Rajkot: સસ્તા અનાજના દુકાનદારોની હડતાલનો મુદ્દો, પ્રહલાદ મોદીએ દુકાનદારો સાથે યોજી બેઠક
સસ્તા અનાજના દુકાનદારોની હળતાલ મામલે ગુજરાત રાજ્ય ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ રાજકોટમાં દુકાનદારો સાથે બેઠક યોજી હતી. આજે સૌરાષ્ટ્રભરના દુકાનદારો સાથે સર્કિટ હાઉસમાં બેઠક યોજી હતી.સરકારે 20 હજાર કમિશન નક્કી કર્યું હતું: પ્રહલાદ મોદી જેમાં ગુજરાત રાજ્ય ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ કહ્યું કે સરકારને કારણે ગરીબ પરિવારોને તહેવાર સમયે જ અનાજનો જથ્થો મળી શક્યો નથી. અમારી સરકાર સાથેની બેઠકો નિષ્ફળ ગઈ છે, ત્યારે સોમવારે ફરી બેઠક કરવા બોલાવ્યા છે, પરંતુ મેં લેખિત પત્ર લખી બોલાવવા માંગણી કરી છે. તમને જણાવી દઈએ કે સરકારે 20 હજાર કમિશન નક્કી કર્યું છે અને અમારી માંગણી 30 હજાર રૂપિયાની હતી. પરિપત્ર બનાવ્યો ત્યારે અમારી શરતો મુજબ બન્યો નહીં ત્યારે જે સમયે સરકારે પરિપત્ર બનાવ્યો ત્યારે અમારી શરતો મુજબ બન્યો નહીં. સરકારની શરત ગુજરાતી કહેવત જેવી છે 'કૂવામાં હોઈ તો હવાળામા આવે' તેવી છે. સરકારે શરત 7માં 97 ટકા ફિંગર પ્રિન્ટની વાત કરી છે, જો 100 ટકા ફિંગર પ્રિન્ટ થયું હોય તો સરકાર લેખિતમાં પુરાવો આપે, કારણ કે કામ જ નથી થયું અને અમારી પાસે માંગણી કરી રહ્યા છે. જો બાયોમેટ્રિકનું કામ કર્યું હોય તો ગુજરાતમાં આ પરિસ્થિતિ જ ન થઈ હોય. રાજ્ય સરકારના કર્મીઓને મળી શકે છે સારા સમાચાર રાજ્ય સરકાર દ્વારા રચાયેલી સમિતિ સાથે કર્મચારી મંડળના આગેવાનોની બેઠક યોજવામાં આવી. જેમાં મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા તથા બચૂ ખાબડ તેમજ મુખ્ય સચિવ રાજ કુમાર પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. કર્મચારીઓના પડતર પ્રશ્નો 2005 પહેલાના કર્મીઓને જૂની પેન્શન યોજના, 7માં પગાર પંચના ભથ્થા સંદર્ભે પેંડિંગ પ્રશ્નનો ઉકેલ આવી શકે છે. આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં પણ ચર્ચા થઈ શકે છે. નરેન્દ્ર મોદીના CM to PM સુધી 23 વર્ષના સક્રીય રાજકારણના પૂરા થતા સમય પર સરકાર કોઈ જાહેરાત કરી શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સસ્તા અનાજના દુકાનદારોની હળતાલ મામલે ગુજરાત રાજ્ય ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ રાજકોટમાં દુકાનદારો સાથે બેઠક યોજી હતી. આજે સૌરાષ્ટ્રભરના દુકાનદારો સાથે સર્કિટ હાઉસમાં બેઠક યોજી હતી.
સરકારે 20 હજાર કમિશન નક્કી કર્યું હતું: પ્રહલાદ મોદી
જેમાં ગુજરાત રાજ્ય ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ કહ્યું કે સરકારને કારણે ગરીબ પરિવારોને તહેવાર સમયે જ અનાજનો જથ્થો મળી શક્યો નથી. અમારી સરકાર સાથેની બેઠકો નિષ્ફળ ગઈ છે, ત્યારે સોમવારે ફરી બેઠક કરવા બોલાવ્યા છે, પરંતુ મેં લેખિત પત્ર લખી બોલાવવા માંગણી કરી છે. તમને જણાવી દઈએ કે સરકારે 20 હજાર કમિશન નક્કી કર્યું છે અને અમારી માંગણી 30 હજાર રૂપિયાની હતી.
પરિપત્ર બનાવ્યો ત્યારે અમારી શરતો મુજબ બન્યો નહીં
ત્યારે જે સમયે સરકારે પરિપત્ર બનાવ્યો ત્યારે અમારી શરતો મુજબ બન્યો નહીં. સરકારની શરત ગુજરાતી કહેવત જેવી છે 'કૂવામાં હોઈ તો હવાળામા આવે' તેવી છે. સરકારે શરત 7માં 97 ટકા ફિંગર પ્રિન્ટની વાત કરી છે, જો 100 ટકા ફિંગર પ્રિન્ટ થયું હોય તો સરકાર લેખિતમાં પુરાવો આપે, કારણ કે કામ જ નથી થયું અને અમારી પાસે માંગણી કરી રહ્યા છે. જો બાયોમેટ્રિકનું કામ કર્યું હોય તો ગુજરાતમાં આ પરિસ્થિતિ જ ન થઈ હોય.
રાજ્ય સરકારના કર્મીઓને મળી શકે છે સારા સમાચાર
રાજ્ય સરકાર દ્વારા રચાયેલી સમિતિ સાથે કર્મચારી મંડળના આગેવાનોની બેઠક યોજવામાં આવી. જેમાં મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા તથા બચૂ ખાબડ તેમજ મુખ્ય સચિવ રાજ કુમાર પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. કર્મચારીઓના પડતર પ્રશ્નો 2005 પહેલાના કર્મીઓને જૂની પેન્શન યોજના, 7માં પગાર પંચના ભથ્થા સંદર્ભે પેંડિંગ પ્રશ્નનો ઉકેલ આવી શકે છે. આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં પણ ચર્ચા થઈ શકે છે. નરેન્દ્ર મોદીના CM to PM સુધી 23 વર્ષના સક્રીય રાજકારણના પૂરા થતા સમય પર સરકાર કોઈ જાહેરાત કરી શકે છે.