Vadodara: વડોદરામાં IOCLમાં 30થી વધુ ફાયર ફાયટરની મદદથી આખરે વિકરાળ આગ કાબૂમાં
વડોદરામાં ગુજરાત રિફાઈનરીમાં લાગેલી આગ અંગે અપડેટ આવ્યા છે. IOCL કંપનીની આગમાં વધુ એક કર્મચારીનું મોત નિપજ્યું છે. આ કર્મચારી બેન્ઝીન પ્લાન્ટમાં કામ કરતો હતો. આમ, રિફાઈનરીની આગમાં અત્યાર સુધી 2 કર્મચારીના કરુણ મોત નિપજ્યા છે. શૈલેષ મકવાણા, હિમંત મકવાણા નામના 2 કર્મચારીના મોતના અહેવાલ છે. તો અન્ય 3 લોકો દાઝી જતાં સારવાર માટે ખસેડાયા છે. વડોદરામાં IOCLમાં 30થી વધુ ફાયર ફાયટરની 12 કલાકની જહેમત બાદ આખરે વિકરાળ આગ કાબૂમાં આવી છે. વિવિધ જિલ્લાના ફાયર જવાનોની મહેનત રંગ લાવી છે. AFFF ફોમિંગ સિસ્ટમથી આખરે વિકરાળ આગ પર કાબૂ મેળવાયો હતો. મળતી માહિતી મુજબ, ગુજરાત રિફાઇનરીમાં બપોરે પહેલો અને મોડી રાતે બીજો બ્લાસ્ટ થયો હતો. તેના બાદ ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. આ બાદ અનેક વિસ્તારોની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક રિફાઈનરી પહોંચી હતી. આગ પર ત્રીપલ FFF ફ્રોર્મનો મારો સતત ચાલુ રખાયો હતો. આ ફ્રોર્મ જ આગ પર કાબુ મેળવી શકે છે. આઇપીસીએલ કંપનીમાંથી સ્પેશિયલ આ ફોર્મ મંગાવવામાં આવ્યો હતો. 2 ટેન્કરમાં આગ લાગી હતી. અન્ય ટેન્કમાં આગ પર કાબૂ મેળવી લેવાયો છે. વડોદરામાં આવેલ ગુજરાત રિફાઇનરીના બેન્ઝીન સ્ટોરેજ ટેન્કમાં આગ લાગ્યાના 12 કલાકની જહેમત બાદ ફાયર ફાયટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. વડોદરા ફાયરની ટીમે AFFF ફોમીંગ સીસ્ટમથી આગ બૂઝવી હતી. હાલના તબક્કે કોઈ ચિંતાનો વિષય નથી, તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. રાત્રે 3.30 કલાકે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો. રિફાઈનરી દ્વારા સાયરન વગાડી આ અંગે જાણ કરવામાં આવી હતી. આગ કાબૂમાં આવતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વડોદરામાં IOCLમાં આગ બાદ કર્મીઓ મજબૂર કર્મચારીઓ મજબૂરીમાં જીવનના જોખમે આવ્યાઆટલી મોટી દુર્ઘટના બાદ પણ બેદરકારી કેમ ?આગ બાદ બ્લાસ્ટ થતા 2 કર્મીના થયા હતા મોતકોન્ટ્રાક્ટ કર્મીઓ જીવના જોખમે કામ કરવા મજબૂરતમામ કર્મચારીઓ મૂળ અન્ય રાજ્યના: કર્મચારીઓઅમને અંદર જતા હવે બીક લાગે છે: કર્મચારીઓઅન્ય રાજ્યમાંથી અહીં રોજી રોટી માટે આવ્યા‘પરિવાર માટે કામ કરવા નોકરી તો કરવી પડશે’ઈન્ડિયન ઓઈલે એક નિવેદનમાં જણાવ્યું કે, સોમવારે ગુજરાત રિફાઈનરમાં બપોરે અંદાજે 3.30 કલાકે બેન્ઝીન સ્ટોરેજ ટેન્ક (1000 કિલોમીટરની ક્ષમતા) માં આગ લાગી હતી. રિફાઈનરની ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. IOCL માં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગ્યા બાદ તેને બૂઝવવાની કામગીરી કરાઈ હતી. એક ટેન્કની આગ બુઝાવવાના પ્રયાસ દરમિયાન બીજી ટેન્કમાં આગ લાગી હતી. એટલે રાતે 9 વાગ્યા બાદ બીજો બ્લાસ્ટ થયો હતો. બીજી ટેન્કમાં પણ આગ પ્રસરતા અન્ય જિલ્લા માંથી ફાયર બ્રિગેડ બોલાવાઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરામાં ગુજરાત રિફાઈનરીમાં લાગેલી આગ અંગે અપડેટ આવ્યા છે. IOCL કંપનીની આગમાં વધુ એક કર્મચારીનું મોત નિપજ્યું છે. આ કર્મચારી બેન્ઝીન પ્લાન્ટમાં કામ કરતો હતો. આમ, રિફાઈનરીની આગમાં અત્યાર સુધી 2 કર્મચારીના કરુણ મોત નિપજ્યા છે. શૈલેષ મકવાણા, હિમંત મકવાણા નામના 2 કર્મચારીના મોતના અહેવાલ છે. તો અન્ય 3 લોકો દાઝી જતાં સારવાર માટે ખસેડાયા છે.
વડોદરામાં IOCLમાં 30થી વધુ ફાયર ફાયટરની 12 કલાકની જહેમત બાદ આખરે વિકરાળ આગ કાબૂમાં આવી છે. વિવિધ જિલ્લાના ફાયર જવાનોની મહેનત રંગ લાવી છે. AFFF ફોમિંગ સિસ્ટમથી આખરે વિકરાળ આગ પર કાબૂ મેળવાયો હતો. મળતી માહિતી મુજબ, ગુજરાત રિફાઇનરીમાં બપોરે પહેલો અને મોડી રાતે બીજો બ્લાસ્ટ થયો હતો. તેના બાદ ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. આ બાદ અનેક વિસ્તારોની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક રિફાઈનરી પહોંચી હતી. આગ પર ત્રીપલ FFF ફ્રોર્મનો મારો સતત ચાલુ રખાયો હતો. આ ફ્રોર્મ જ આગ પર કાબુ મેળવી શકે છે. આઇપીસીએલ કંપનીમાંથી સ્પેશિયલ આ ફોર્મ મંગાવવામાં આવ્યો હતો. 2 ટેન્કરમાં આગ લાગી હતી. અન્ય ટેન્કમાં આગ પર કાબૂ મેળવી લેવાયો છે.
વડોદરામાં આવેલ ગુજરાત રિફાઇનરીના બેન્ઝીન સ્ટોરેજ ટેન્કમાં આગ લાગ્યાના 12 કલાકની જહેમત બાદ ફાયર ફાયટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. વડોદરા ફાયરની ટીમે AFFF ફોમીંગ સીસ્ટમથી આગ બૂઝવી હતી. હાલના તબક્કે કોઈ ચિંતાનો વિષય નથી, તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. રાત્રે 3.30 કલાકે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો. રિફાઈનરી દ્વારા સાયરન વગાડી આ અંગે જાણ કરવામાં આવી હતી. આગ કાબૂમાં આવતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વડોદરામાં IOCLમાં આગ બાદ કર્મીઓ મજબૂર
- કર્મચારીઓ મજબૂરીમાં જીવનના જોખમે આવ્યા
- આટલી મોટી દુર્ઘટના બાદ પણ બેદરકારી કેમ ?
- આગ બાદ બ્લાસ્ટ થતા 2 કર્મીના થયા હતા મોત
- કોન્ટ્રાક્ટ કર્મીઓ જીવના જોખમે કામ કરવા મજબૂર
- તમામ કર્મચારીઓ મૂળ અન્ય રાજ્યના: કર્મચારીઓ
- અમને અંદર જતા હવે બીક લાગે છે: કર્મચારીઓ
- અન્ય રાજ્યમાંથી અહીં રોજી રોટી માટે આવ્યા
- ‘પરિવાર માટે કામ કરવા નોકરી તો કરવી પડશે’
ઈન્ડિયન ઓઈલે એક નિવેદનમાં જણાવ્યું કે, સોમવારે ગુજરાત રિફાઈનરમાં બપોરે અંદાજે 3.30 કલાકે બેન્ઝીન સ્ટોરેજ ટેન્ક (1000 કિલોમીટરની ક્ષમતા) માં આગ લાગી હતી. રિફાઈનરની ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. IOCL માં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગ્યા બાદ તેને બૂઝવવાની કામગીરી કરાઈ હતી. એક ટેન્કની આગ બુઝાવવાના પ્રયાસ દરમિયાન બીજી ટેન્કમાં આગ લાગી હતી. એટલે રાતે 9 વાગ્યા બાદ બીજો બ્લાસ્ટ થયો હતો. બીજી ટેન્કમાં પણ આગ પ્રસરતા અન્ય જિલ્લા માંથી ફાયર બ્રિગેડ બોલાવાઈ છે.