Vadodaraમાં ભારે વરસાદ વરસતા મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશવિશ્વકર્મા વડોદરા જવા રવાના

મંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી જગદીશ વિશ્વકર્મા વડોદરા જિલ્લાની મુલાકાતે ભારે વરસાદની પરિસ્થિતિને પગલે વડોદરા જિલ્લાની મુલાકાતે જવા રવાના થયા વડોદરામાં ભારે વરસાદને પગલે થયેલ નુકસાનનો મેળવશે તાગ વડોદરામાં ભારે વરસાદને પગલે મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા વડોદરા જવા નિકળ્યા છે.બન્ને મંત્રીઓ રાહત અને બચાવ કામગીરીનો તાગ મેળવશે.વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુકલ, જિલ્લા કલેક્ટર , મ્યુનિસિપલ કમિશનર સહિત જિલ્લા વહીવટી તંત્ર સાથે સમગ્ર પરિસ્થિતિને લઈ સમીક્ષા બેઠક યોજશે અને ઘટનાનો તાગ મેળવશે,સાથે સાથે અનેક વિસ્તારોની મુલાકાત લઈ જાત નિરીક્ષણ કરશે. ઢાઢર નદીના પાણી શહેરમાં ફરી વળ્યા ઢાઢર નદીના પાણી શહેર નજીકના પોર અને તેની આસપાસના ગામમાં ફરી વળતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે.ઢાઢર નદીના પૂરના પાણી પોર, દોલતપુરા, રામનાથ ઇટોલા અને અણખી ગામ સહિત આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા છે. ગામના અનેક લોકોના પાણીથી પ્રભાવિત છે. રામનાથ ગામના ખેતરમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં વહીવટી તંત્ર ગઈકાલ રાતથી પ્રયાસ કરી રહ્યું હતું. પાણી વધારે હોવાથી ગત રાતે બચાવ કામગીરી શક્ય બની ન હતી. બીજી તરફ, પાણીને કારણે એક તબક્કે વાહન વ્યવહારને પણ અસર થઈ હતી. પીએમ મોદીએ પણ ગુજરાતમાં વરસાદની સ્થિતિનો મેળવ્યો તાગ ગુજરાતમાં હાલ ભારે વરસાદને લઈ અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે,ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા પૂરની પરિસ્થિતિને લઈ તમામ માહિતીઓ મેળવાઈ રહી છે,આજે તેમણે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને વરસાદને લઈ તાગ મેળવ્યો હતો,પીએ મોદીએ ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદ કરવા ખાતરી આપી છે.પીએમ મોદીએ રાહત બચાવ કામગીરીને લઈને પણ તમામ વિગતો મેળવી છે. રાજ્યમાં સવારે 10 વાગ્યા સુધીમાં 172 તાલુકામાં વરસાદ રાજયમાં સવારે 10 વાગ્યા સુધીમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે.દ્વારકામાં 2 ઇંચ, ઉમરપાડામાં 2 ઇંચ વરસાદ,કલ્યાણપુરમાં 2 ઇંચ, ધોરાજી 1.5 ઇંચ વરસાદ,ધોરાજીમાં પોણા બે ઈંચ વરસાદ,લાલપુર,નખત્રાણા,ભાણવડમાં સવા ઈંચ વરસાદ,પોરબંદર,કામરેજ,ખંભાળિયામાં સવા ઈંચ વરસાદ.અબડાસા,માંડવી,કાલાવમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે.  

Vadodaraમાં ભારે વરસાદ વરસતા મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશવિશ્વકર્મા વડોદરા જવા રવાના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી જગદીશ વિશ્વકર્મા વડોદરા જિલ્લાની મુલાકાતે
  • ભારે વરસાદની પરિસ્થિતિને પગલે વડોદરા જિલ્લાની મુલાકાતે જવા રવાના થયા
  • વડોદરામાં ભારે વરસાદને પગલે થયેલ નુકસાનનો મેળવશે તાગ

વડોદરામાં ભારે વરસાદને પગલે મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા વડોદરા જવા નિકળ્યા છે.બન્ને મંત્રીઓ રાહત અને બચાવ કામગીરીનો તાગ મેળવશે.વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુકલ, જિલ્લા કલેક્ટર , મ્યુનિસિપલ કમિશનર સહિત જિલ્લા વહીવટી તંત્ર સાથે સમગ્ર પરિસ્થિતિને લઈ સમીક્ષા બેઠક યોજશે અને ઘટનાનો તાગ મેળવશે,સાથે સાથે અનેક વિસ્તારોની મુલાકાત લઈ જાત નિરીક્ષણ કરશે.

ઢાઢર નદીના પાણી શહેરમાં ફરી વળ્યા

ઢાઢર નદીના પાણી શહેર નજીકના પોર અને તેની આસપાસના ગામમાં ફરી વળતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે.ઢાઢર નદીના પૂરના પાણી પોર, દોલતપુરા, રામનાથ ઇટોલા અને અણખી ગામ સહિત આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા છે. ગામના અનેક લોકોના પાણીથી પ્રભાવિત છે. રામનાથ ગામના ખેતરમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં વહીવટી તંત્ર ગઈકાલ રાતથી પ્રયાસ કરી રહ્યું હતું. પાણી વધારે હોવાથી ગત રાતે બચાવ કામગીરી શક્ય બની ન હતી. બીજી તરફ, પાણીને કારણે એક તબક્કે વાહન વ્યવહારને પણ અસર થઈ હતી.

પીએમ મોદીએ પણ ગુજરાતમાં વરસાદની સ્થિતિનો મેળવ્યો તાગ

ગુજરાતમાં હાલ ભારે વરસાદને લઈ અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે,ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા પૂરની પરિસ્થિતિને લઈ તમામ માહિતીઓ મેળવાઈ રહી છે,આજે તેમણે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને વરસાદને લઈ તાગ મેળવ્યો હતો,પીએ મોદીએ ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદ કરવા ખાતરી આપી છે.પીએમ મોદીએ રાહત બચાવ કામગીરીને લઈને પણ તમામ વિગતો મેળવી છે.

રાજ્યમાં સવારે 10 વાગ્યા સુધીમાં 172 તાલુકામાં વરસાદ

રાજયમાં સવારે 10 વાગ્યા સુધીમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે.દ્વારકામાં 2 ઇંચ, ઉમરપાડામાં 2 ઇંચ વરસાદ,કલ્યાણપુરમાં 2 ઇંચ, ધોરાજી 1.5 ઇંચ વરસાદ,ધોરાજીમાં પોણા બે ઈંચ વરસાદ,લાલપુર,નખત્રાણા,ભાણવડમાં સવા ઈંચ વરસાદ,પોરબંદર,કામરેજ,ખંભાળિયામાં સવા ઈંચ વરસાદ.અબડાસા,માંડવી,કાલાવમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે.