Ahmedabad જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને મુસ્લિમ મહિલાઓએ રાખડી બાંધી આશીર્વાદ આપ્યા
અમદાવાદના જગન્નાથ મંદિરમાં રક્ષાબંધનની ઉજવણી મુસ્લિમ બહેનોએ મહંત દિલીપદાસજીને બાંધી રાખડી જગન્નાથ મંદિરમાં મુસ્લિમ મહિલાઓએ રક્ષાબંધનની કરી ઉજવણી અમદાવાદમાં આવેલ જગ્નાથમંદિરમાં મુસ્લિમ બહેનોઓ મહંત દિલીપદાસજીને રાખડી બાંધી આશીર્વાદ આપ્યા હતા અને ભાઈચારાનું ઉદાહરણ પુરૂ પાડયું હતુ,અમદાવાદના જગન્નાથ મંદિરમાં દર વર્ષે મહંતને મુસ્લિમ મહિલાઓ દ્રારા રાખડી બાંધવામાં આવે છે,અને રક્ષાબંધનના પર્વ પર કોમી મુસ્લિમ એકતાની ઝાંખી કરાયા છે. ભાઈ અને બહેનના પ્રેમનો પર્વ એટલે રક્ષાબંધન અમદાવાદના જગન્નાથ મંદિરમાં મુસ્લિમ મહિલાઓએ કરી રક્ષાબંધનની ઉજવણી,મંદિરના મહંતને મુસ્લિમ મહીલાઓએ રાખડી બાંધી મીઠુ મો કરાવ્યુ હતુ.જમાલપુર તેમજ આસપાસની મુસ્લિમ મહિલાઓ દર વર્ષે મહંતને રાખડી બાંધે છે,સાથે સાથે તેમના સ્વાસ્થ્યને લઈ પ્રાર્થના પણ કરે છે,આ પરંપરા આજની નથી પરંતુ દર વર્ષે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે. રક્ષાબંધનનો દિવસ પુરાણ કાળથી ચાલ્યો આવે છે શ્રીમદ ભાગવતમાં કથા છે એ પ્રમાણે ભગવાન વિષ્ણુ જ્યારે બલિરાજા પાસે વરદાન માગીને એને રસાતલ નામના પાતાળમાં લઈ ગયા ત્યારે બલિએ વિષ્ણુને ઉપર જવા દીધા ન હતા. એ વખતે લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધીને ભાઈ બનાવ્યા હતા અને વિષ્ણુને છોડાવ્યા હતા. બલિનો તહેવાર હોવાથી એનું નામ બળેવ પણ છે. ગામડાઓમાં તો આજે પણ આ તહેવારને બળેવ જ કહેવામાં આવે છે. આ રીતે રક્ષાબંધનનો દિવસ પુરાણ કાળથી ચાલ્યો આવે છે.અને શ્રીકૃષ્ણએ ચીરહરણ પ્રસંગે દ્રૌપદીની લાજ પણ રાખી હતી. કુંતા માતાએ અભિમન્યુની રક્ષા કરવા માટે એને પણ રાખડી બાંધી હતી. મહાભારતમાં આ બંને પ્રસંગ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- અમદાવાદના જગન્નાથ મંદિરમાં રક્ષાબંધનની ઉજવણી
- મુસ્લિમ બહેનોએ મહંત દિલીપદાસજીને બાંધી રાખડી
- જગન્નાથ મંદિરમાં મુસ્લિમ મહિલાઓએ રક્ષાબંધનની કરી ઉજવણી
અમદાવાદમાં આવેલ જગ્નાથમંદિરમાં મુસ્લિમ બહેનોઓ મહંત દિલીપદાસજીને રાખડી બાંધી આશીર્વાદ આપ્યા હતા અને ભાઈચારાનું ઉદાહરણ પુરૂ પાડયું હતુ,અમદાવાદના જગન્નાથ મંદિરમાં દર વર્ષે મહંતને મુસ્લિમ મહિલાઓ દ્રારા રાખડી બાંધવામાં આવે છે,અને રક્ષાબંધનના પર્વ પર કોમી મુસ્લિમ એકતાની ઝાંખી કરાયા છે.
ભાઈ અને બહેનના પ્રેમનો પર્વ એટલે રક્ષાબંધન
અમદાવાદના જગન્નાથ મંદિરમાં મુસ્લિમ મહિલાઓએ કરી રક્ષાબંધનની ઉજવણી,મંદિરના મહંતને મુસ્લિમ મહીલાઓએ રાખડી બાંધી મીઠુ મો કરાવ્યુ હતુ.જમાલપુર તેમજ આસપાસની મુસ્લિમ મહિલાઓ દર વર્ષે મહંતને રાખડી બાંધે છે,સાથે સાથે તેમના સ્વાસ્થ્યને લઈ પ્રાર્થના પણ કરે છે,આ પરંપરા આજની નથી પરંતુ દર વર્ષે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે.
રક્ષાબંધનનો દિવસ પુરાણ કાળથી ચાલ્યો આવે છે
શ્રીમદ ભાગવતમાં કથા છે એ પ્રમાણે ભગવાન વિષ્ણુ જ્યારે બલિરાજા પાસે વરદાન માગીને એને રસાતલ નામના પાતાળમાં લઈ ગયા ત્યારે બલિએ વિષ્ણુને ઉપર જવા દીધા ન હતા. એ વખતે લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધીને ભાઈ બનાવ્યા હતા અને વિષ્ણુને છોડાવ્યા હતા. બલિનો તહેવાર હોવાથી એનું નામ બળેવ પણ છે. ગામડાઓમાં તો આજે પણ આ તહેવારને બળેવ જ કહેવામાં આવે છે. આ રીતે રક્ષાબંધનનો દિવસ પુરાણ કાળથી ચાલ્યો આવે છે.અને શ્રીકૃષ્ણએ ચીરહરણ પ્રસંગે દ્રૌપદીની લાજ પણ રાખી હતી. કુંતા માતાએ અભિમન્યુની રક્ષા કરવા માટે એને પણ રાખડી બાંધી હતી. મહાભારતમાં આ બંને પ્રસંગ છે.