Sarangpur હનુમાનજી દાદાને 10થી વધુ દેશોની ચલણી નોટોમાંથી બનેલા વાઘા અર્પણ કરાયા

દિવાળીનું પાવન પર્વ શરૂ થઈ ગયું છે. શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર આ પર્વ નિમિત્તે મધમઘી રહ્યું છે. ત્યારે શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીની પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દેશ-વિદેશની અલગ-અલગ ચલણી નોટોમાંથી બનાવેલા વાઘા અર્પણ કરાયા છે. આજે સવારે શણગાર આરતી શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીજી દ્વારા કરવામાં આવી હતી. જેનો લ્હાવો મોટી સંખ્યામાં ભક્તોએ લઈને ધન્યતા અનુભવી હતી. દાદાને વિશેષ શણગાર આજે દાદાને અર્પણ કરાયેલા વિશેષ વાઘા અંગે પૂજારી સ્વામી એ જણાવ્યું કે, દેશમાં દિવાળીનું પર્વ ઉજવાઈ રહ્યું છે. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પણ આ પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. આજે દાદાને અમેરિકા, કેન્યા, કેનેડા, તાન્ઝાનિયા, યુગાન્ડા અને હોંગકોંગ સહિત અલગ-અલગ દસ દેશોની ચલણી નોટોમાંથી બનાવેલા વિશેષ વાઘા અર્પણ કરાયા છે. આ વાઘા પ્યોર સિલ્કના કાપડમાંથી ચાર દિવસની મહેનતે તૈયાર થયાં છે. આ સિવાય હનુમાનજીને 500 ગ્રામ સોનાનો હાર ધરાવાયો છે અને દાદા સમક્ષ પાંચ કિલો સોનું ધરવામાં આવ્યું છે. 8 ફલોરવાળું યાત્રિક ભવન બનીને તૈયાર આ 8 ફ્લોરવાળા ગેસ્ટ હાઉસનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડતાલ ગાદીના આચાર્ય મહારાજ 1008 રાકેશપ્રસાદજી તથા સંતોના હસ્તે 31 ઓક્ટોબર 2024ના રોજ થશે. મહત્ત્વનું છે કે, શ્રીહરિપ્રકાશદાસજી સ્વામી સંકલ્પથી તથા કોઠારીસ્વામી વિવેકસાગરદાસજી-અથાણાવાળાના માર્ગદર્શનથી અને વડતાલ ટેમ્પલ બોર્ડના સહકારથી આ રાજમહેલ જેવું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું નિર્માણ કરાયું છે.સાળંગપુરમાં દિવસે અને દિવસે દાદા ના દર્શન લાખો ભક્તો ઊમટી રહ્યા છે. આ દાદાના ભક્તોને કોઈ તકલીફ ન પડે એ માટે મંદિરના સંતો દ્વારા સેવન સ્ટાર હોટેલને ટક્કર આપે એવું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવ્યું છે. રાજમહેલ જેવું બિલ્ડીંગ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક અંતરે અને નવાં ભોજનાલયની એકદમ પાછળ બનાવાયું છે. અહીં 20 વિઘા જમીનમાં ઊભા કરાયેલા યાત્રિક ભવનની ભવ્યતા આખો આંજી દે એવી છે. જેના બિલ્ડીંગનું 9, 00, 000 સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊભું કરાયું છે.રાજમહેલ જેવા દેખાતા આ બિલ્ડીંગનું એલીવેશન ઇન્ડિયન રોમન સ્ટાઈલનું છે. આ બિ્ડિંગની ડિઝાઇન ચારથી પાંચવાર બનાવવામાં આવી હતી. એ પછી અત્યારની ડિઝાઇન સંતોએ ફાઈનલ કરી હતી.

Sarangpur હનુમાનજી દાદાને 10થી વધુ દેશોની ચલણી નોટોમાંથી બનેલા વાઘા અર્પણ કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીનું પાવન પર્વ શરૂ થઈ ગયું છે. શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર આ પર્વ નિમિત્તે મધમઘી રહ્યું છે. ત્યારે શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીની પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દેશ-વિદેશની અલગ-અલગ ચલણી નોટોમાંથી બનાવેલા વાઘા અર્પણ કરાયા છે. આજે સવારે શણગાર આરતી શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીજી દ્વારા કરવામાં આવી હતી. જેનો લ્હાવો મોટી સંખ્યામાં ભક્તોએ લઈને ધન્યતા અનુભવી હતી.

દાદાને વિશેષ શણગાર

આજે દાદાને અર્પણ કરાયેલા વિશેષ વાઘા અંગે પૂજારી સ્વામી એ જણાવ્યું કે, દેશમાં દિવાળીનું પર્વ ઉજવાઈ રહ્યું છે. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પણ આ પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. આજે દાદાને અમેરિકા, કેન્યા, કેનેડા, તાન્ઝાનિયા, યુગાન્ડા અને હોંગકોંગ સહિત અલગ-અલગ દસ દેશોની ચલણી નોટોમાંથી બનાવેલા વિશેષ વાઘા અર્પણ કરાયા છે. આ વાઘા પ્યોર સિલ્કના કાપડમાંથી ચાર દિવસની મહેનતે તૈયાર થયાં છે. આ સિવાય હનુમાનજીને 500 ગ્રામ સોનાનો હાર ધરાવાયો છે અને દાદા સમક્ષ પાંચ કિલો સોનું ધરવામાં આવ્યું છે.


8 ફલોરવાળું યાત્રિક ભવન બનીને તૈયાર

આ 8 ફ્લોરવાળા ગેસ્ટ હાઉસનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડતાલ ગાદીના આચાર્ય મહારાજ 1008 રાકેશપ્રસાદજી તથા સંતોના હસ્તે 31 ઓક્ટોબર 2024ના રોજ થશે. મહત્ત્વનું છે કે, શ્રીહરિપ્રકાશદાસજી સ્વામી સંકલ્પથી તથા કોઠારીસ્વામી વિવેકસાગરદાસજી-અથાણાવાળાના માર્ગદર્શનથી અને વડતાલ ટેમ્પલ બોર્ડના સહકારથી આ રાજમહેલ જેવું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું નિર્માણ કરાયું છે.સાળંગપુરમાં દિવસે અને દિવસે દાદા ના દર્શન લાખો ભક્તો ઊમટી રહ્યા છે. આ દાદાના ભક્તોને કોઈ તકલીફ ન પડે એ માટે મંદિરના સંતો દ્વારા સેવન સ્ટાર હોટેલને ટક્કર આપે એવું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવ્યું છે.

રાજમહેલ જેવું બિલ્ડીંગ

ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક અંતરે અને નવાં ભોજનાલયની એકદમ પાછળ બનાવાયું છે. અહીં 20 વિઘા જમીનમાં ઊભા કરાયેલા યાત્રિક ભવનની ભવ્યતા આખો આંજી દે એવી છે. જેના બિલ્ડીંગનું 9, 00, 000 સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊભું કરાયું છે.રાજમહેલ જેવા દેખાતા આ બિલ્ડીંગનું એલીવેશન ઇન્ડિયન રોમન સ્ટાઈલનું છે. આ બિ્ડિંગની ડિઝાઇન ચારથી પાંચવાર બનાવવામાં આવી હતી. એ પછી અત્યારની ડિઝાઇન સંતોએ ફાઈનલ કરી હતી.