Surat: ડુપ્લિકેટ ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, પ્રાઇમ સ્ટોર્સના માલિકની ધરપકડ
સુરતમાં ફરી એકવાર ડુપ્લિકેટ ઘી વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. પાલિકાની આરોગ્ય વિભાગની ટીમે અડાજણ બાદ વરાછા વિસ્તારમાં પણ દરોડા પાડ્યાં હતાં. જેમાં સુમુલ ડેરીના ડબ્બામાં ડુપ્લિકેટ ઘીનું વેચાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ મળતા રેડ કરી હતી. હાલ ઘીના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યાં છે. મળતી માહિતી મુજબ, સુરતમાં ડુપ્લિકેટ ઘીના કાળા કારોબાર મુદ્દે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતમાં આવેલા વરાછામાં સુમુલ ઘીની આડમાં બનાવટી ઘીનું વેચાણ કરતા કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે LH રોડ પર પ્રાઇમ સ્ટોર્સના માલિક દિનેશ માંગરોળાની ધરપકડ કરી છે. સુમુલ ઘીની આડમાં બનાવટી ઘીનું વેચાણ કરતા કાલીદાસનગરમાં પ્રાઈમ સ્ટોર્સની બે દુકાન પર દરોડા પાડવામાં આવી હતી. દરોડા દરમિયાન નકલી ઘી આપનાર નિલેશને વોન્ટેડ જાહેર કર્યો છે. વરાછા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.અગાઉ પણ અડાજણ અને વરાછામાં પણ સુમુલનું ડુપ્લીકેટ ઘી વેચાતું હોવાની ફરિયાદ ઉઠી હતી. કિલોના ડબ્બામાં ડુપ્લિકેટ ઘી ભરી દુકાનોમાં વેચવામાં આવતું હતું. પાલિકાના ફૂડ વિભાગે સુમુલ ડેરીના કર્મીઓને સાથે રાખી રેડ કરી હતી. વરાછાના અંકુર ચાર રસ્તા પાસેનું અને વરાછા રોડ પરના પ્રાઇમ સ્ટોરમાંથી ડુપ્લીકેટ ઘી ઝડપાયું હતું. વરાછામાં બન્ને પ્રાઇમ સ્ટોરમાંથી અંદાજીત 71 જેટલા ડુપ્લિકેટ ઘીના ડબ્બા ઝડપાયા હતા. અડાજણમાં પણ ભેળસેળવાળું ઘી હોવાથી તુરંત જ એસએમસીના ફૂડ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ભેળસેળીયું ઘી વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથએ ચેડા કરનાર દુકાનદાર હરિરામ સોદારામ ચૌધરીની ધરપકડ કરીછે હતી. ડુપ્લિકેટ ઘી સપ્લાય કરનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં ફરી એકવાર ડુપ્લિકેટ ઘી વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. પાલિકાની આરોગ્ય વિભાગની ટીમે અડાજણ બાદ વરાછા વિસ્તારમાં પણ દરોડા પાડ્યાં હતાં. જેમાં સુમુલ ડેરીના ડબ્બામાં ડુપ્લિકેટ ઘીનું વેચાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ મળતા રેડ કરી હતી. હાલ ઘીના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યાં છે.
મળતી માહિતી મુજબ, સુરતમાં ડુપ્લિકેટ ઘીના કાળા કારોબાર મુદ્દે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતમાં આવેલા વરાછામાં સુમુલ ઘીની આડમાં બનાવટી ઘીનું વેચાણ કરતા કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે LH રોડ પર પ્રાઇમ સ્ટોર્સના માલિક દિનેશ માંગરોળાની ધરપકડ કરી છે. સુમુલ ઘીની આડમાં બનાવટી ઘીનું વેચાણ કરતા કાલીદાસનગરમાં પ્રાઈમ સ્ટોર્સની બે દુકાન પર દરોડા પાડવામાં આવી હતી. દરોડા દરમિયાન નકલી ઘી આપનાર નિલેશને વોન્ટેડ જાહેર કર્યો છે. વરાછા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અગાઉ પણ અડાજણ અને વરાછામાં પણ સુમુલનું ડુપ્લીકેટ ઘી વેચાતું હોવાની ફરિયાદ ઉઠી હતી. કિલોના ડબ્બામાં ડુપ્લિકેટ ઘી ભરી દુકાનોમાં વેચવામાં આવતું હતું. પાલિકાના ફૂડ વિભાગે સુમુલ ડેરીના કર્મીઓને સાથે રાખી રેડ કરી હતી. વરાછાના અંકુર ચાર રસ્તા પાસેનું અને વરાછા રોડ પરના પ્રાઇમ સ્ટોરમાંથી ડુપ્લીકેટ ઘી ઝડપાયું હતું. વરાછામાં બન્ને પ્રાઇમ સ્ટોરમાંથી અંદાજીત 71 જેટલા ડુપ્લિકેટ ઘીના ડબ્બા ઝડપાયા હતા.
અડાજણમાં પણ ભેળસેળવાળું ઘી હોવાથી તુરંત જ એસએમસીના ફૂડ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ભેળસેળીયું ઘી વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથએ ચેડા કરનાર દુકાનદાર હરિરામ સોદારામ ચૌધરીની ધરપકડ કરીછે હતી. ડુપ્લિકેટ ઘી સપ્લાય કરનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.