Banaskanthaમાં જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરાઈ

૦૭- વાવ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૪ અન્વયે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લામાં નિમાયેલા વિવિધ નોડલ અધિકારીઓ સાથે કલેક્ટર કચેરી સભાખંડ, પાલનપુર ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલ જનરલ ઓબ્ઝર્વર આર.કે.સિંઘ તથા ખર્ચ ઓબ્ઝર્વરશ્રી યોગેશ લોકેની ઉપસ્થિતિમાં ચૂંટણીલક્ષી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરાઈ હતી. અધિકારીઓ રહ્યાં હાજર આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થા સહિત તમામ કામગીરી અર્થે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું જેમાં પોલીસ પેટ્રોલિંગ, ચૂંટણી સંબંધી ટ્રેનિંગ, લીકર, રિકવરી સહિતના તમામ મુદ્દાઓ અંગે ચર્ચા કરાઈ હતી.આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણીલક્ષી માર્ગદર્શન, કામગીરીમાં સતર્કતા રાખવા સલાહ સૂચનો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વિવિધ ચેકપોસ્ટ સહિત તમામ સ્થળોએ પોલીસ પેટ્રોલિંગ સહિત ક્રિટિકલ મતદાન બુથો ખાતે વિશેષ પોલીસ બંધોબસ્ત મુજબનું આયોજન કરાયું છે. જિલ્લા પારદર્શિત ચૂંટણી યોજવા વહીવટી તંત્ર સજ્જ હોવાનું જણાવ્યું હતું.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીઅને ખર્ચ નોડલ એમ.જે.દવે, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, સર્વ પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના વિવિધ નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ ૩,૧૦,૬૮૧ મતદારો બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી,પાલનપુર ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં તેમણે વાવ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત માહિતી આપતા જણાવ્યું હતું કે, વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ ૩,૧૦,૬૮૧ મતદારો નોંધાયા છે. જેમાં ૧,૬૧,૨૯૩ પુરુષ તથા ૧,૪૯,૩૮૭ સ્ત્રી મતદારો અને ૦૧ અન્ય મતદારનો સમાવેશ થાય છે. ૦૭-વાવ વિધાનસભા બેઠક માટે તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. વાવ વિધાનસભા બેઠક માટે તા.૧૮ ઑક્ટોબરથી તા.૨૫ ઑક્ટોબર, ૨૦૨૪ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારીપત્રો ભરવામાં આવશે. આચારસંહિતા લાગુ ઉલ્લેખનીય છે કે, સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ગત લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વિજેતા થવાથી તેમના રાજીનામાના કારણે વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. ૦૭-વાવ વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે તા.૧૫/૧૦/૨૦૨૪ થી આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. 1-ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની છેલ્લી તારીખ:- ૩૦/૧૦/૨૦૨૪ 2-મતદાનની તારીખ:- ૧૩/૧૧/૨૦૨૪ 3-મત ગણતરીની તારીખ:- ૨૩/૧૧/૨૦૨૪ 4-ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની છેલ્લી તારીખ:- ૨૫/૧૧/૨૦૨૪

Banaskanthaમાં જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

૦૭- વાવ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૪ અન્વયે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લામાં નિમાયેલા વિવિધ નોડલ અધિકારીઓ સાથે કલેક્ટર કચેરી સભાખંડ, પાલનપુર ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલ જનરલ ઓબ્ઝર્વર આર.કે.સિંઘ તથા ખર્ચ ઓબ્ઝર્વરશ્રી યોગેશ લોકેની ઉપસ્થિતિમાં ચૂંટણીલક્ષી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરાઈ હતી.

અધિકારીઓ રહ્યાં હાજર

આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થા સહિત તમામ કામગીરી અર્થે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું જેમાં પોલીસ પેટ્રોલિંગ, ચૂંટણી સંબંધી ટ્રેનિંગ, લીકર, રિકવરી સહિતના તમામ મુદ્દાઓ અંગે ચર્ચા કરાઈ હતી.આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણીલક્ષી માર્ગદર્શન, કામગીરીમાં સતર્કતા રાખવા સલાહ સૂચનો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વિવિધ ચેકપોસ્ટ સહિત તમામ સ્થળોએ પોલીસ પેટ્રોલિંગ સહિત ક્રિટિકલ મતદાન બુથો ખાતે વિશેષ પોલીસ બંધોબસ્ત મુજબનું આયોજન કરાયું છે. જિલ્લા પારદર્શિત ચૂંટણી યોજવા વહીવટી તંત્ર સજ્જ હોવાનું જણાવ્યું હતું.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીઅને ખર્ચ નોડલ એમ.જે.દવે, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, સર્વ પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના વિવિધ નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ ૩,૧૦,૬૮૧ મતદારો

બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી,પાલનપુર ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં તેમણે વાવ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત માહિતી આપતા જણાવ્યું હતું કે, વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ ૩,૧૦,૬૮૧ મતદારો નોંધાયા છે. જેમાં ૧,૬૧,૨૯૩ પુરુષ તથા ૧,૪૯,૩૮૭ સ્ત્રી મતદારો અને ૦૧ અન્ય મતદારનો સમાવેશ થાય છે. ૦૭-વાવ વિધાનસભા બેઠક માટે તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. વાવ વિધાનસભા બેઠક માટે તા.૧૮ ઑક્ટોબરથી તા.૨૫ ઑક્ટોબર, ૨૦૨૪ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારીપત્રો ભરવામાં આવશે.

આચારસંહિતા લાગુ

ઉલ્લેખનીય છે કે, સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ગત લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વિજેતા થવાથી તેમના રાજીનામાના કારણે વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. ૦૭-વાવ વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે તા.૧૫/૧૦/૨૦૨૪ થી આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે.

1-ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની છેલ્લી તારીખ:- ૩૦/૧૦/૨૦૨૪

2-મતદાનની તારીખ:- ૧૩/૧૧/૨૦૨૪

3-મત ગણતરીની તારીખ:- ૨૩/૧૧/૨૦૨૪

4-ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની છેલ્લી તારીખ:- ૨૫/૧૧/૨૦૨૪