Dwarka: શ્રાવણ માસ દરમિયાન લાખો યાત્રિકોએ દર્શન સાથે પ્રાકૃતિક સૌંદર્યનો લાભ લીધો

દ્વારકા જિલ્લાના બરડા ડુંગર વચ્ચે પાંડવો વખતનું કિલેશ્વર મહાદેવનું મંદિર લાખો યાત્રિકો દર્શન અને પ્રાકૃતિક સૌંદર્યનો લાભ લઇ ધન્યતા અનુભવે છે ગૌરવાંતિક પૌરાણિક મહત્તા ધરાવતી તપોભૂમિ છે ગૌરવાંતિક પૌરાણિક મહત્તા ધરાવતી તપોભૂમિ આમ તો અનેક ઐતિહાસિક તથા પૌરાણિક સ્થળોની ભૂમિ છે. જેમાંથી આજે મહાધિદેવ મહાદેવના પવિત્ર શ્રાવણમાસ નિમિતે ભાણવડના બરડા ડુંગર મધ્યે આવેલા એકદમ પ્રાકૃતિક સૌંદર્યથી છલોછલ અનેક ઐતિહાસિક પૌરાણિક કથાઓ સાથે વણાયેલા એવા કિલેશ્વર મહાદેવના મંદિરની આછેરી ઝલક રજુ કરવી છે. ડુંગરની વચ્ચે કુદરતી સૌંદર્યની વચ્ચે કિલેશ્વર મહાદેવનું મંદિર ભાણવડ ગામથી અઢાર કિ.મી.ના અંતરે બરડા ડુંગરની વચ્ચે કુદરતી સૌંદર્યની વચ્ચે કિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહિં બિરાજતા મહાદેવના દર્શન કરીને ભકતો ધન્યતા અનુભવે છે. ઐતિહાસિક કથા મુજબ જયારે ભગવાન શ્રી કૃષ્ણ અતિ પ્રાકૃતિક સૌદર્ય હોય તેવા સ્થળે વસવાટ કરવાનું ઇચ્છતા હતા ત્યારે છ-છ વર્ષ સુધી ભાણવડ નજીક બરડા ડુંગરમાં વસવાટ કર્યો હતો અને ભગવાન કિલેશ્વર મહાદેવની પુજા-અર્ચના કરી હતી. આશરે 7654 વર્ષ પહેલા લીલાછમ વાતાવરણમાં ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરના હસ્તે ડુંગર વચ્ચે આવેલી નદી પાસે સ્વયંભૂ શિવલીંગની સ્થાપના કરાવી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી. પાણીના સળસળાટ વહેતા પાણીના ઝરણા અને પાણીના કુંડ, પ્રાકૃતિક સૌંદર્ય અને મસ્ત નદીનું વહેણ આ બધુ કિલેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં એકસાથે જોવા મળશે. ભગવાન શ્રી કૃષ્ણને આ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર સ્થળ એટલું પસંદ પડી ગયું હતુ કે, જયારે દ્વારિકા નગરીનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યુ હતુ તે સમયે વધુ આઠ વર્ષ અહિ આવી રહ્યા હતા અને કિલેશ્વર મહાદેવની ભકિત કરી હતી. એક વાયકા મુજબ આ સ્થળ છોડીને નવનિર્માણ પામેલી દ્વારિકાનગરીમાં વસવાટ કરવાની પણ તેમની ઇચ્છા ન હતી. ગુપ્તવાસ શોધવાનું કામ ગરૂડસેનાને સોપવામાં આવ્યું હતુ મંદિરના ઇતિહાસ વિશે જોઇએ તો એવું કહેવાય છે કે, જરાસંઘે 17-17 વખત મથુરા પર હુમલા કર્યા તેમાં શ્રી કૃષ્ણ ભગવાને તેમને મ્હાત કર્યા જયારે અઢારમી વખત હુમલો થયો ત્યારે મથુરાના લોકોના હિત અને શાંતિનો વિચાર કરી ભગવાન શ્રી કૃષ્ણએ મથુરા છોડવાનું નક્કી કર્યું અને મથુરાથી દુર જવુ હોય તો તે માટે ગુપ્તવાસ શોધવાનું કામ ગરૂડસેનાને સોપવામાં આવ્યું હતુ. સૌરાષ્ટ્રમાં વેણુ પર્વત નજીક પાણીથી ભરેલો આભા પર્વત હતો જે ગુપ્તવાસ માટે યોગ્ય હતો. ત્યારે નદી કિનારે આભાપરા પાસે નવો કિલ્લો બનાવીને વસવાટ કર્યો હતો. હાલનો બરડો ડુંગર શ્રી કૃષ્ણના ગુપ્તવાસ વસવાટ વખતે પારિયાત્ર ડુંગર તરીકે ઓળખાતો હતો. બરડા ડુંગર વિસ્તારમાં પથ્થરો અને સોમરસનો ખાંડણીયો પણ છે તે કૃષ્ણ અહિ આવ્યાના પુરાવા આપે છે. કિલેશ્વર મહાદેવના મંદિરમાં પ્રવેશ કર્યા બાદ શ્રધ્ધાળુઓ પગપાળા પસાર કરતા ડાબી તરફ સુંદર કિલ ગંગા નદી આવેલી છે જેના ઉપરથી આવતા પાણી નીચે જમણી તરફ આવેલા રેવતિકુંડમાં ધોધ સ્વરૂપે પડે છે. જેમાં સ્નાન કરવાનો આનંદ માણવા હજારો લોકો આવે છે. ત્યાંથી આગળ જતાં મોટો ચોક આવે છે જયાંથી ડાબી તરફ મંદિરનું પ્રવેશદ્વાર છે.

Dwarka: શ્રાવણ માસ દરમિયાન લાખો યાત્રિકોએ દર્શન સાથે પ્રાકૃતિક સૌંદર્યનો લાભ લીધો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દ્વારકા જિલ્લાના બરડા ડુંગર વચ્ચે પાંડવો વખતનું કિલેશ્વર મહાદેવનું મંદિર
  • લાખો યાત્રિકો દર્શન અને પ્રાકૃતિક સૌંદર્યનો લાભ લઇ ધન્યતા અનુભવે છે
  • ગૌરવાંતિક પૌરાણિક મહત્તા ધરાવતી તપોભૂમિ છે

ગૌરવાંતિક પૌરાણિક મહત્તા ધરાવતી તપોભૂમિ આમ તો અનેક ઐતિહાસિક તથા પૌરાણિક સ્થળોની ભૂમિ છે. જેમાંથી આજે મહાધિદેવ મહાદેવના પવિત્ર શ્રાવણમાસ નિમિતે ભાણવડના બરડા ડુંગર મધ્યે આવેલા એકદમ પ્રાકૃતિક સૌંદર્યથી છલોછલ અનેક ઐતિહાસિક પૌરાણિક કથાઓ સાથે વણાયેલા એવા કિલેશ્વર મહાદેવના મંદિરની આછેરી ઝલક રજુ કરવી છે.

ડુંગરની વચ્ચે કુદરતી સૌંદર્યની વચ્ચે કિલેશ્વર મહાદેવનું મંદિર

ભાણવડ ગામથી અઢાર કિ.મી.ના અંતરે બરડા ડુંગરની વચ્ચે કુદરતી સૌંદર્યની વચ્ચે કિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહિં બિરાજતા મહાદેવના દર્શન કરીને ભકતો ધન્યતા અનુભવે છે. ઐતિહાસિક કથા મુજબ જયારે ભગવાન શ્રી કૃષ્ણ અતિ પ્રાકૃતિક સૌદર્ય હોય તેવા સ્થળે વસવાટ કરવાનું ઇચ્છતા હતા ત્યારે છ-છ વર્ષ સુધી ભાણવડ નજીક બરડા ડુંગરમાં વસવાટ કર્યો હતો અને ભગવાન કિલેશ્વર મહાદેવની પુજા-અર્ચના કરી હતી. આશરે 7654 વર્ષ પહેલા લીલાછમ વાતાવરણમાં ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરના હસ્તે ડુંગર વચ્ચે આવેલી નદી પાસે સ્વયંભૂ શિવલીંગની સ્થાપના કરાવી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી. પાણીના સળસળાટ વહેતા પાણીના ઝરણા અને પાણીના કુંડ, પ્રાકૃતિક સૌંદર્ય અને મસ્ત નદીનું વહેણ આ બધુ કિલેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં એકસાથે જોવા મળશે. ભગવાન શ્રી કૃષ્ણને આ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર સ્થળ એટલું પસંદ પડી ગયું હતુ કે, જયારે દ્વારિકા નગરીનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યુ હતુ તે સમયે વધુ આઠ વર્ષ અહિ આવી રહ્યા હતા અને કિલેશ્વર મહાદેવની ભકિત કરી હતી. એક વાયકા મુજબ આ સ્થળ છોડીને નવનિર્માણ પામેલી દ્વારિકાનગરીમાં વસવાટ કરવાની પણ તેમની ઇચ્છા ન હતી.

ગુપ્તવાસ શોધવાનું કામ ગરૂડસેનાને સોપવામાં આવ્યું હતુ

મંદિરના ઇતિહાસ વિશે જોઇએ તો એવું કહેવાય છે કે, જરાસંઘે 17-17 વખત મથુરા પર હુમલા કર્યા તેમાં શ્રી કૃષ્ણ ભગવાને તેમને મ્હાત કર્યા જયારે અઢારમી વખત હુમલો થયો ત્યારે મથુરાના લોકોના હિત અને શાંતિનો વિચાર કરી ભગવાન શ્રી કૃષ્ણએ મથુરા છોડવાનું નક્કી કર્યું અને મથુરાથી દુર જવુ હોય તો તે માટે ગુપ્તવાસ શોધવાનું કામ ગરૂડસેનાને સોપવામાં આવ્યું હતુ. સૌરાષ્ટ્રમાં વેણુ પર્વત નજીક પાણીથી ભરેલો આભા પર્વત હતો જે ગુપ્તવાસ માટે યોગ્ય હતો. ત્યારે નદી કિનારે આભાપરા પાસે નવો કિલ્લો બનાવીને વસવાટ કર્યો હતો. હાલનો બરડો ડુંગર શ્રી કૃષ્ણના ગુપ્તવાસ વસવાટ વખતે પારિયાત્ર ડુંગર તરીકે ઓળખાતો હતો. બરડા ડુંગર વિસ્તારમાં પથ્થરો અને સોમરસનો ખાંડણીયો પણ છે તે કૃષ્ણ અહિ આવ્યાના પુરાવા આપે છે. કિલેશ્વર મહાદેવના મંદિરમાં પ્રવેશ કર્યા બાદ શ્રધ્ધાળુઓ પગપાળા પસાર કરતા ડાબી તરફ સુંદર કિલ ગંગા નદી આવેલી છે જેના ઉપરથી આવતા પાણી નીચે જમણી તરફ આવેલા રેવતિકુંડમાં ધોધ સ્વરૂપે પડે છે. જેમાં સ્નાન કરવાનો આનંદ માણવા હજારો લોકો આવે છે. ત્યાંથી આગળ જતાં મોટો ચોક આવે છે જયાંથી ડાબી તરફ મંદિરનું પ્રવેશદ્વાર છે.