યાત્રીગણ ધ્યાન દે! અમદાવાદ, સાબરમતી-અસારવા રેલવે પ્લેટફોર્મ ટિકિટ 6 નવેમ્બર સુધી બંધ
આગામી તહેવાર દિવાળી પર્વને લઇ પશ્ચિમ રેલવે અમદાવાદ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદ, સાબરમતી અને અસારવા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર મુસાફરોની ભારે ભીડને ઘટાડવા માટે પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ 06 નવેમ્બર 2024 સુધી તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યું છે.દિવાળી તહેવાર દરમિયાન પ્રવાસીઓ પોતાના વતન માટે જતા હોય છે. તેવામાં તમામ રેલવે સ્ટેશનોમાં ભારે ભીડ હોવાથી વ્યવસ્થાના ભાગરૂપે, અમદાવાદ ડિવિઝનના અમદાવાદ, અસારવા અને સાબરમતી સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર તાત્કાલિક અસરથી કામચલાઉ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ પ્લેટફોર્મ પર ભીડને નિયંત્રિત કરવાનો અને સ્ટેશન પરિસરમાં મુસાફરોની સરળ અવરજવર સુનિશ્ચિત કરવાનો છે.દિવાળીના તહેવાર અને છઠ પૂજા દરમિયાન પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી 6 નવેમ્બર 2024 સુધી અમલમાં રહેશે. મુસાફરીને સરળ બનાવવા માટે, વરિષ્ઠ નાગરિકો અને તબીબી જરૂરિયાતો ધરાવતા લોકોને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે. આમ, પરપ્રાંતી મુસાફરો દિવાળી ટાણે વનતે જવા આયોજન કરે છે તો તહેવાર દરમિયાન સરળ અને સલામત મુસાફરી અનુભવ માટે નવા નિયમોનું પાલન કરવા સૂચના આપવાામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આગામી તહેવાર દિવાળી પર્વને લઇ પશ્ચિમ રેલવે અમદાવાદ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદ, સાબરમતી અને અસારવા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર મુસાફરોની ભારે ભીડને ઘટાડવા માટે પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ 06 નવેમ્બર 2024 સુધી તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યું છે.
દિવાળી તહેવાર દરમિયાન પ્રવાસીઓ પોતાના વતન માટે જતા હોય છે. તેવામાં તમામ રેલવે સ્ટેશનોમાં ભારે ભીડ હોવાથી વ્યવસ્થાના ભાગરૂપે, અમદાવાદ ડિવિઝનના અમદાવાદ, અસારવા અને સાબરમતી સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર તાત્કાલિક અસરથી કામચલાઉ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ પ્લેટફોર્મ પર ભીડને નિયંત્રિત કરવાનો અને સ્ટેશન પરિસરમાં મુસાફરોની સરળ અવરજવર સુનિશ્ચિત કરવાનો છે.
દિવાળીના તહેવાર અને છઠ પૂજા દરમિયાન પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી 6 નવેમ્બર 2024 સુધી અમલમાં રહેશે. મુસાફરીને સરળ બનાવવા માટે, વરિષ્ઠ નાગરિકો અને તબીબી જરૂરિયાતો ધરાવતા લોકોને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે. આમ, પરપ્રાંતી મુસાફરો દિવાળી ટાણે વનતે જવા આયોજન કરે છે તો તહેવાર દરમિયાન સરળ અને સલામત મુસાફરી અનુભવ માટે નવા નિયમોનું પાલન કરવા સૂચના આપવાામાં આવી છે.