Bhavnagar: ઈલેક્ટ્રિક બાઈકના શો રૂમમાં લાગી ભયાનક આગ, 50 ઈ-બાઈક બળીને ખાખ
ભાવનગરમાં આગની મોટી ઘટના બની છે. ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે. ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલા ઈલેક્ટ્રિક બાઈકના શો રૂમમાં આગ લાગી છે. ઈલેક્ટ્રિક બાઈકના શો રૂમના કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં આગની ઘટનાનો બનાવ બન્યો છે.કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં બન્યો આગનો બનાવ આગ ધીમે ધીમે આખા કોમ્પ્લેક્ષમાં પણ પ્રસરી છે અને તાત્કાલિક ફાયર વિભાગને ઘટના વિશે જાણ કરવામાં આવતા ફાયર વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો છે અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી છે. 3થી વધુ ફાયર ફાઈટર દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડના આગ પર કાબૂ લેવાના પ્રયાસો યથાવત તમને જણાવી દઈએ કે કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં આગની ઘટના બની છે અને ટેરેસના ભાગમાં એક વૃદ્ધ ફસાયા હોવાની પણ જાણકારી મળી રહી છે, ત્યારે વૃદ્ધને બચાવવા માટે પણ ફાયર વિભાગનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે. ત્યારે બેઝમેન્ટની અંદર રહેલી 50 જેટલી ઈલેક્ટ્રિક બાઈકો સળગીને ખાખ થઈ ગઈ છે અને તેના કારણે આગે ભયાનક સ્વરૂપ પકડ્યું છે. આસપાસમાં ભારે નાસભાગ મચી ઉલ્લેખનીય છે કે આગની ઘટના બનતા આસપાસમાં ભારે નાસભાગ મચી ગઈ છે અને લોકોના ટોળા ઘટના સ્થળની આજુબાજુમાં જોવા મળી રહ્યા છે. ત્યારે પોલીસને પણ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યો છે અને ભીડ નિયંત્રણ કરવામાં પોલીસ જવાનો લાગી ગયા છે. ત્યારે PGVCLની ટીમ પણ ઘટના સ્થળે હાજર છે અને ફાયર વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર અત્યાર સુધી સામે આવ્યા નથી પણ શો રૂમને મોટું નુકસાન પહોંચ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગરમાં આગની મોટી ઘટના બની છે. ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે. ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલા ઈલેક્ટ્રિક બાઈકના શો રૂમમાં આગ લાગી છે. ઈલેક્ટ્રિક બાઈકના શો રૂમના કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં આગની ઘટનાનો બનાવ બન્યો છે.
કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં બન્યો આગનો બનાવ
આગ ધીમે ધીમે આખા કોમ્પ્લેક્ષમાં પણ પ્રસરી છે અને તાત્કાલિક ફાયર વિભાગને ઘટના વિશે જાણ કરવામાં આવતા ફાયર વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો છે અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી છે. 3થી વધુ ફાયર ફાઈટર દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
ફાયર બ્રિગેડના આગ પર કાબૂ લેવાના પ્રયાસો યથાવત
તમને જણાવી દઈએ કે કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં આગની ઘટના બની છે અને ટેરેસના ભાગમાં એક વૃદ્ધ ફસાયા હોવાની પણ જાણકારી મળી રહી છે, ત્યારે વૃદ્ધને બચાવવા માટે પણ ફાયર વિભાગનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે. ત્યારે બેઝમેન્ટની અંદર રહેલી 50 જેટલી ઈલેક્ટ્રિક બાઈકો સળગીને ખાખ થઈ ગઈ છે અને તેના કારણે આગે ભયાનક સ્વરૂપ પકડ્યું છે.
આસપાસમાં ભારે નાસભાગ મચી
ઉલ્લેખનીય છે કે આગની ઘટના બનતા આસપાસમાં ભારે નાસભાગ મચી ગઈ છે અને લોકોના ટોળા ઘટના સ્થળની આજુબાજુમાં જોવા મળી રહ્યા છે. ત્યારે પોલીસને પણ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યો છે અને ભીડ નિયંત્રણ કરવામાં પોલીસ જવાનો લાગી ગયા છે. ત્યારે PGVCLની ટીમ પણ ઘટના સ્થળે હાજર છે અને ફાયર વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર અત્યાર સુધી સામે આવ્યા નથી પણ શો રૂમને મોટું નુકસાન પહોંચ્યું છે.