Diwali 2024ના પાવન પર્વે કરોડોના ઈનામો જીતવાની લોભામણી ફેક લીંકથી સાવધાન !
દિવાળીનો પર્વ શરૂ થઈ ગયો છે ત્યારે તમે પણ ઓનલાઈન કે ઓફલાઈન ખરીદી કે ઓનલાઇન નાણાકીય વ્યવહારો ચોક્કસપણે કરતા હશો અભિનંદન તમે જીત્યા છો પૂરા બે કરોડ રૂપિયાનું ઈનામ આપના કોન્ટેક્ટ નંબર આજે જ આ નંબર પર મેસેજ કરી તમારૂં ઈનામ કન્ફર્મ કરો આ લીંક તમારા સોશિયલ મીડિયાના 5 ગ્રુપોમાં ફોર્વડ કરી આકર્ષણ કોન્ટેસ્ટમાં સીધો ભાગ લઈ કરોડોના ઈનામ જીતવાની તક મેળવો,કેટલીક વખત તો આપણને જાણ હોય છે કે એ લીંક 5 ગ્રુપમાં શેર કરવાથી કંઈ જ પ્રાપ્ત નથી થવાનું.છતાં પણ અખતરો કરવા માટે આપણે જાણતા કે અજાણતા ફેકલીંકને આગળ ફોર્વડ કરતા હોઈએ છીએ તે અટકાવવાની જવાબદારી આપણી છે.ના બનો ફ્રોડનો શિકાર ફોન તો સ્માર્ટ બની ગયા પણ હવે આપણે સ્માર્ટ બનીને સાયબર ક્રાઈમથી બચવાની જરૂર છે. અત્યારના સમયમાં ઓનલાઈન ફૂડ ઓર્ડરથી માંડી અનેક વખત આપણે વિવિધ વસ્તુઓ કે સેવાઓ ઈન્ટરનેટ દ્વારા મેળવીએ છીએ. ઓનલાઈન ખરીદીનું પ્રમાણમાં ખૂબ વધી રહ્યું છે, ત્યારે ઓનલાઈન ફ્રોડ કે છેતરપિંડીના બનાવો પણ વધે છે. આવા સમયે વિચાર કર્યાં વગર કોઈ અજાણી લીંક પર ક્લિક કરવું ભારે પડી શકે છે. આ પ્રકારની લીંક પર ક્લિક કરવાથી તમે ફ્રોડનો શિકાર બની શકો છો. ઓનલાઈન ફ્રોડથી કઈ રીતે બચી શકાય 1-સૌ પ્રથમ તમામ વપરાશકારોએ સતર્ક રહેવાની જરૂર છે. અમુક એવી ભૂલ છે જેનાથી બચવું જોઈએ, જેમ કે જો કોઈ પણ અજાણ્યા વ્યક્તિ તમને ઈમેઈલ, કોલ કે મેસેજ દ્વારા લોટરી જીતવાની લાલચ આપીને કોઈ લીંક પર ક્લિક કરવા કહે તો ભૂલથી પણ કોઈ અજાણી લીંક પર ક્લિક ન કરો. 2-જો તમને 'ઓછી કિંમતે ખરીદી કરો', 'મોટા ડિસ્કાઉન્ટ પર ખરીદી કરો' જેવા મેસેજ આવે કે પછી મેસેજમાં લાલચ આપવાની વાત સાથે કોઈ લીંક હોય તો તેના પર ક્લિક કરવાથી બચવું જોઈએ. 3-સોશિયલ મીડિયા લાલચભર્યો મેસેજ આવે કે પછી તમારું જાણીતું તમને આવો મેસેજ ફોરવર્ડ કરે તો તે લીંકથી પણ બચીને રહેવું જોઈએ, અને તેમને પણ જાગૃત કરવા જોઈએ, જેથી તે ફેક મેસેજ આગળ શેર થતો રોકી શકાય. 4-તમારા સ્માર્ટફોન પર કોઈપણ અજાણી લીંક આવે તો પહેલા તેની ખાતરી કરો અને પછી જ ફોરવર્ડ કરવાનું રાખો, નહીં તો તમે અને તમે જેણે લીંક મોકલી છે તે પણ છેતરપિંડીનો ભોગ બની શકે છે. 5-ઘણીવાર ફ્રોડ કરનારાઓ સ્પેલિંગની ભૂલવાળી એટલે કે કોઈ કંપની, સંસ્થાના નામથી ભળતા નામ ધરાવતી લીંક તમને મોકલે છે અને વપરાશકારો પણ આવા ભળતા નામોથી અવઢવમાં મુકાઈ જતા હોય છે અને લીંક પર ક્લિક કરી દે છે, જેના કારણે તમામ વિગતો ફ્રોડ કરનારાઓ પાસે પહોંચી જાય છે, તેથી આવી લીંક પર પણ જોયા-જાણ્યા વગર તુરંત ક્લિક કરવી નહીં. 6-ઈન્ટરનેટ વપરાશકારોએ Shorten URLથી જરૂર બચીને રહેવું જોઈએ, કારણ કે આવા URLમાં કોઈપણ પ્રકારની વસ્તુ, સંસ્થા કે કંપનીનું નામ હોતું નથી. 7-શોપિંગ પોર્ટલના ઓળખપત્રો વિશે માહિતી મેળવ્યા પછી જ ખરીદી કરવી. 8-અજાણી ઇ-કોમર્સ સાઇટ્સ પર ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને નાણાંની ચુકવણી કરતા પૂર્વે પૂરતી ચકાસણી કરવી. 9-ઓનલાઈન ફ્રોડ થયાનું તમને માલુમ પડે તો તુરંત જ તમારૂં બેન્ક અકાઉન્ટ ફ્રીઝ કરાવી દેવું જોઈએ. આ માટે જે-તે બેન્કના કસ્ટમર કેરનો સંપર્ક સાધી તમારા કાર્ડ્સ બ્લોક કરાવવા જોઈએ, જેથી વધુ નુકસાન ન થઈ શકે. 10-જો તમને એવું લાગે કે તમે સાયબર ક્રાઈમનો ભોગ બન્યા છો તો સાયબર સેલ બ્રાન્ચનો તુરંત સંપર્ક કરી તેમની સલાહ લેવી જોઈએ. લોકો ફરિયાદ સમયસર કરે તે અતિ મહત્વનું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દિવાળીનો પર્વ શરૂ થઈ ગયો છે ત્યારે તમે પણ ઓનલાઈન કે ઓફલાઈન ખરીદી કે ઓનલાઇન નાણાકીય વ્યવહારો ચોક્કસપણે કરતા હશો અભિનંદન તમે જીત્યા છો પૂરા બે કરોડ રૂપિયાનું ઈનામ આપના કોન્ટેક્ટ નંબર આજે જ આ નંબર પર મેસેજ કરી તમારૂં ઈનામ કન્ફર્મ કરો આ લીંક તમારા સોશિયલ મીડિયાના 5 ગ્રુપોમાં ફોર્વડ કરી આકર્ષણ કોન્ટેસ્ટમાં સીધો ભાગ લઈ કરોડોના ઈનામ જીતવાની તક મેળવો,કેટલીક વખત તો આપણને જાણ હોય છે કે એ લીંક 5 ગ્રુપમાં શેર કરવાથી કંઈ જ પ્રાપ્ત નથી થવાનું.છતાં પણ અખતરો કરવા માટે આપણે જાણતા કે અજાણતા ફેકલીંકને આગળ ફોર્વડ કરતા હોઈએ છીએ તે અટકાવવાની જવાબદારી આપણી છે.
ના બનો ફ્રોડનો શિકાર
ફોન તો સ્માર્ટ બની ગયા પણ હવે આપણે સ્માર્ટ બનીને સાયબર ક્રાઈમથી બચવાની જરૂર છે. અત્યારના સમયમાં ઓનલાઈન ફૂડ ઓર્ડરથી માંડી અનેક વખત આપણે વિવિધ વસ્તુઓ કે સેવાઓ ઈન્ટરનેટ દ્વારા મેળવીએ છીએ. ઓનલાઈન ખરીદીનું પ્રમાણમાં ખૂબ વધી રહ્યું છે, ત્યારે ઓનલાઈન ફ્રોડ કે છેતરપિંડીના બનાવો પણ વધે છે. આવા સમયે વિચાર કર્યાં વગર કોઈ અજાણી લીંક પર ક્લિક કરવું ભારે પડી શકે છે. આ પ્રકારની લીંક પર ક્લિક કરવાથી તમે ફ્રોડનો શિકાર બની શકો છો.
ઓનલાઈન ફ્રોડથી કઈ રીતે બચી શકાય
1-સૌ પ્રથમ તમામ વપરાશકારોએ સતર્ક રહેવાની જરૂર છે. અમુક એવી ભૂલ છે જેનાથી બચવું જોઈએ, જેમ કે જો કોઈ પણ અજાણ્યા વ્યક્તિ તમને ઈમેઈલ, કોલ કે મેસેજ દ્વારા લોટરી જીતવાની લાલચ આપીને કોઈ લીંક પર ક્લિક કરવા કહે તો ભૂલથી પણ કોઈ અજાણી લીંક પર ક્લિક ન કરો.
2-જો તમને 'ઓછી કિંમતે ખરીદી કરો', 'મોટા ડિસ્કાઉન્ટ પર ખરીદી કરો' જેવા મેસેજ આવે કે પછી મેસેજમાં લાલચ આપવાની વાત સાથે કોઈ લીંક હોય તો તેના પર ક્લિક કરવાથી બચવું જોઈએ.
3-સોશિયલ મીડિયા લાલચભર્યો મેસેજ આવે કે પછી તમારું જાણીતું તમને આવો મેસેજ ફોરવર્ડ કરે તો તે લીંકથી પણ બચીને રહેવું જોઈએ, અને તેમને પણ જાગૃત કરવા જોઈએ, જેથી તે ફેક મેસેજ આગળ શેર થતો રોકી શકાય.
4-તમારા સ્માર્ટફોન પર કોઈપણ અજાણી લીંક આવે તો પહેલા તેની ખાતરી કરો અને પછી જ ફોરવર્ડ કરવાનું રાખો, નહીં તો તમે અને તમે જેણે લીંક મોકલી છે તે પણ છેતરપિંડીનો ભોગ બની શકે છે.
5-ઘણીવાર ફ્રોડ કરનારાઓ સ્પેલિંગની ભૂલવાળી એટલે કે કોઈ કંપની, સંસ્થાના નામથી ભળતા નામ ધરાવતી લીંક તમને મોકલે છે અને વપરાશકારો પણ આવા ભળતા નામોથી અવઢવમાં મુકાઈ જતા હોય છે અને લીંક પર ક્લિક કરી દે છે, જેના કારણે તમામ વિગતો ફ્રોડ કરનારાઓ પાસે પહોંચી જાય છે, તેથી આવી લીંક પર પણ જોયા-જાણ્યા વગર તુરંત ક્લિક કરવી નહીં.
6-ઈન્ટરનેટ વપરાશકારોએ Shorten URLથી જરૂર બચીને રહેવું જોઈએ, કારણ કે આવા URLમાં કોઈપણ પ્રકારની વસ્તુ, સંસ્થા કે કંપનીનું નામ હોતું નથી.
7-શોપિંગ પોર્ટલના ઓળખપત્રો વિશે માહિતી મેળવ્યા પછી જ ખરીદી કરવી.
8-અજાણી ઇ-કોમર્સ સાઇટ્સ પર ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને નાણાંની ચુકવણી કરતા પૂર્વે પૂરતી ચકાસણી કરવી.
9-ઓનલાઈન ફ્રોડ થયાનું તમને માલુમ પડે તો તુરંત જ તમારૂં બેન્ક અકાઉન્ટ ફ્રીઝ કરાવી દેવું જોઈએ. આ માટે જે-તે બેન્કના કસ્ટમર કેરનો સંપર્ક સાધી તમારા કાર્ડ્સ બ્લોક કરાવવા જોઈએ, જેથી વધુ નુકસાન ન થઈ શકે.
10-જો તમને એવું લાગે કે તમે સાયબર ક્રાઈમનો ભોગ બન્યા છો તો સાયબર સેલ બ્રાન્ચનો તુરંત સંપર્ક કરી તેમની સલાહ લેવી જોઈએ. લોકો ફરિયાદ સમયસર કરે તે અતિ મહત્વનું છે.