ફોન પર અનેક વાતચીત કરી હતી. આ અંગે પુછતા તેણે વધુ ચોંકાવનારી કબુલાત કરી હતી કે કેન્દ્ર સરકારના અધિકારી તરીકે ઓળખ આપીને તે અધિકારીઓને મળતો હતો અને તેમના દ્વારા હોટલના રૂમ અને ટેક્સી બુક કરાવતો હતો. વિવિધ શહેરોમાં તે કેન્દ્ર સરકારના વિવિધ પ્રોજેક્ટ માટે આવતો હોવાનું કહીને વિશ્વાસ પણ જીતતો હતો. આમ, તેણે કરોડો રૂપિયાની ઠગાઇ આચરી હતી. આ અંગે ક્રાઇમબ્રાંચે ગઠિયા ભરત છાબડાની પુછપરછ શરૂ કરી છે.

 

બિઝનેસ માટે દેશના વિવિધ શહેરોમાં જતો હોવાનું સ્થાનિક લોકોને કહેતો

સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના નામે લાખો-કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ભરત છાબડાની કરનાલ અને ગુરૂગ્રામમાં પોતાની ઓળખ ેએક બિઝનેસ મેન તરીકે પણ આપતો હતો. બિઝનેસના કામે તે દેશના વિવિધ રાજ્યોમાં જતો હોવાનું સ્થાનિક લોકોને કહેતો હતો.

 અન્ય રાજ્યોની પોલીસને જાણ કરવામાં આવશેઃ જેસીપી

અમદાવાદ ક્રાઇમબ્રાંચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું કે ભરત છાબડા અન્ય   રાજ્યોમાં આઇપીએસ અને આઇએએસને કોલ કર્યા હોવાની વિગતો મળી છે. જેથી કોલ ડીટેઇલના આધારે તમામ લોકોનો સંપર્ક કરવામાં આવશે. જે વિગતો એકઠી કરાશે અને જેના આધારે અન્ય રાજ્યોમાં છેતરપિંડીના ગુના નોંધાવવાની શક્યતા છે.

આરએસએસના નામે પ્રહલાદ મોદી અને પંકંજ મોદીનો સંપર્ક કર્યો

ભરત છાબડાની મોડ્સ ઓપરેન્ડી જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેની પાસે રહેલા મોબાઇલ ફોનમાં તપાસ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદી અને પંકજ મોદી સાથેના ફોટોગ્રાફ મળી આવ્યા હતા. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ભરત છાબડા આરએસએસનો કાર્યકર હોવાનું અને  અંખડ ભારત પ્રોજેક્ટ માટે કામ કરતો હોવાનું કહીને તે પ્રહલાદ મોદી અને પંકજ મોદીને મળ્યો હતો. ત્યારબાદ તેમની સાથે ફોટો પડાવીને પોતે પીએમઓ સુધી સંપર્ક ધરાવતો હોવાનું કહીને લોકોને ટારગેટ કરતો હતો.

 

અનેક વેપારીઓને બ્લેકમેઇલ કરીને નાણાં પડાવ્યા

અમદાવાદ,રવિવાર

ભરત છાબડાની પ્રાથમિક તપાસમાં અનેક વિગતો બહાર આવી છે. જેમાં તેણે અનેક વેપારીઓને બ્લેકના નાણાં કાયદેસર કરાવી આપવાની લાલચ આપીને લાખો રૂપિયા પડાવ્યા હતા. જ્યારે વેપારીઓએ નાણાં પરત માંગ્યા ત્યારે તેણે ઇન્કમ ટેક્ષની રેડ કરાવવાનું કહીને તેમને બ્લેકમેઇલ કરીને પડાવેલા નાણાં પરત આપવાના બદલે બીજા નાણાં માંગ્યા હતા.