Junagadhના કેશોદના ખીરસરા ઘેડ ગામે 11 બાળકીઓને ફૂડ પોઈઝનિંગની અસર

જૂનાગઢના કેશોદના ખીરસરા ઘેડ ગામે 11 બાળકીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે,ધાર્મિક કાર્યક્રમના જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી,તો આરોગ્ય વિભાગની એક ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને બાળકીઓને સારવાર ચાલુ કરી દીધી છે,7 બાળકોને કેશોદ સરકારી હોસ્પિટલ તો 4 બાળકોને અન્ય સ્થળે સારવાર માટે ખસેડાયા છે,અન્ય બાળકોનું સ્ક્રીનિંગ કરી વધુ તપાસ હાથધરી છે.બાળકીઓને ઉલટી થવા લાગી ધાર્મિક પ્રસંગમાં ભોજન લીધા બાદ બાળકીઓને અચાનક ઉલટી થવા લાગી હતી જેના કારણે માતા-પિતા અને અન્ચ સ્વજનોએ તાત્કાલિક બાળકીઓને સારવાર માટે ખસેડી હતી.હાલમાં બાળકીઓની તબિયત સુધારા પર છે તો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ફૂડના નમૂના પણ લેવામાં આવશે,ત્યારે હાલમાં કોઈ વધારે તકલીફ બાળકીઓને દેખાઈ રહી નથી,પ્રાથમિક સારવાર આપ્યા બાદ તબિયત સારી છે અને ડોકટરોની ટીમ અલગ-અલગ રીપોર્ટ પણ કઢાવી રહી છે. ખોરાક ક્યારે બગડે છે? જ્યારે તાપમાન 32 થી 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપર હોય ત્યારે બેક્ટેરિયા વધવા લાગે છે. કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે 37 ડિગ્રીથી વધુ તાપમાન બેક્ટેરિયાને મારી શકે છે. ફૂડ પોઈઝનિંગના લક્ષણો ડોક્ટરના જણાવ્યા મુજબ, કોઈપણ વસ્તુ ખાધા પછી પેટમાં તીવ્ર દુખાવો, ઉલ્ટી, અપચો, માથાનો દુખાવો, અતિશય થાક, નબળાઈ અને તાવ જેવા કોઈપણ લક્ષણો ફૂડ પોઈઝનિંગના લક્ષણો હોઈ શકે છે. ફૂડ પોઈઝનિંગ કોઈપણ ઉંમરે થઈ શકે છે, પરંતુ આ સમસ્યાઓ બાળકોમાં વધુ જોવા મળે છે. ફૂડ પોઇઝનિંગ એક પ્રકારનો ચેપ ફૂડ પોઈઝનિંગ એક પ્રકારનો ચેપ છે જે બેક્ટેરિયા અને વાયરસ દ્વારા ફેલાય છે. જ્યારે બેક્ટેરિયા ધરાવતો ખોરાક ખાવામાં આવે છે, ત્યારે આ બેક્ટેરિયા આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને બહાર કાઢે છે. તે પાચનક્રિયાને બગાડે છે. મોટાભાગના ફૂડ પોઈઝનિંગ ગંદા પાણી પીવાથી, એક્સપાયર થયેલ પેકેજ્ડ ફૂડ, ખૂબ લાંબો સમય રાંધવામાં આવેલો ખોરાક ખાવાથી થતા હોય છે. જ્યારે તાપમાન 32 થી 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપર હોય ત્યારે બેક્ટેરિયા વધવા લાગે છે. ઉનાળામાં ફૂડ પોઇઝનિંગ સૌથી વધુ થાય છે ઉનાળાની ઋતુમાં ફૂડ પોઇઝનિંગના મામલા વધુ સામે આવતા હોય છે. ઉનાળાની ઋતુમાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે.ઉનાળાની ઋતુમાં હવા સાથે બેક્ટેરિયા પણ આવે છે અને તે પોતાની સાથે અનેક પ્રદૂષકો પણ લાવે છે. જેના કારણે ક્યારેક આપણી રોગપ્રતિકારક શક્તિ પણ બગડી જાય છે. ઉનાળામાં જો ખોરાક તરત જ ન ખાવામાં આવે તો તે ઝેરી પણ બની શકે છે અને બેક્ટેરિયા ખૂબ જ ઝડપથી વધે છે.

Junagadhના કેશોદના ખીરસરા ઘેડ ગામે 11 બાળકીઓને ફૂડ પોઈઝનિંગની અસર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢના કેશોદના ખીરસરા ઘેડ ગામે 11 બાળકીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે,ધાર્મિક કાર્યક્રમના જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી,તો આરોગ્ય વિભાગની એક ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને બાળકીઓને સારવાર ચાલુ કરી દીધી છે,7 બાળકોને કેશોદ સરકારી હોસ્પિટલ તો 4 બાળકોને અન્ય સ્થળે સારવાર માટે ખસેડાયા છે,અન્ય બાળકોનું સ્ક્રીનિંગ કરી વધુ તપાસ હાથધરી છે.

બાળકીઓને ઉલટી થવા લાગી

ધાર્મિક પ્રસંગમાં ભોજન લીધા બાદ બાળકીઓને અચાનક ઉલટી થવા લાગી હતી જેના કારણે માતા-પિતા અને અન્ચ સ્વજનોએ તાત્કાલિક બાળકીઓને સારવાર માટે ખસેડી હતી.હાલમાં બાળકીઓની તબિયત સુધારા પર છે તો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ફૂડના નમૂના પણ લેવામાં આવશે,ત્યારે હાલમાં કોઈ વધારે તકલીફ બાળકીઓને દેખાઈ રહી નથી,પ્રાથમિક સારવાર આપ્યા બાદ તબિયત સારી છે અને ડોકટરોની ટીમ અલગ-અલગ રીપોર્ટ પણ કઢાવી રહી છે.

ખોરાક ક્યારે બગડે છે?

જ્યારે તાપમાન 32 થી 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપર હોય ત્યારે બેક્ટેરિયા વધવા લાગે છે. કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે 37 ડિગ્રીથી વધુ તાપમાન બેક્ટેરિયાને મારી શકે છે.

ફૂડ પોઈઝનિંગના લક્ષણો

ડોક્ટરના જણાવ્યા મુજબ, કોઈપણ વસ્તુ ખાધા પછી પેટમાં તીવ્ર દુખાવો, ઉલ્ટી, અપચો, માથાનો દુખાવો, અતિશય થાક, નબળાઈ અને તાવ જેવા કોઈપણ લક્ષણો ફૂડ પોઈઝનિંગના લક્ષણો હોઈ શકે છે. ફૂડ પોઈઝનિંગ કોઈપણ ઉંમરે થઈ શકે છે, પરંતુ આ સમસ્યાઓ બાળકોમાં વધુ જોવા મળે છે.

ફૂડ પોઇઝનિંગ એક પ્રકારનો ચેપ

ફૂડ પોઈઝનિંગ એક પ્રકારનો ચેપ છે જે બેક્ટેરિયા અને વાયરસ દ્વારા ફેલાય છે. જ્યારે બેક્ટેરિયા ધરાવતો ખોરાક ખાવામાં આવે છે, ત્યારે આ બેક્ટેરિયા આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને બહાર કાઢે છે. તે પાચનક્રિયાને બગાડે છે. મોટાભાગના ફૂડ પોઈઝનિંગ ગંદા પાણી પીવાથી, એક્સપાયર થયેલ પેકેજ્ડ ફૂડ, ખૂબ લાંબો સમય રાંધવામાં આવેલો ખોરાક ખાવાથી થતા હોય છે. જ્યારે તાપમાન 32 થી 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપર હોય ત્યારે બેક્ટેરિયા વધવા લાગે છે.

ઉનાળામાં ફૂડ પોઇઝનિંગ સૌથી વધુ થાય છે

ઉનાળાની ઋતુમાં ફૂડ પોઇઝનિંગના મામલા વધુ સામે આવતા હોય છે. ઉનાળાની ઋતુમાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે.ઉનાળાની ઋતુમાં હવા સાથે બેક્ટેરિયા પણ આવે છે અને તે પોતાની સાથે અનેક પ્રદૂષકો પણ લાવે છે. જેના કારણે ક્યારેક આપણી રોગપ્રતિકારક શક્તિ પણ બગડી જાય છે. ઉનાળામાં જો ખોરાક તરત જ ન ખાવામાં આવે તો તે ઝેરી પણ બની શકે છે અને બેક્ટેરિયા ખૂબ જ ઝડપથી વધે છે.