Ambalal Patelની વરસાદને લઈ મોટી આગાહી, રાજયના કેટલાક ભાગોમાં વરસાદી જોર ઘટશે

ઉત્તર,પૂર્વ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર યથાવત રહેશે કચ્છમાં હજુ પણ 2 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે,તેમનું કહેવું છે કે ગુજરાતના ઉત્તર,પૂર્વ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે,સાથે સાથે ત્રણ દિવસ બાદ વરસાદની સિસ્ટમ કચ્છથી પાકિસ્તાન તરફ ફંટાશે.30 ઓગસ્ટ આસપાસ વરસાદી જોર ઘટવાની શક્યતા રહેલી છે,સપ્ટેમ્બરની શરુઆતમાં ફરીથી વરસાદી માહોલ જામશે અને તે વરસાદ 15 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસે તેવી શકયતા છે. અંબાલાલ પટેલની રાહતરૂપ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી જોર ઘટવાની આગાહી કરી છે.ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટશે.સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર યથાવત રહે તેવી આગાહી કરવામાં આવી છે.આગામી 2-3 દિવસ હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોના 80 કિમિની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી કરી છે,સાથે સાથે રાજ્યભરમાં 15 થી 35ની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી કરાઈ છે. ઓગસ્ટના અંતમાં વરસાદનું જોર ઘટશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મૂજબ વાત કરીએ તો,30 ઓગસ્ટ આસપાસ વરસાદી જોર ઘટવાની શકયતા છે.સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ફરીથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાશે.5 થી 6 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, 15 સપ્ટેમ્બર સુધી ગુજરાતના સમગ્ર ભાગોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. પીએમ મોદીએ પણ ગુજરાતમાં વરસાદની સ્થિતિનો મેળવ્યો તાગ ગુજરાતમાં હાલ ભારે વરસાદને લઈ અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે,ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા પૂરની પરિસ્થિતિને લઈ તમામ માહિતીઓ મેળવાઈ રહી છે,આજે તેમણે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને વરસાદને લઈ તાગ મેળવ્યો હતો,પીએ મોદીએ ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદ કરવા ખાતરી આપી છે.પીએમ મોદીએ રાહત બચાવ કામગીરીને લઈને પણ તમામ વિગતો મેળવી છે. રાજ્યમાં સવારે 10 વાગ્યા સુધીમાં 172 તાલુકામાં વરસાદ રાજયમાં સવારે 10 વાગ્યા સુધીમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે.દ્વારકામાં 2 ઇંચ, ઉમરપાડામાં 2 ઇંચ વરસાદ,કલ્યાણપુરમાં 2 ઇંચ, ધોરાજી 1.5 ઇંચ વરસાદ,ધોરાજીમાં પોણા બે ઈંચ વરસાદ,લાલપુર,નખત્રાણા,ભાણવડમાં સવા ઈંચ વરસાદ,પોરબંદર,કામરેજ,ખંભાળિયામાં સવા ઈંચ વરસાદ.અબડાસા,માંડવી,કાલાવમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે.  

Ambalal Patelની વરસાદને લઈ મોટી આગાહી, રાજયના કેટલાક ભાગોમાં વરસાદી જોર ઘટશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉત્તર,પૂર્વ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે
  • સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર યથાવત રહેશે
  • કચ્છમાં હજુ પણ 2 દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે,તેમનું કહેવું છે કે ગુજરાતના ઉત્તર,પૂર્વ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે,સાથે સાથે ત્રણ દિવસ બાદ વરસાદની સિસ્ટમ કચ્છથી પાકિસ્તાન તરફ ફંટાશે.30 ઓગસ્ટ આસપાસ વરસાદી જોર ઘટવાની શક્યતા રહેલી છે,સપ્ટેમ્બરની શરુઆતમાં ફરીથી વરસાદી માહોલ જામશે અને તે વરસાદ 15 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસે તેવી શકયતા છે.

અંબાલાલ પટેલની રાહતરૂપ આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી જોર ઘટવાની આગાહી કરી છે.ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટશે.સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર યથાવત રહે તેવી આગાહી કરવામાં આવી છે.આગામી 2-3 દિવસ હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોના 80 કિમિની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી કરી છે,સાથે સાથે રાજ્યભરમાં 15 થી 35ની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી કરાઈ છે.

ઓગસ્ટના અંતમાં વરસાદનું જોર ઘટશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મૂજબ વાત કરીએ તો,30 ઓગસ્ટ આસપાસ વરસાદી જોર ઘટવાની શકયતા છે.સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ફરીથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાશે.5 થી 6 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે,

15 સપ્ટેમ્બર સુધી ગુજરાતના સમગ્ર ભાગોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.

પીએમ મોદીએ પણ ગુજરાતમાં વરસાદની સ્થિતિનો મેળવ્યો તાગ

ગુજરાતમાં હાલ ભારે વરસાદને લઈ અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે,ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા પૂરની પરિસ્થિતિને લઈ તમામ માહિતીઓ મેળવાઈ રહી છે,આજે તેમણે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને વરસાદને લઈ તાગ મેળવ્યો હતો,પીએ મોદીએ ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદ કરવા ખાતરી આપી છે.પીએમ મોદીએ રાહત બચાવ કામગીરીને લઈને પણ તમામ વિગતો મેળવી છે.

રાજ્યમાં સવારે 10 વાગ્યા સુધીમાં 172 તાલુકામાં વરસાદ

રાજયમાં સવારે 10 વાગ્યા સુધીમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે.દ્વારકામાં 2 ઇંચ, ઉમરપાડામાં 2 ઇંચ વરસાદ,કલ્યાણપુરમાં 2 ઇંચ, ધોરાજી 1.5 ઇંચ વરસાદ,ધોરાજીમાં પોણા બે ઈંચ વરસાદ,લાલપુર,નખત્રાણા,ભાણવડમાં સવા ઈંચ વરસાદ,પોરબંદર,કામરેજ,ખંભાળિયામાં સવા ઈંચ વરસાદ.અબડાસા,માંડવી,કાલાવમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે.