Sabarkanthaના ઈડરિયા ગઢમાં અજાણ્યા શખ્સોએ કર્યુ ખોદકામ, સ્થાનિકોમાં ભારે રોષ

ઈસવીસન આઠમી સદીમાં બનેલા ઈડરિયા ગઢની પ્રસિદ્ધિ ભારતભરમાં વ્યાપેલી છે જોકે તાજેતરમાં ચોરી થયાના મામલે સ્થાનિક લોકોએ ઈડર ગઢની મુલાકાત લેતા ચોરી કરતા ખજાનો મેળવવા માટે અજાણ્યા લોકોએ ગઢમાં ખોદકામ કર્યાનું બહાર આવતા ઈડર સહિત આસપાસના વિસ્તારોમાં રોષ વ્યાપ્યો છે સાથોસાથ આ મામલે પોલીસ તંત્રને પણ લેખિત જાણ કરાઈ છે જોકે હજુ સુધી ચોરી તેમજ ખોદકામ મામલે કોઈ પાયારૂક કામગીરી થઈ શકી નથી. ઈડરિયા ગઢનું આગવું મહત્વ સામાન્ય રીતે ઐતિહાસિક તેમજ સાંસ્કૃતિક વારસાને ટકાવી રાખનારી ઇમારતો દિન પ્રતિદિન ખંડ ખંડ વેરાઈ રહી છે જેમાં ચોર ઈસમો દ્વારા ખજાનો મેળવવાની લાયમાં કેટલાય ગઢ તેમજ કિલ્લાઓ તૂટી ચૂક્યા છે ત્યારે આ લિસ્ટમાં હવે ઇડર ગઢનો પણ સમાવેશ થાય તો નવાઈ નહીં તાજેતરમાં ઈડર ગઢ ઉપર દસ લાખથી વધારેની ચોરી થયાની ક્ષત્રિય સંગઠન દ્વારા ઇડર પોલીસ મથકે જાણ કરાઈ હતી જોકે સ્થાનિક લોકોએ ચોરી થયાના મામલે રૂબરૂ મુલાકાત લેતા ચોરી કરતા અતિગંભીર બાબતો સામે આવી છે જેમાં ખજાનો મેળવવા મામલે કેટલાક લોકોએ ગઢમાં ખોદકામ કર્યા હોવાનું ધ્યાન આવ્યું છે. ગઢ પર ખોદકામ જોકે ઈડરગઢમાં ખોદકામ થયું હોવા છતાં હજી સુધી સ્થાનિક સંચાલક કમિટી તેમજ પોલીસ તંત્ર દ્વારા પાયારૂપ કામગીરીમાં ક્યાંક કચાશ રહી છે જેના પગલે સ્થાનિકો પણ હવે આ મામલે ઠોસ પગલાં ભરાય તેવી માંગ કરી રહ્યા છે જો કે એક તરફ સ્થાનિક કક્ષાએ દિન પ્રતિદિન ઈડર ગઢ મામલે વિવિધ રજૂઆતો સહિત ચોરી તેમજ ખોદકામ જેવી બાબતો ધ્યાન ઉપર આવ્યા હોવા છતાં આજદિન સુધી કોઈ પગલા લેવાય નથી ત્યારે આ મામલે હવે ઈડર ગઢ બચાવો સમિતિ સહિત સંચાલકો સામે પણ પાયા રૂપ કામગીરી કરવા અંગુલી નિર્દેશ થઈ રહ્યો છે સાથોસાથ પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ મામલે ચોક્કસ કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠી રહી છે. પોલીસ તપાસ કરે તે જરૂરી જોકે આગામી સમયમાં ઈડર ગઢ મામલે તંત્ર દ્વારા કેવી અને કેટલી કામગીરી હાથ ધરાઈ છે તે પણ મહત્વનું બની રહે છે એક સપ્તાહ જેટલો ચોરીનો સમય થયો હોવા છતાં હજુ સુધી પોલીસ ફરિયાદ થઈ શકી નથી તો બીજી તરફ અમૂલ્ય વારસામાં નીડરગઢ માં ખોદકામ થઈ હોવા છતાં આ મામલે પણ હજી સુધી કોઈ ચોક્કસ ભૂમિકા ભજવાય નથી ત્યારે સ્થાનીય લોકોમાં પણ ભારે રોષ વ્યાપ્યો છે.જોકે આક્ષેપ પ્રત્યાક્ષેપની વચ્ચે ઈડરગઢમાં ચોરી તેમજ ખોદકામ થયાના એક સપ્તાહ બાદ પણ સ્થિતિ હજુ એવી જ છે ત્યારે જોવે રહે છે કે આગામી સમયમાં ઈડર બચાવો ગઢ સમિતિ સહિત ગઢ સંચાલક સમિતિ તેમજ પોલીસ વિભાગ દ્વારા કેવા અને કેટલા પગલાં ભરાય છે.  

Sabarkanthaના ઈડરિયા ગઢમાં અજાણ્યા શખ્સોએ કર્યુ ખોદકામ, સ્થાનિકોમાં ભારે રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઈસવીસન આઠમી સદીમાં બનેલા ઈડરિયા ગઢની પ્રસિદ્ધિ ભારતભરમાં વ્યાપેલી છે જોકે તાજેતરમાં ચોરી થયાના મામલે સ્થાનિક લોકોએ ઈડર ગઢની મુલાકાત લેતા ચોરી કરતા ખજાનો મેળવવા માટે અજાણ્યા લોકોએ ગઢમાં ખોદકામ કર્યાનું બહાર આવતા ઈડર સહિત આસપાસના વિસ્તારોમાં રોષ વ્યાપ્યો છે સાથોસાથ આ મામલે પોલીસ તંત્રને પણ લેખિત જાણ કરાઈ છે જોકે હજુ સુધી ચોરી તેમજ ખોદકામ મામલે કોઈ પાયારૂક કામગીરી થઈ શકી નથી.

ઈડરિયા ગઢનું આગવું મહત્વ

સામાન્ય રીતે ઐતિહાસિક તેમજ સાંસ્કૃતિક વારસાને ટકાવી રાખનારી ઇમારતો દિન પ્રતિદિન ખંડ ખંડ વેરાઈ રહી છે જેમાં ચોર ઈસમો દ્વારા ખજાનો મેળવવાની લાયમાં કેટલાય ગઢ તેમજ કિલ્લાઓ તૂટી ચૂક્યા છે ત્યારે આ લિસ્ટમાં હવે ઇડર ગઢનો પણ સમાવેશ થાય તો નવાઈ નહીં તાજેતરમાં ઈડર ગઢ ઉપર દસ લાખથી વધારેની ચોરી થયાની ક્ષત્રિય સંગઠન દ્વારા ઇડર પોલીસ મથકે જાણ કરાઈ હતી જોકે સ્થાનિક લોકોએ ચોરી થયાના મામલે રૂબરૂ મુલાકાત લેતા ચોરી કરતા અતિગંભીર બાબતો સામે આવી છે જેમાં ખજાનો મેળવવા મામલે કેટલાક લોકોએ ગઢમાં ખોદકામ કર્યા હોવાનું ધ્યાન આવ્યું છે.


ગઢ પર ખોદકામ

જોકે ઈડરગઢમાં ખોદકામ થયું હોવા છતાં હજી સુધી સ્થાનિક સંચાલક કમિટી તેમજ પોલીસ તંત્ર દ્વારા પાયારૂપ કામગીરીમાં ક્યાંક કચાશ રહી છે જેના પગલે સ્થાનિકો પણ હવે આ મામલે ઠોસ પગલાં ભરાય તેવી માંગ કરી રહ્યા છે જો કે એક તરફ સ્થાનિક કક્ષાએ દિન પ્રતિદિન ઈડર ગઢ મામલે વિવિધ રજૂઆતો સહિત ચોરી તેમજ ખોદકામ જેવી બાબતો ધ્યાન ઉપર આવ્યા હોવા છતાં આજદિન સુધી કોઈ પગલા લેવાય નથી ત્યારે આ મામલે હવે ઈડર ગઢ બચાવો સમિતિ સહિત સંચાલકો સામે પણ પાયા રૂપ કામગીરી કરવા અંગુલી નિર્દેશ થઈ રહ્યો છે સાથોસાથ પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ મામલે ચોક્કસ કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠી રહી છે.

પોલીસ તપાસ કરે તે જરૂરી

જોકે આગામી સમયમાં ઈડર ગઢ મામલે તંત્ર દ્વારા કેવી અને કેટલી કામગીરી હાથ ધરાઈ છે તે પણ મહત્વનું બની રહે છે એક સપ્તાહ જેટલો ચોરીનો સમય થયો હોવા છતાં હજુ સુધી પોલીસ ફરિયાદ થઈ શકી નથી તો બીજી તરફ અમૂલ્ય વારસામાં નીડરગઢ માં ખોદકામ થઈ હોવા છતાં આ મામલે પણ હજી સુધી કોઈ ચોક્કસ ભૂમિકા ભજવાય નથી ત્યારે સ્થાનીય લોકોમાં પણ ભારે રોષ વ્યાપ્યો છે.જોકે આક્ષેપ પ્રત્યાક્ષેપની વચ્ચે ઈડરગઢમાં ચોરી તેમજ ખોદકામ થયાના એક સપ્તાહ બાદ પણ સ્થિતિ હજુ એવી જ છે ત્યારે જોવે રહે છે કે આગામી સમયમાં ઈડર બચાવો ગઢ સમિતિ સહિત ગઢ સંચાલક સમિતિ તેમજ પોલીસ વિભાગ દ્વારા કેવા અને કેટલા પગલાં ભરાય છે.