Suratમાં મહિલા PI ગ્લુકોઝના બાટલા સાથે પોલીસ સ્ટેશનમાં બજાવી રહ્યાં છે ફરજ
સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીઆઈ એમ.બી.ઝાલાનું સ્વાસ્થય સારૂ નથી તેમ છત્તા પોતાની ફરજ બજાવવાનું ચૂકતા નથી,તેઓ બીમાર છે તેમ છત્તા પોલીસ સ્ટેશનમાં આવીને તેઓ ફરજ બજાવી રહ્યાં છે,ડોકટર મહિલા પીઆઈને પોલીસ સ્ટેશનમાં આવીને ગ્લુકોઝના બાટલા ચઢાવી રહ્યા છે,તેવો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. સરથાણા પોલીસ સ્ટેશનના છે મહિલા PI આમ તો તબિયત બગડે અને એમાં પણ બાટલા ચડાવાતા હોય તો કોઈ પણ કર્મચારી રજા રાખતા હોય પરંતુ સુરતમાં કંઈક અલગ જોવા મળ્યું છે,સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈની છેલ્લા ચાર દિવસથી તબિયત ખરાબ હોવા છત્તા તેઓ પોલીસ સ્ટેશન આવીને તેમની ફરજ નિભાવી રહ્યાં છે તેનું ઉત્તમઉદાહરણ પૂરુ પાડયું છે.એક અરજદારે મહિલા પીઆઈનો વીડિયો બનાવ્યો હતો અને તે વીડિયોને સોશિયલ મિડીયામાં વાયરલ કર્યો હતો. પોલીસમાં આવા પણ નિષ્ઠાવાન કર્મચારીઓ છે ગુજરાત પોલીસમાં નિષ્ઠાવાન કર્મચારીએ સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે.સમાજમાં પોલીસને લોકો અલગ નજરેથી જોતા હોય છે,પરંતુ અમુક કર્મચારીઓને ખરેખર સલામ કરવા જેવી હોય છે,સરથાણા પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા ઝાલા સાહેબની અશકિત હોવા છત્તા પોલીસ સ્ટેશન આવે છે અને કામ કરે છે અને અરજદારોને સાંભળે છે.ડોકટરે તેમને હોસ્પિટલમાં દાખલ થવાનું કીધુ પરંતુ પીઆઈ સાહેબે ના પાડી અને કહ્યું કે તેઓ તેમની ફરજ નિભાવશે અને ડોકટરે તેમની આ વાત સાંભળીને પોલીસ સ્ટેશનમાં આવીને બાટલા ચડાવ્યા હતા,હાલ ગણેશ ઉત્સવનો તહેવાર ચાલી રહ્યો છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે તેમણે સમાજમાં અને પોલીસ વિભાગ માટે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે. બીમાર હાલતમાં પણ કામ કરતા પીઆઈ હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ઠેર ઠેર ભગવાન ગણેશના આગમન માટે વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરમાં શાંતિ અને સલામતી રહે તે માટે પીઆઈ પોતાની બીમારી વચ્ચે એક બાજુ સારવાર કરાવી રહ્યા છે તો બીજી બાજુ કામ કરતાં જોવા મળી રહ્યાં છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીઆઈ એમ.બી.ઝાલાનું સ્વાસ્થય સારૂ નથી તેમ છત્તા પોતાની ફરજ બજાવવાનું ચૂકતા નથી,તેઓ બીમાર છે તેમ છત્તા પોલીસ સ્ટેશનમાં આવીને તેઓ ફરજ બજાવી રહ્યાં છે,ડોકટર મહિલા પીઆઈને પોલીસ સ્ટેશનમાં આવીને ગ્લુકોઝના બાટલા ચઢાવી રહ્યા છે,તેવો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે.
સરથાણા પોલીસ સ્ટેશનના છે મહિલા PI
આમ તો તબિયત બગડે અને એમાં પણ બાટલા ચડાવાતા હોય તો કોઈ પણ કર્મચારી રજા રાખતા હોય પરંતુ સુરતમાં કંઈક અલગ જોવા મળ્યું છે,સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈની છેલ્લા ચાર દિવસથી તબિયત ખરાબ હોવા છત્તા તેઓ પોલીસ સ્ટેશન આવીને તેમની ફરજ નિભાવી રહ્યાં છે તેનું ઉત્તમઉદાહરણ પૂરુ પાડયું છે.એક અરજદારે મહિલા પીઆઈનો વીડિયો બનાવ્યો હતો અને તે વીડિયોને સોશિયલ મિડીયામાં વાયરલ કર્યો હતો.
પોલીસમાં આવા પણ નિષ્ઠાવાન કર્મચારીઓ છે
ગુજરાત પોલીસમાં નિષ્ઠાવાન કર્મચારીએ સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે.સમાજમાં પોલીસને લોકો અલગ નજરેથી જોતા હોય છે,પરંતુ અમુક કર્મચારીઓને ખરેખર સલામ કરવા જેવી હોય છે,સરથાણા પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા ઝાલા સાહેબની અશકિત હોવા છત્તા પોલીસ સ્ટેશન આવે છે અને કામ કરે છે અને અરજદારોને સાંભળે છે.ડોકટરે તેમને હોસ્પિટલમાં દાખલ થવાનું કીધુ પરંતુ પીઆઈ સાહેબે ના પાડી અને કહ્યું કે તેઓ તેમની ફરજ નિભાવશે અને ડોકટરે તેમની આ વાત સાંભળીને પોલીસ સ્ટેશનમાં આવીને બાટલા ચડાવ્યા હતા,હાલ ગણેશ ઉત્સવનો તહેવાર ચાલી રહ્યો છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે તેમણે સમાજમાં અને પોલીસ વિભાગ માટે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે.
બીમાર હાલતમાં પણ કામ કરતા પીઆઈ
હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ઠેર ઠેર ભગવાન ગણેશના આગમન માટે વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરમાં શાંતિ અને સલામતી રહે તે માટે પીઆઈ પોતાની બીમારી વચ્ચે એક બાજુ સારવાર કરાવી રહ્યા છે તો બીજી બાજુ કામ કરતાં જોવા મળી રહ્યાં છે.