Modhera સૂર્યમંદિર ખાતે ઉજવાઇ રહેલા દ્વિ-દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનું સમાપન થયું
વિશ્વ પ્રસિદ્ધ મહેસાણાનું મોઢેરા સૂર્યમંદિર માત્ર શિલ્પ-સ્થાપત્ય જ નહીં, પરંતુ સાંસ્કૃતિક વારસાને પ્રસ્તુત કરતું મહત્વપૂર્ણ સ્થાન છે. તેથી જ અહીં ઉતરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તો ચાલો, માણીએ આપણા સાંસ્કૃતિક વારસાને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતા આ મહોત્સવને. નયન રમ્ય નજારો સર્જાયો મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉજવાઇ રહેલા દ્વિ-દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનું સમાપન થયું. ઉત્તરાર્ધ ઉત્સવે શાસ્ત્રીય નૃત્યની ગુરુ-શિષ્ય પરંપરાને જીવંત રાખવા માટેનું શ્રેષ્ઠ મંચ પુરુ પાડ્યું છે. આ મહોત્સવમાં દેશના વિવિધ રાજ્યના કલાકારો દ્વારા કથ્થક, ભરતનાટ્યમ, કુચીપુડી, ઓડીસી જેવા નૃત્યો પ્રદર્શિત કરવાની અમૂલ્ય તક પૂરી પાડે છે.ઉત્તરાર્ધ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ રાજ્યોના સાંસ્કૃતિક અને પરંપરાગત વારસાને લોકપ્રિય બનાવવાનો અને તેને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે.મોઢેરાના સૂર્યમંદિરના પ્રાંગણમાં ઘૂંઘરુંના નાદ અને નર્તનથી નયન રમ્ય નજારો સર્જાયો હતો. સાંસ્કૃતિક વારસાનું જતન મોઢેરા સૂર્યમંદિરના શિલ્પ,સ્થાપત્યમાં કોતરાયેલી કવિતાઓને નૃત્યોના તાલ સાથે જીવંત કરવામાં આ મહોત્સવનો વિશેષ ફાળો છે. કલાકારો અને કલારસિકો માટે આ મહોત્સવનું અદકેરું મહત્વ છે.આ બે દિવસના મહોત્સવ થકી કલા અને સંસ્કૃતિને જન-જન સુધી પહોંચાડી ભારતના અમૂલ્ય સાંસ્કૃતિક વારસાનું જતન કરવામાં આવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વિશ્વ પ્રસિદ્ધ મહેસાણાનું મોઢેરા સૂર્યમંદિર માત્ર શિલ્પ-સ્થાપત્ય જ નહીં, પરંતુ સાંસ્કૃતિક વારસાને પ્રસ્તુત કરતું મહત્વપૂર્ણ સ્થાન છે. તેથી જ અહીં ઉતરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તો ચાલો, માણીએ આપણા સાંસ્કૃતિક વારસાને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતા આ મહોત્સવને.
નયન રમ્ય નજારો સર્જાયો
મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉજવાઇ રહેલા દ્વિ-દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનું સમાપન થયું. ઉત્તરાર્ધ ઉત્સવે શાસ્ત્રીય નૃત્યની ગુરુ-શિષ્ય પરંપરાને જીવંત રાખવા માટેનું શ્રેષ્ઠ મંચ પુરુ પાડ્યું છે. આ મહોત્સવમાં દેશના વિવિધ રાજ્યના કલાકારો દ્વારા કથ્થક, ભરતનાટ્યમ, કુચીપુડી, ઓડીસી જેવા નૃત્યો પ્રદર્શિત કરવાની અમૂલ્ય તક પૂરી પાડે છે.ઉત્તરાર્ધ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ રાજ્યોના સાંસ્કૃતિક અને પરંપરાગત વારસાને લોકપ્રિય બનાવવાનો અને તેને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે.મોઢેરાના સૂર્યમંદિરના પ્રાંગણમાં ઘૂંઘરુંના નાદ અને નર્તનથી નયન રમ્ય નજારો સર્જાયો હતો.
સાંસ્કૃતિક વારસાનું જતન
મોઢેરા સૂર્યમંદિરના શિલ્પ,સ્થાપત્યમાં કોતરાયેલી કવિતાઓને નૃત્યોના તાલ સાથે જીવંત કરવામાં આ મહોત્સવનો વિશેષ ફાળો છે. કલાકારો અને કલારસિકો માટે આ મહોત્સવનું અદકેરું મહત્વ છે.આ બે દિવસના મહોત્સવ થકી કલા અને સંસ્કૃતિને જન-જન સુધી પહોંચાડી ભારતના અમૂલ્ય સાંસ્કૃતિક વારસાનું જતન કરવામાં આવે છે.