Surat: 50થી વધુ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો..લાખોના મુદ્દામાલ સાથે રીઢો ચોર ઝડપાયો
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા હાથ લાગી છે. જેમાં 50થી વધુ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર રીઢા આરોપીની ધરપકડ કરવા સાથે તેની પાસેથી ચોરીનો 2.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે અઠવાલાયન્સ નવી કોર્ટ બિલ્ડીંગ ત્રણ રસ્તા પાસેથી આરોપી વિજય ઉર્ફે કદર હિમ્મતભાઈ મકવાણાને ઝડપી પાડ્યો હતો. આરોપી મૂળ અમરેલી જિલ્લાનો વતની છે અને ભાવનગરના શિહોર તાલુકામાં રહે છે. પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા ૧.૫૦ લાખ, સોનાનું બ્રેસલેટ, એક આઈફોન તથા ઘરફોડ ચોરીના સાધનો લોખંડનું પોપટપાનું, ગણેશીયો તથા પક્કડ વગેરે મળી કુલ 2,37,950 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલો આરોપી ખુબ જ રીઢો છે. તેણે રાજ્યના રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ખંભાત, સુરેન્દ્રનગર, આણંદ અને સુરત વગેરે જિલ્લાઓમાં આશરે 50થી વધુ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપ્યો છે. આરોપી ગુના આચરવા અન્ય કોઈ ઇસમને સાથે રાખતો નહતો અને પોતે એકલા હાથે જ ઘરફોડ ચોરીઓ કરતો હતો. આરોપી ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતો આવ્યો છે અને પકડાઈ જવાની ડરથી તે જિલ્લો છોડીને અન્ય જિલ્લામાં ગુનો આચરવા જતો રહેતો હતો વધુમાં આરોપીનો સગો ભાઈ અરવિંદ હિમ્મતભાઈ મકવાણા અગાઉ સુરત શહેરના પુણાગામમાં આવેલા મુદ્રા ફાયનાન્સની ઓફિસમાં 3 લાખની ઘરફોડ ચોરીના ગુનામાં પકડાઈ જતા છેલ્લા 6 મહિનાથી લાજપોર જેલમાં કેદ છે. આથી હાલનો આરોપી તેના ભાઈને મળવા છેલ્લા ત્રણ મહિનાથી સુરત શહેરમાં રહેતો આવેલ છે અને જુદી જુદી જગ્યાએ ઘરફોડ ચોરીઓના ગુનાને અંજામ આપ્યો છે. વધુમાં આરોપીએ છેલ્લા ત્રણ માસમાં સુરતના અઠવાલાઇન્સ, રાંદેર, પુણાગામ, અડાજણ અને અમરોલી વિસ્તારમાં આવેલા 18 થી વધુ દુકાનો, મેડિકલ સ્ટોર તથા કલીનીક વિગેરેને ટાર્ગેટ કરી ઘરફોડ ચોરીના ગુનાઓ આચરેલા છે. વધુમાં આરોપી સામે અગાઉ 33 જેટલા અલગ અલગ ગુનાઓમાં પોલીસના હાથે પકડાઈ ચુક્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા હાથ લાગી છે. જેમાં 50થી વધુ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર રીઢા આરોપીની ધરપકડ કરવા સાથે તેની પાસેથી ચોરીનો 2.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે અઠવાલાયન્સ નવી કોર્ટ બિલ્ડીંગ ત્રણ રસ્તા પાસેથી આરોપી વિજય ઉર્ફે કદર હિમ્મતભાઈ મકવાણાને ઝડપી પાડ્યો હતો. આરોપી મૂળ અમરેલી જિલ્લાનો વતની છે અને ભાવનગરના શિહોર તાલુકામાં રહે છે. પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા ૧.૫૦ લાખ, સોનાનું બ્રેસલેટ, એક આઈફોન તથા ઘરફોડ ચોરીના સાધનો લોખંડનું પોપટપાનું, ગણેશીયો તથા પક્કડ વગેરે મળી કુલ 2,37,950 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલો આરોપી ખુબ જ રીઢો છે. તેણે રાજ્યના રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ખંભાત, સુરેન્દ્રનગર, આણંદ અને સુરત વગેરે જિલ્લાઓમાં આશરે 50થી વધુ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપ્યો છે. આરોપી ગુના આચરવા અન્ય કોઈ ઇસમને સાથે રાખતો નહતો અને પોતે એકલા હાથે જ ઘરફોડ ચોરીઓ કરતો હતો. આરોપી ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતો આવ્યો છે અને પકડાઈ જવાની ડરથી તે જિલ્લો છોડીને અન્ય જિલ્લામાં ગુનો આચરવા જતો રહેતો હતો
વધુમાં આરોપીનો સગો ભાઈ અરવિંદ હિમ્મતભાઈ મકવાણા અગાઉ સુરત શહેરના પુણાગામમાં આવેલા મુદ્રા ફાયનાન્સની ઓફિસમાં 3 લાખની ઘરફોડ ચોરીના ગુનામાં પકડાઈ જતા છેલ્લા 6 મહિનાથી લાજપોર જેલમાં કેદ છે. આથી હાલનો આરોપી તેના ભાઈને મળવા છેલ્લા ત્રણ મહિનાથી સુરત શહેરમાં રહેતો આવેલ છે અને જુદી જુદી જગ્યાએ ઘરફોડ ચોરીઓના ગુનાને અંજામ આપ્યો છે.
વધુમાં આરોપીએ છેલ્લા ત્રણ માસમાં સુરતના અઠવાલાઇન્સ, રાંદેર, પુણાગામ, અડાજણ અને અમરોલી વિસ્તારમાં આવેલા 18 થી વધુ દુકાનો, મેડિકલ સ્ટોર તથા કલીનીક વિગેરેને ટાર્ગેટ કરી ઘરફોડ ચોરીના ગુનાઓ આચરેલા છે. વધુમાં આરોપી સામે અગાઉ 33 જેટલા અલગ અલગ ગુનાઓમાં પોલીસના હાથે પકડાઈ ચુક્યો છે.