Sabarmati-કલોલ અને સાબરમતી-ચાંદલોડિયા સેક્શન ઓટોમેટિક બ્લોક સિગ્નલિંગ સિસ્ટમથી સજ્જ
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ-પાલનપુર સેક્શનમાં સાબરમતી-કલોલ (20.57 કિમી) અને અમદાવાદ-વિરમગામ સેક્શનમાં સાબરમતી-ચાંદલોડિયા (7.65 કિમી) વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ બ્લોક સિસ્ટમ કુલ 28.22 કિમીની સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવી છે. આ સેક્શન હવે અદ્યતન 4-એસ્પેક્ટ ઓટોમેટિક બ્લોક સિગ્નલિંગ ટેકનોલોજીથી સજ્જ છે. સાબરમતી-કલોલ સેક્શન એક ઉચ્ચ ઘનતાનો માર્ગ છે અમદાવાદ-પાલનપુર રેલખંડમાં સ્થિત સાબરમતી-કલોલ સેક્શન એક ઉચ્ચ ઘનતાનો માર્ગ છે જે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને જોડતો એક મુખ્ય રેલ માર્ગ પણ છે તથા સાબરમતી-ચાંદલોડિયા સેક્સન જે અમદાવાદ-વિરમગામ રેલ ખંડનો ભાગ છે જે કચ્છ જિલ્લાની સાથે સાથે ગાંધીધામના નજીકના આર્થિક ક્ષેત્રો (SEZ) સહિત આ આ ક્ષેત્રના ઘણા ઔદ્યોગિક ક્ષેત્રોને કનેક્ટિવિટી પૂરી પાડે છે. ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ અથવા સ્વચાલિત બ્લોક સિગ્નલિંગ સિસ્ટમ ટ્રેનોને સુરક્ષિત ચલાવવા માટે વપરાતી એક સિસ્ટમ છે. આ સિસ્ટમમાં ટ્રેનો વચ્ચે દરેક કિલોમીટરે સિગ્નલ લગાવવામાં આવે છે. જેના કારણે ટ્રેનોના ઊંચા નેટવર્ક દરમિયાન પણ અકસ્માતની શક્યતા નહિવત રહે છે. પેસેન્જર અને માલ પરિવહનને ઘણો ફાયદો થશે આ કમિશનિંગ પરિવહન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં, શહેરી કેન્દ્રો અને મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો સાથે વધુ કાર્યક્ષમ અને વિશ્વસનીય કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવામાં, મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જેનો આર્થિક અને ક્ષેત્રીય વિકાસમાં યોગદાન હોય છે. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ભારતના રેલ નેટવર્કના આધુનિકીકરણ તરફનું એક મોટું પગલું છે અને તેનાથી પેસેન્જર અને માલ પરિવહનને ઘણો ફાયદો થશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ-પાલનપુર સેક્શનમાં સાબરમતી-કલોલ (20.57 કિમી) અને અમદાવાદ-વિરમગામ સેક્શનમાં સાબરમતી-ચાંદલોડિયા (7.65 કિમી) વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ બ્લોક સિસ્ટમ કુલ 28.22 કિમીની સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવી છે. આ સેક્શન હવે અદ્યતન 4-એસ્પેક્ટ ઓટોમેટિક બ્લોક સિગ્નલિંગ ટેકનોલોજીથી સજ્જ છે.
સાબરમતી-કલોલ સેક્શન એક ઉચ્ચ ઘનતાનો માર્ગ છે
અમદાવાદ-પાલનપુર રેલખંડમાં સ્થિત સાબરમતી-કલોલ સેક્શન એક ઉચ્ચ ઘનતાનો માર્ગ છે જે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને જોડતો એક મુખ્ય રેલ માર્ગ પણ છે તથા સાબરમતી-ચાંદલોડિયા સેક્સન જે અમદાવાદ-વિરમગામ રેલ ખંડનો ભાગ છે જે કચ્છ જિલ્લાની સાથે સાથે ગાંધીધામના નજીકના આર્થિક ક્ષેત્રો (SEZ) સહિત આ આ ક્ષેત્રના ઘણા ઔદ્યોગિક ક્ષેત્રોને કનેક્ટિવિટી પૂરી પાડે છે.
ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ અથવા સ્વચાલિત બ્લોક સિગ્નલિંગ સિસ્ટમ ટ્રેનોને સુરક્ષિત ચલાવવા માટે વપરાતી એક સિસ્ટમ છે. આ સિસ્ટમમાં ટ્રેનો વચ્ચે દરેક કિલોમીટરે સિગ્નલ લગાવવામાં આવે છે. જેના કારણે ટ્રેનોના ઊંચા નેટવર્ક દરમિયાન પણ અકસ્માતની શક્યતા નહિવત રહે છે.
પેસેન્જર અને માલ પરિવહનને ઘણો ફાયદો થશે
આ કમિશનિંગ પરિવહન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં, શહેરી કેન્દ્રો અને મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો સાથે વધુ કાર્યક્ષમ અને વિશ્વસનીય કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવામાં, મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જેનો આર્થિક અને ક્ષેત્રીય વિકાસમાં યોગદાન હોય છે. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ભારતના રેલ નેટવર્કના આધુનિકીકરણ તરફનું એક મોટું પગલું છે અને તેનાથી પેસેન્જર અને માલ પરિવહનને ઘણો ફાયદો થશે.