Valsadના ધરમપુરમાં રાજા સમયના પ્રાચીન ગરબાની પરંપરા હજી યથાવત રહી, વાંચો Story

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે રાજા સમયના પ્રાચીન ગરબાની પરંપરા હજી યથાવત છે દેવગ્ન ચોનકર સમાજ જે ઇ.સ. 1700 મા ધરમપુર રાજ્યની સ્થાપના થઇ ત્યાંથી રાજા સાથે આવ્યો હતો ત્યારે ધરમપુરના રાજાના દરબારમા આ પ્રાચીન ગરબા રમતા જે હજી પણ ધરમપુરમા રમાઈ રહ્યા છે.આ અનોખા ગરબાનો ઇતિહાસ રાજા મહારાજાઓ સાથેનો છે. પ્રાચીન ગરબા ધરમપુરના દસોંદી ફળિયામા દેવગ્ન ચોનકર સમાજના કુળદેવીનુ સ્થાન આવેલું છે ધરમપુરના રાજા અને દેવગ્ન સમાજની કુળદેવી એ એક જ હોવાથી નવરાત્રી દરમિયાન પ્રાચીન કાળથી ધરમપુરમાં મુખે ગવાયેલા ગરબા રમાય છે તે સમયના ગરબા ચોપડીમા લખાયા હતા તેજ ગરબા હજી પણ ઢોલકના તાલે ગાઈને તમામ લોકો એનો બોલ ઝીલીને ગરબા રમે છે આજની યુવા પેઢીએ આ પરંપરાગત પ્રાચીન ગરબા જાળવી રાખ્યા છે આજના યુગમા ધ્વનિ પ્રદુષણને ધ્યાનમા રાખવામાં આવે છે તેવું સમાજના પ્રમુખ નું કેહવું છે રામાયણ, ભાઈ બહેનનો ગરબો, તેમજ અનેક ઇતિહાસ જોડાયેલા પ્રાચીન ગરબા અહીં ગવાઈ છે રાજા સમય ના લખાયેલા ગરબાની હજી સુધી સાચવી રખામાં આવ્યા છે. લાયબ્રેરીમાં હજી પણ પુસ્તક સચવાયેલું છે 93 વર્ષ પહેલા ગુજરાતમાં આવેલા વલસાડ ખાતેના ધરમપુરના મહારાણા વિજય દેવજીની દીકરીએ શ્રી વિજય રત્ન ગરબા પુસ્તકની રચના કરી હતી. જેમાં ધરમપુરની જાહોજલાલી સહિત વિવિધ પ્રસંગોને આવરી લેવાયા છે. તે સમયના નવરાત્રીના ગરબાઓ સહિતનું વર્ણન કરાયું છે. આ પુસ્તક બે ભાગમાં વહેંચાયેલું છે. જેમાં કુલ 300 ગરબા લખાયેલા છે. જે અનમોલ પુસ્તક આજે પણ લાયબ્રેરીમાં સચવાયેલું છે. જશવંત કુંવરબાએ આ પુસ્તક તેમના પિતાને અર્પણ કર્યું હતું રાજકુમારી જશવંત કુંવરબા દ્વારા રચયીવમાં આવેલા પુસ્તક શ્રી વિજય રત્ન ગરબા' તેમણે પોતાના પિતાને અર્પણ કર્યું હતું. જેમાં ધરમપુર રાજ્યની જાહોજલાલી તેમજ આસપાસના વિસ્તારમાં આવેલું પ્રકૃતિનું અપાર્ટ સૌંદર્ય સહિત રાજ્યમાં બનતી વિવિધ ઘટનાઓ તેમજ વિવિધ પ્રસંગોનું નિરૂપણ તેમણે રચેલા ગરબામાં કર્યું છે. જેમાં રાજાનો જન્મ દિવસ હોય કે, નવરાત્રીની પૂનમના ગરબા, સહિત અનેક ઘટનાઓને આવરી લેવામાં આવી છે.  

Valsadના ધરમપુરમાં રાજા સમયના પ્રાચીન ગરબાની પરંપરા હજી યથાવત રહી, વાંચો Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે રાજા સમયના પ્રાચીન ગરબાની પરંપરા હજી યથાવત છે દેવગ્ન ચોનકર સમાજ જે ઇ.સ. 1700 મા ધરમપુર રાજ્યની સ્થાપના થઇ ત્યાંથી રાજા સાથે આવ્યો હતો ત્યારે ધરમપુરના રાજાના દરબારમા આ પ્રાચીન ગરબા રમતા જે હજી પણ ધરમપુરમા રમાઈ રહ્યા છે.આ અનોખા ગરબાનો ઇતિહાસ રાજા મહારાજાઓ સાથેનો છે.

પ્રાચીન ગરબા

ધરમપુરના દસોંદી ફળિયામા દેવગ્ન ચોનકર સમાજના કુળદેવીનુ સ્થાન આવેલું છે ધરમપુરના રાજા અને દેવગ્ન સમાજની કુળદેવી એ એક જ હોવાથી નવરાત્રી દરમિયાન પ્રાચીન કાળથી ધરમપુરમાં મુખે ગવાયેલા ગરબા રમાય છે તે સમયના ગરબા ચોપડીમા લખાયા હતા તેજ ગરબા હજી પણ ઢોલકના તાલે ગાઈને તમામ લોકો એનો બોલ ઝીલીને ગરબા રમે છે આજની યુવા પેઢીએ આ પરંપરાગત પ્રાચીન ગરબા જાળવી રાખ્યા છે આજના યુગમા ધ્વનિ પ્રદુષણને ધ્યાનમા રાખવામાં આવે છે તેવું સમાજના પ્રમુખ નું કેહવું છે રામાયણ, ભાઈ બહેનનો ગરબો, તેમજ અનેક ઇતિહાસ જોડાયેલા પ્રાચીન ગરબા અહીં ગવાઈ છે રાજા સમય ના લખાયેલા ગરબાની હજી સુધી સાચવી રખામાં આવ્યા છે.


લાયબ્રેરીમાં હજી પણ પુસ્તક સચવાયેલું છે

93 વર્ષ પહેલા ગુજરાતમાં આવેલા વલસાડ ખાતેના ધરમપુરના મહારાણા વિજય દેવજીની દીકરીએ શ્રી વિજય રત્ન ગરબા પુસ્તકની રચના કરી હતી. જેમાં ધરમપુરની જાહોજલાલી સહિત વિવિધ પ્રસંગોને આવરી લેવાયા છે. તે સમયના નવરાત્રીના ગરબાઓ સહિતનું વર્ણન કરાયું છે. આ પુસ્તક બે ભાગમાં વહેંચાયેલું છે. જેમાં કુલ 300 ગરબા લખાયેલા છે. જે અનમોલ પુસ્તક આજે પણ લાયબ્રેરીમાં સચવાયેલું છે.

જશવંત કુંવરબાએ આ પુસ્તક તેમના પિતાને અર્પણ કર્યું હતું

રાજકુમારી જશવંત કુંવરબા દ્વારા રચયીવમાં આવેલા પુસ્તક શ્રી વિજય રત્ન ગરબા' તેમણે પોતાના પિતાને અર્પણ કર્યું હતું. જેમાં ધરમપુર રાજ્યની જાહોજલાલી તેમજ આસપાસના વિસ્તારમાં આવેલું પ્રકૃતિનું અપાર્ટ સૌંદર્ય સહિત રાજ્યમાં બનતી વિવિધ ઘટનાઓ તેમજ વિવિધ પ્રસંગોનું નિરૂપણ તેમણે રચેલા ગરબામાં કર્યું છે. જેમાં રાજાનો જન્મ દિવસ હોય કે, નવરાત્રીની પૂનમના ગરબા, સહિત અનેક ઘટનાઓને આવરી લેવામાં આવી છે.