ગોંડલ નાગરિક બેન્કની હાઈવોલ્ટેજ ચૂંટણીમાં ભાજપ પ્રેરિત આખી પેનલનો વિજય

જૂનાગઢની જેલમાંથી ફોર્મ ભરનાર જયોતિરાદિત્ય(ગણેશ) જાડેજાનો 5999 મતે વિજય : કોંગ્રેસ પ્રેરિત નાગરિક સહકાર સમિતિનો સફાયો, દેસાઈને 3537, જ્યારે પીપળિયાને સૌથી વધુ 6326 મત મળ્યા, અપક્ષ ઉમેદવારની ડિપોઝિટ જપ્તગોંડલ, : સમગ્ર સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં બહુ ચર્ચાયેલી ગોંડલ નાગરિક બેંકની હાઇવોલ્ટેજ ડ્રામા સમી ચુંટણીનું પરિણામ જાહેર થતા ભાજપ પ્રેરિત પેનલનાં તમામ અગીયાર ઉમેદવારોનો જ્વલંત વિજય થયો છે.જ્યારે કોંગ્રેસ પ્રેરિત નાગરિક સહકાર સમિતિ યતિષભાઈ દેસાઈની પેનલની હાર થઇ છે. અપક્ષ ઉમેદવારની ડિપોઝિટ  ડુલ થઇ છે. હાલ જૂનાગઢની જેલમાં રહેલા જયરાજસિહનાં પુત્ર જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ)નો વિજય થતા સહકારી ક્ષેત્રમાં જેલમાં રહી ચુંટણી જીતવાની પ્રથમ ઘટના બની છે.ભાજપ પ્રેરિત પેનલની જીત  થતા સમર્થકોએ ઢોલ નગારા વગાડી ફટાકડા ફોડી વિજયને વધાવ્યો હતો. ગોંડલ નાગરિક બેંકની ચુંટણીની મતગણતરી રાત્રીનાં 8-30 કલાકે શરૂ થઈ હતી.શરૂઆતથીજ ભાજપ પ્રેરીત પેનલનાં તમામ ઉમેદવારો લીડ સાથે આગળ ચાલી રહ્યા હતા.આજે વહેલી સવારે પરિણામ જાહેર થતા ભાજપ પ્રેરીત પેનલનો વિજય થયો હતો.ચુંટણીનું પરિણામ જોતા વર્તમાન ચેરમેન અશોકભાઈ પીપળીયાને સૌથી વધુ 6327 મત મળ્યા છે.ચુંટણીમાં આમ જોઈએ તો જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ)નું રાજકીય લોંચીંગ થયુ છે.જૂનાગઢની જેલમાં હોવા છતા જીત મેળવી તેમણે નવો રાજકીય આયામ સર્જ્યો છે.ચુંટણી પરીણામ પર નજર કરીએ તો ભાજપ પ્રેરીત પેનલનાં અશોકભાઈ પીપળીયાને 6327,હરેશકુમાર વાડોદરીયાને 6000,જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ)ને 5999,ઓમદેવસિંહ જાડેજાને 5947, કિશોરભાઈ કાલરીયાને 5795, પ્રહલાદભાઇ પારેખને 5767, પ્રમોદભાઇ પટેલને 5767 પ્રફુલભાઈ ટોળીયાને 5481, ભાવનાબેન કાસોંદરાને 6120,નીતાબેન મહેતાને 5893 તથા દિપકભાઈ સોલંકી ને 5738 મત મળ્યા છે.કોંગ્રેસ પ્રેરીત નાગરિક સહકાર સમિતીનાં યતિષભાઈ દેસાઈને 3527,કલ્પેશભાઈ રૈયાણીને 3095, લલીતભાઈ પટોળીયા ને  3063, જયદીપભાઇ કાવઠીયાને 3031, સંદીપભાઈ હીરપરાને 2892, રમેશભાઈ મોણપરાને 2875, વિજયભાઈ ભટ્ટને 2807, કિશોરસિહ જાડેજાને 2800, ક્રીષ્નાબેન તન્નાને 3353, જયશ્રીબેન ભટ્ટીને 3011 તથા જયસુખભાઇ પારઘીને 2868 મત મળ્યા છે. જ્યારે અપક્ષ ઉમેદવાર પ્રતિપાલસિંહ ઝાલાને માત્ર 195 મત મળતા તેમણે ડીપોઝીટ ગુમાવી છે.

ગોંડલ નાગરિક બેન્કની હાઈવોલ્ટેજ ચૂંટણીમાં ભાજપ પ્રેરિત આખી પેનલનો વિજય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


જૂનાગઢની જેલમાંથી ફોર્મ ભરનાર જયોતિરાદિત્ય(ગણેશ) જાડેજાનો 5999 મતે વિજય : કોંગ્રેસ પ્રેરિત નાગરિક સહકાર સમિતિનો સફાયો, દેસાઈને 3537, જ્યારે પીપળિયાને સૌથી વધુ 6326 મત મળ્યા, અપક્ષ ઉમેદવારની ડિપોઝિટ જપ્ત

ગોંડલ, : સમગ્ર સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં બહુ ચર્ચાયેલી ગોંડલ નાગરિક બેંકની હાઇવોલ્ટેજ ડ્રામા સમી ચુંટણીનું પરિણામ જાહેર થતા ભાજપ પ્રેરિત પેનલનાં તમામ અગીયાર ઉમેદવારોનો જ્વલંત વિજય થયો છે.જ્યારે કોંગ્રેસ પ્રેરિત નાગરિક સહકાર સમિતિ યતિષભાઈ દેસાઈની પેનલની હાર થઇ છે. અપક્ષ ઉમેદવારની ડિપોઝિટ  ડુલ થઇ છે. હાલ જૂનાગઢની જેલમાં રહેલા જયરાજસિહનાં પુત્ર જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ)નો વિજય થતા સહકારી ક્ષેત્રમાં જેલમાં રહી ચુંટણી જીતવાની પ્રથમ ઘટના બની છે.ભાજપ પ્રેરિત પેનલની જીત  થતા સમર્થકોએ ઢોલ નગારા વગાડી ફટાકડા ફોડી વિજયને વધાવ્યો હતો. 

ગોંડલ નાગરિક બેંકની ચુંટણીની મતગણતરી રાત્રીનાં 8-30 કલાકે શરૂ થઈ હતી.શરૂઆતથીજ ભાજપ પ્રેરીત પેનલનાં તમામ ઉમેદવારો લીડ સાથે આગળ ચાલી રહ્યા હતા.આજે વહેલી સવારે પરિણામ જાહેર થતા ભાજપ પ્રેરીત પેનલનો વિજય થયો હતો.ચુંટણીનું પરિણામ જોતા વર્તમાન ચેરમેન અશોકભાઈ પીપળીયાને સૌથી વધુ 6327 મત મળ્યા છે.ચુંટણીમાં આમ જોઈએ તો જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ)નું રાજકીય લોંચીંગ થયુ છે.જૂનાગઢની જેલમાં હોવા છતા જીત મેળવી તેમણે નવો રાજકીય આયામ સર્જ્યો છે.

ચુંટણી પરીણામ પર નજર કરીએ તો ભાજપ પ્રેરીત પેનલનાં અશોકભાઈ પીપળીયાને 6327,હરેશકુમાર વાડોદરીયાને 6000,જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ)ને 5999,ઓમદેવસિંહ જાડેજાને 5947, કિશોરભાઈ કાલરીયાને 5795, પ્રહલાદભાઇ પારેખને 5767, પ્રમોદભાઇ પટેલને 5767 પ્રફુલભાઈ ટોળીયાને 5481, ભાવનાબેન કાસોંદરાને 6120,નીતાબેન મહેતાને 5893 તથા દિપકભાઈ સોલંકી ને 5738 મત મળ્યા છે.

કોંગ્રેસ પ્રેરીત નાગરિક સહકાર સમિતીનાં યતિષભાઈ દેસાઈને 3527,કલ્પેશભાઈ રૈયાણીને 3095, લલીતભાઈ પટોળીયા ને  3063, જયદીપભાઇ કાવઠીયાને 3031, સંદીપભાઈ હીરપરાને 2892, રમેશભાઈ મોણપરાને 2875, વિજયભાઈ ભટ્ટને 2807, કિશોરસિહ જાડેજાને 2800, ક્રીષ્નાબેન તન્નાને 3353, જયશ્રીબેન ભટ્ટીને 3011 તથા જયસુખભાઇ પારઘીને 2868 મત મળ્યા છે. જ્યારે અપક્ષ ઉમેદવાર પ્રતિપાલસિંહ ઝાલાને માત્ર 195 મત મળતા તેમણે ડીપોઝીટ ગુમાવી છે.