Gujarat Weather : રાજયમાં બે દિવસ પડશે કડકડતી ઠંડી, નલિયા ઠંડુ શહેર
રાજયભરમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે,ત્યારે રાત્રે લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો પણ જોવા મળ્યો છે,હવામાન વિભાગના આંકડા પ્રમાણે વાત કરવામાં આવે તો નલિયા 10.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે,ગાંધીનગરમાં 11 ડિગ્રી, મહેસાણામાં 11.2 ડિગ્રી,ડીસા 11.2 ડિગ્રી,પાલનપુરમાં 11.3 ડિગ્રી,વડોદરામાં 11.6 અને અમદાવાદમાં 12 ડિગ્રી,પંચમહાલમાં 12.2, રાજકોટમાં 13.6 ડિગ્રી,સુરતમાં 15, અમરેલીમાં 15.1 ડિગ્રી,ભાવનગરમાં 15.1 ડિગ્રી, દ્વારકામાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે.ભારતમાં ઠંડીની જામી લહેર ભારતીય હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે. દેશના મોટા ભાગના ભાગોમાં શિયાળા દરમિયાન સામાન્ય તાપમાન કરતાં વધુ નોંધાય તેવી શક્યતા છે ઓછા શીત લહેર દિવસો: ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારતમાં ઓછા શીત લહેર દિવસો રહેશે. દક્ષિણ ભારતમાં ઠંડી વધી શકે છે. દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહી શકે છે.ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ચારેતરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે. હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડીનું મોજું વધ્યું છે. ડિસેમ્બરના આગમનની સાથે જ ઠંડીએ પણ પોતાના રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. પરંતું ડિસેમ્બરના આગામી દિવસો આના કરતા વધુ ભયાનક જશે તેવી આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે ઠંડીની નવી આગાહીને લઈને મોટું એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે શું કરી આગાહી ગુજરાતના 15 શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 19 ડિગ્રીને પાર જતાં ઠંડી પર બ્રેક વાગી હતી. બે દિવસથી સતત તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતાં જણાવ્યું કે, ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ સુકું રહેવાનું પૂર્વાનુમાન છે. ત્રણ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય અને ત્યાર બાદ તાપમાન બેથી ચાર ડિગ્રી ઘટવાનું પૂર્વાનુમાન છે. રાજ્યમાં ઠંડીનું આગમન થઈ ગયું છે : અંબાલાલ પટેલ ઠંડીનો ચમકારો વધતા રાજ્યભરમાં તાપમાનનો પારો નીચે ગગડ્યો છે. ત્યારે બાલાલ પટેલ આગાહી કરતા કહ્યું કે, ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધી ગુજરાતમાં શિત લહેરની કોઈ જ સંભાવના નથી. તેમ છતાં ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા તેમજ અરવલ્લીના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે જ્યારે 4 ડિસેમ્બર પછી ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતાઓ છે. તો કેટલાક ભાગોમાં 13 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજયભરમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે,ત્યારે રાત્રે લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો પણ જોવા મળ્યો છે,હવામાન વિભાગના આંકડા પ્રમાણે વાત કરવામાં આવે તો નલિયા 10.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે,ગાંધીનગરમાં 11 ડિગ્રી, મહેસાણામાં 11.2 ડિગ્રી,ડીસા 11.2 ડિગ્રી,પાલનપુરમાં 11.3 ડિગ્રી,વડોદરામાં 11.6 અને અમદાવાદમાં 12 ડિગ્રી,પંચમહાલમાં 12.2, રાજકોટમાં 13.6 ડિગ્રી,સુરતમાં 15, અમરેલીમાં 15.1 ડિગ્રી,ભાવનગરમાં 15.1 ડિગ્રી, દ્વારકામાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ભારતમાં ઠંડીની જામી લહેર
ભારતીય હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે. દેશના મોટા ભાગના ભાગોમાં શિયાળા દરમિયાન સામાન્ય તાપમાન કરતાં વધુ નોંધાય તેવી શક્યતા છે ઓછા શીત લહેર દિવસો: ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારતમાં ઓછા શીત લહેર દિવસો રહેશે. દક્ષિણ ભારતમાં ઠંડી વધી શકે છે. દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહી શકે છે.ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ચારેતરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે. હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડીનું મોજું વધ્યું છે. ડિસેમ્બરના આગમનની સાથે જ ઠંડીએ પણ પોતાના રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. પરંતું ડિસેમ્બરના આગામી દિવસો આના કરતા વધુ ભયાનક જશે તેવી આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે ઠંડીની નવી આગાહીને લઈને મોટું એલર્ટ આપ્યું છે.
હવામાન વિભાગે શું કરી આગાહી
ગુજરાતના 15 શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 19 ડિગ્રીને પાર જતાં ઠંડી પર બ્રેક વાગી હતી. બે દિવસથી સતત તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતાં જણાવ્યું કે, ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ સુકું રહેવાનું પૂર્વાનુમાન છે. ત્રણ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય અને ત્યાર બાદ તાપમાન બેથી ચાર ડિગ્રી ઘટવાનું પૂર્વાનુમાન છે.
રાજ્યમાં ઠંડીનું આગમન થઈ ગયું છે : અંબાલાલ પટેલ
ઠંડીનો ચમકારો વધતા રાજ્યભરમાં તાપમાનનો પારો નીચે ગગડ્યો છે. ત્યારે બાલાલ પટેલ આગાહી કરતા કહ્યું કે, ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધી ગુજરાતમાં શિત લહેરની કોઈ જ સંભાવના નથી. તેમ છતાં ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા તેમજ અરવલ્લીના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે જ્યારે 4 ડિસેમ્બર પછી ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતાઓ છે. તો કેટલાક ભાગોમાં 13 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.