Gujarat weather: ગુજરાતમાં કડકડતી ઠંડીની શરૂઆત, જાણો ક્યું શહેર બન્યું સૌથી ઠંડુ

ગુજરાતમાં વિધિવત રિતે ચોમાસાએ વિદાય લીધી છે અને શિયાળાની ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે. પરંતુ હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડી અનુભય થાય છે, તો દિવસ દરમિયાન ગરમી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઇ રહી છે.  રાજ્યમાં તાપમાન 1થી 1.5 ડિગ્રી જેટલું ઘટ્યું છે.  સૌથી વધુ રાજકોટમાં તાપમાન 37.8 ડિગ્રી નોંધાયું છે. જ્યારે  ગાંધીનગરમાં સૌથી ઓછું તાપમાન 18 ડિગ્રી નોંધાયું હતું. તો બીજી તરફ અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.5, લઘુત્તમ 20.4, ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36.0, લઘુત્તમ 18, નલિયામાં મહત્તમ તાપમાન 34.2, લઘુત્તમ 19.0, અમરેલીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી, લઘુત્તમ 18.4, સુરતમાં મહત્તમ તાપમાન 35.2 ડિગ્રી, લઘુત્તમ 21.7, કેશોદમાં મહત્તમ તાપમાન 35, લઘુત્તમ 19 ડિગ્રી નોંધાયું છે.આપને જણાવી દઈએ કે રાજ્યમાં ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ અને થોડ જ દીવસોમાં રાજ્યમાં ઠંડી જોર ધીમે ધીમે વધશે. હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે. 23 નવેમ્બર બાદ ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે જેથી ગરમીમાં ઘટાડો થશે. ગુજરાતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નહીં હોવાનું તેઓએ જણાવ્યું. સાથે જ માર્ચ અને એપ્રિલ મહિના સુધી માવઠા આવી શકે છે. બંગાળ ઉપસાગરમાં 20થી 25 નવેમ્બર ડિપ ડિપ્રેશનમાં કારણે ચક્રવાત બનશે. અરબ સાગરમાં 19થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે. 

Gujarat weather: ગુજરાતમાં કડકડતી ઠંડીની શરૂઆત, જાણો ક્યું શહેર બન્યું સૌથી ઠંડુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં વિધિવત રિતે ચોમાસાએ વિદાય લીધી છે અને શિયાળાની ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે. પરંતુ હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડી અનુભય થાય છે, તો દિવસ દરમિયાન ગરમી પડી રહી છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઇ રહી છે.  રાજ્યમાં તાપમાન 1થી 1.5 ડિગ્રી જેટલું ઘટ્યું છે.  સૌથી વધુ રાજકોટમાં તાપમાન 37.8 ડિગ્રી નોંધાયું છે. જ્યારે  ગાંધીનગરમાં સૌથી ઓછું તાપમાન 18 ડિગ્રી નોંધાયું હતું. તો બીજી તરફ અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.5, લઘુત્તમ 20.4, ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36.0, લઘુત્તમ 18, નલિયામાં મહત્તમ તાપમાન 34.2, લઘુત્તમ 19.0, અમરેલીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી, લઘુત્તમ 18.4, સુરતમાં મહત્તમ તાપમાન 35.2 ડિગ્રી, લઘુત્તમ 21.7, કેશોદમાં મહત્તમ તાપમાન 35, લઘુત્તમ 19 ડિગ્રી નોંધાયું છે.

આપને જણાવી દઈએ કે રાજ્યમાં ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ અને થોડ જ દીવસોમાં રાજ્યમાં ઠંડી જોર ધીમે ધીમે વધશે. હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે. 23 નવેમ્બર બાદ ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે જેથી ગરમીમાં ઘટાડો થશે. ગુજરાતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નહીં હોવાનું તેઓએ જણાવ્યું. સાથે જ માર્ચ અને એપ્રિલ મહિના સુધી માવઠા આવી શકે છે. બંગાળ ઉપસાગરમાં 20થી 25 નવેમ્બર ડિપ ડિપ્રેશનમાં કારણે ચક્રવાત બનશે. અરબ સાગરમાં 19થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે.