Surendranagar: ઝાલાવાડમાં જુગારના 11 દરોડા : 21 પકડાયા
દસાડા, વઢવાણ, ચોટીલા, રતનપર, થાન, સુરેન્દ્રનગર શહેરમાં જુગારના દરોડા, ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢની શાળા પાછળથી 5 ઝબ્બેમેળામાં પોલીસ બંદોબસ્ત છતાય ખુલ્લેઆમ જુગાર રમાતા પોલીસની મીલીભગતની આશંકા જાહેરમાં રોકડા રૂપીયા મુકીને પાટલો અને કડુલો નામનો જુગાર ખુલ્લેઆમ રમાતો હોવા છતાય પોલીસ કોઈ કામાગીરી કરી રહી નથી સુરેન્દ્રનગરમાં પોલીસે જુગારના અલગ-અલગ 11 દરોડા કર્યા હતા. જેમાં 21 જુગારીયાઓ રોકડ, મોબાઈલ મળી કુલ રૂ. 32,630ની મત્તા સાથે પકડાયા હતા. રતનપરના ખાણ વિસ્તારમાં જુગાર રમતા આશીષ સુંદરભાઈ મીઠાપરા, કિર્તી દેવૃકૃષ્ણભાઈ વૈષ્ણવ, રવી નટુભાઈ સદાદીયા, રામદેવસીંહ માનસંગભા ગોહિલ અને તરૂણ લાલજીભાઈ જાંબુકીયા રોકડા રૂપીયા 11240 સાથે પકડાયા હતા. જયારે થાનની કોળી સોસાયટીમાં જુગાર રમતા બેચર બુધાભાઈ દેત્રોજા, વિજય રમેશભાઈ દેત્રોજા અને આકાશ નાથાભાઈ બાંભણીયા રોકડા રૂપીયા 5300 સાથે ઝડપાયા હતા. અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમે વિરેન્દ્રગઢ ગામની શાળા પાછળ બાવળની ઝાડીમાં રમાતા જુગાર પર દરોડો કર્યો હતો. જેમાં માધા ગણેશભાઈ ઉડેચા, મહેશ કાનજીભાઈ કનસારા, હરેશ દેવકરણભાઈ કુડેચા, કેશુ જેરામભાઈ ભરમાણી, શનાભાઈ શામજીભાઈ ભરમાણી રોકડા રૂપીયા 4440 સાથે ઝડપાયા હતા. વાલેવડા ગામે દશરથ વસાભાઈ વાલેવડીયા રોકડા રૂ.570 સાથે, વઢવાણના અંબાજી માતાના મંદીર પાસેથી હીતેશ ઉર્ફે સસલો ગોરધનભાઈ દેથરીયા 2730 સાથે, ચોટીલાની આણંદપુર ચોકડી પાસેથી ચોટીલા જુના બસ સ્ટેશન પાસે રહેતો વીનોદ છનાભાઈ ચૌહાણ રૂપીયા 530 સાથે, દસાડાના ધામામાંથી સુરેશ મોતીભાઈ ધામેચા રોકડા 350, જૈનાબાદમાંથી સંજય કનુભાઈ ઠાકોર રૂ. 640 અને ઝીંઝુવાડામાંથી જીવુભા મદારસીંહ ઝાલા રોકડા રૂ. 260 સાથે ઝડપાયા હતા. સુરેન્દ્રનગર પતરાવાળી હોટલ પાસેથી સરફરાઝ ઉર્ફે સલીમ અનવરભાઈ ખોખર રોકડ અને મોબાઈલ સહિત રૂપીયા 6140ના મુદ્દામાલ સાથે, ઝીંઝુવાડામાંથી કનુભા જલુભા ઝાલા રોકડા રૂપીયા 430 સાથે પકડાયા હતા. હળવદના દેવીપુરના મેળામાં જાહેરમાં જુગાર રમતો વીડિયો વાઈરલ થતા સ્થાનિકોમાં રોષ હળવદઃ હળવદ તાલુકાના દેવીપુરગામના મેળામાં જાહેરમાં રોકડ રૂપીયાની હારજીતનો વીડીયો વાયરલ થતા મેળામાં હાજર પોલીસની મીલીભગતની આશંકા સેવાઇ રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસેના દેવીપુર ગામે એક દિવસીય મેળો યોજાયો હતો.આ મેળામાં આજુબાજુના અનેક ગામના મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.જ્યાં જાહેરમાં રોકડ રૂપીયાની હારજીતનો જુગાર રમતા હોવાનો સોશીયલ મીડીયામાં વીડીયો વાયરલ થતા મેળા બંદોબસ્તમાં હાજર પોલીસની મીલીભગતની આશંકા સેવાઇ રહી છે.આમ મેળામાં આવતા લોકોની હાજરીમાં જુગાર રમાતા મહીલાઓ અને બાળકો ઉપર માઠી અસર પડે છે.સાથે મેળામાં એક નહી પણ અલગ-અલગ ત્રણ જગ્યાએ આવો જુગાર રમાતો હોવાનો લોકોમાં ગણગણાટ ચાલી રહયો છે.અહી જાહેરમાં રોકડા રૂપીયા મુકીને પાટલો અને કડુલો નામનો જુગાર ખુલ્લેઆમ રમાતો હોવા છતાય પોલીસ કોઈ કામાગીરી કરી રહી નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- દસાડા, વઢવાણ, ચોટીલા, રતનપર, થાન, સુરેન્દ્રનગર શહેરમાં જુગારના દરોડા, ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢની શાળા પાછળથી 5 ઝબ્બે
- મેળામાં પોલીસ બંદોબસ્ત છતાય ખુલ્લેઆમ જુગાર રમાતા પોલીસની મીલીભગતની આશંકા
- જાહેરમાં રોકડા રૂપીયા મુકીને પાટલો અને કડુલો નામનો જુગાર ખુલ્લેઆમ રમાતો હોવા છતાય પોલીસ કોઈ કામાગીરી કરી રહી નથી
સુરેન્દ્રનગરમાં પોલીસે જુગારના અલગ-અલગ 11 દરોડા કર્યા હતા. જેમાં 21 જુગારીયાઓ રોકડ, મોબાઈલ મળી કુલ રૂ. 32,630ની મત્તા સાથે પકડાયા હતા. રતનપરના ખાણ વિસ્તારમાં જુગાર રમતા આશીષ સુંદરભાઈ મીઠાપરા, કિર્તી દેવૃકૃષ્ણભાઈ વૈષ્ણવ, રવી નટુભાઈ સદાદીયા, રામદેવસીંહ માનસંગભા ગોહિલ અને તરૂણ લાલજીભાઈ જાંબુકીયા રોકડા રૂપીયા 11240 સાથે પકડાયા હતા.
જયારે થાનની કોળી સોસાયટીમાં જુગાર રમતા બેચર બુધાભાઈ દેત્રોજા, વિજય રમેશભાઈ દેત્રોજા અને આકાશ નાથાભાઈ બાંભણીયા રોકડા રૂપીયા 5300 સાથે ઝડપાયા હતા. અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમે વિરેન્દ્રગઢ ગામની શાળા પાછળ બાવળની ઝાડીમાં રમાતા જુગાર પર દરોડો કર્યો હતો. જેમાં માધા ગણેશભાઈ ઉડેચા, મહેશ કાનજીભાઈ કનસારા, હરેશ દેવકરણભાઈ કુડેચા, કેશુ જેરામભાઈ ભરમાણી, શનાભાઈ શામજીભાઈ ભરમાણી રોકડા રૂપીયા 4440 સાથે ઝડપાયા હતા. વાલેવડા ગામે દશરથ વસાભાઈ વાલેવડીયા રોકડા રૂ.570 સાથે, વઢવાણના અંબાજી માતાના મંદીર પાસેથી હીતેશ ઉર્ફે સસલો ગોરધનભાઈ દેથરીયા 2730 સાથે, ચોટીલાની આણંદપુર ચોકડી પાસેથી ચોટીલા જુના બસ સ્ટેશન પાસે રહેતો વીનોદ છનાભાઈ ચૌહાણ રૂપીયા 530 સાથે, દસાડાના ધામામાંથી સુરેશ મોતીભાઈ ધામેચા રોકડા 350, જૈનાબાદમાંથી સંજય કનુભાઈ ઠાકોર રૂ. 640 અને ઝીંઝુવાડામાંથી જીવુભા મદારસીંહ ઝાલા રોકડા રૂ. 260 સાથે ઝડપાયા હતા. સુરેન્દ્રનગર પતરાવાળી હોટલ પાસેથી સરફરાઝ ઉર્ફે સલીમ અનવરભાઈ ખોખર રોકડ અને મોબાઈલ સહિત રૂપીયા 6140ના મુદ્દામાલ સાથે, ઝીંઝુવાડામાંથી કનુભા જલુભા ઝાલા રોકડા રૂપીયા 430 સાથે પકડાયા હતા.
હળવદના દેવીપુરના મેળામાં જાહેરમાં જુગાર રમતો વીડિયો વાઈરલ થતા સ્થાનિકોમાં રોષ
હળવદઃ હળવદ તાલુકાના દેવીપુરગામના મેળામાં જાહેરમાં રોકડ રૂપીયાની હારજીતનો વીડીયો વાયરલ થતા મેળામાં હાજર પોલીસની મીલીભગતની આશંકા સેવાઇ રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસેના દેવીપુર ગામે એક દિવસીય મેળો યોજાયો હતો.આ મેળામાં આજુબાજુના અનેક ગામના મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.જ્યાં જાહેરમાં રોકડ રૂપીયાની હારજીતનો જુગાર રમતા હોવાનો સોશીયલ મીડીયામાં વીડીયો વાયરલ થતા મેળા બંદોબસ્તમાં હાજર પોલીસની મીલીભગતની આશંકા સેવાઇ રહી છે.આમ મેળામાં આવતા લોકોની હાજરીમાં જુગાર રમાતા મહીલાઓ અને બાળકો ઉપર માઠી અસર પડે છે.સાથે મેળામાં એક નહી પણ અલગ-અલગ ત્રણ જગ્યાએ આવો જુગાર રમાતો હોવાનો લોકોમાં ગણગણાટ ચાલી રહયો છે.અહી જાહેરમાં રોકડા રૂપીયા મુકીને પાટલો અને કડુલો નામનો જુગાર ખુલ્લેઆમ રમાતો હોવા છતાય પોલીસ કોઈ કામાગીરી કરી રહી નથી.