Bhavnagar: સ્ટેન્ડિંગ કમિટિની સૂચનાઓ અધિકારીઓ ગણકારતા નથી, જવાબદારી ફિક્સ કરાશે
ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વિકાસ કામોમાં પરામર્શ કર્યા બાદ જરૂરી સૂચના આપ્યા પછી પણ તંત્ર વાહકો સૂચનાને નહીં ગણકારતા આજે સ્ટેન્ડિંગ કમિટિમાં તંત્ર વાહકોને ઉધડો લેવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ હવે પછી પરામર્શમાં સૂચના આપ્યા બાદ ટેન્ડરમાં કોઈ ક્ષતિ રહે અથવા કોઈ ભૂલ હશે તો ખાતા અધિકારીની જવાબદારી ફિક્સ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 44 કાર્યોને બહાલી અપાઈ ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન રાજુભાઈ રાબડીયાના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી બે કાર્યો સહિત કુલ 44 કાર્યોની ચર્ચા વિચારણા કર્યા બાદ બહાલી આપવામાં આવી હતી. આ બેઠક દરમિયાન સીદસર હિલપાર્ક ચોકથી પ્રધાનમંત્રી આવાસ થઈ સીદસર બુધેલ હાઈવે સુધી રૂપિયા 4.17 કરોડના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે લાઈન નાખવા બાબતે અગાઉ સ્ટેન્ડિંગમાં પરામર્શ માટે ફાઈલ મૂકવામાં આવી હતી. પરામર્શ પછી સ્થળ તપાસ્યા વગર ફાઈલ મંજૂરીમાં મૂકી દીધી જે તે સમયે કુદરતી વહેણ બાબતે સ્થળ, સ્થિતિ અંગે તપાસ કર્યા બાદ આગળ વધવાની સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં ડ્રેનેજ વિભાગ દ્વારા સ્ટેન્ડિંગની સૂચનાને અવગણીને ટેન્ડર બહાર પડી ગયા બાદ ફાઈલ મંજૂરીમાં મૂકી દીધી હતી. સ્ટેન્ડિંગ કમિટીએ તંત્રને ઠપકો આપ્યો આ મામલે સ્ટેન્ડિંગ કમિટીએ તંત્રને ઉધડો લીધો હતો અને હવે પછી કોઈપણ કાર્યમાં પરામર્શ કર્યા બાદ જો કોઈ ક્ષતિ રહે અથવા તો ભૂલ હશે તો જે તે ખાતા અધિકારીની જવાબદારી નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત વેન્ડર લીસ્ટમાં સમાવેશ ન હોવા છતાં સીમેન્ટનો વપરાશ કરવામાં આવનાર હોવાનું ધ્યાન ઉપર આવતા વિભાગના ઠપકો આપ્યો હતો. વેન્ડર લીસ્ટની આઈટમોનો જ ઉપયોગ કરવા સૂચના આપી હતી. સેન્ટ્રલ સોલ્ટ દ્વારા રિસર્ચ માટે કુંભારવાડામાં હંગામી ધોરણે જમીનની કરી માગ આ સિવાય પણ સેન્ટ્રલ સોલ્ટ દ્વારા રિસર્ચ કરવા માટે કુંભારવાડા વિસ્તારમાં હંગામી ધોરણે જમીનની માગણી કરવામાં આવી છે. જ્યાં કેન્દ્ર સરકારને યોજના મુજબ દૂષિત પાણી પર રિસર્ચ કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીએ જમીન માટે મંજૂરી આપી હતી. રાજકોટ રોડ પર બે મહિનામાં સ્ટ્રીટ લાઈટનો કલર જતો રહ્યો ભાવનગર શહેરના રાજકોટ રોડ પર સ્ટ્રીટ લાઈટ બે મહિના પૂર્વે નાખવામાં આવી છે. ત્યાં જ પોલનો કલર જતો રહ્યો હોવાની રાવ સ્ટેન્ડિંગ સભ્યએ કરી હતી. જેના પગલે આવતીકાલે ઓડિટ વિભાગ દ્વારા સ્થળ તપાસ કરીને રિપોર્ટ આધારે આગળની કાર્યવાહી કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીએ ટકોર કરી હતી. નબળા કામ બાબતે રિપોર્ટ બાદ તેની કમિટી દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વિકાસ કામોમાં પરામર્શ કર્યા બાદ જરૂરી સૂચના આપ્યા પછી પણ તંત્ર વાહકો સૂચનાને નહીં ગણકારતા આજે સ્ટેન્ડિંગ કમિટિમાં તંત્ર વાહકોને ઉધડો લેવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ હવે પછી પરામર્શમાં સૂચના આપ્યા બાદ ટેન્ડરમાં કોઈ ક્ષતિ રહે અથવા કોઈ ભૂલ હશે તો ખાતા અધિકારીની જવાબદારી ફિક્સ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 44 કાર્યોને બહાલી અપાઈ
ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન રાજુભાઈ રાબડીયાના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી બે કાર્યો સહિત કુલ 44 કાર્યોની ચર્ચા વિચારણા કર્યા બાદ બહાલી આપવામાં આવી હતી. આ બેઠક દરમિયાન સીદસર હિલપાર્ક ચોકથી પ્રધાનમંત્રી આવાસ થઈ સીદસર બુધેલ હાઈવે સુધી રૂપિયા 4.17 કરોડના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે લાઈન નાખવા બાબતે અગાઉ સ્ટેન્ડિંગમાં પરામર્શ માટે ફાઈલ મૂકવામાં આવી હતી.
પરામર્શ પછી સ્થળ તપાસ્યા વગર ફાઈલ મંજૂરીમાં મૂકી દીધી
જે તે સમયે કુદરતી વહેણ બાબતે સ્થળ, સ્થિતિ અંગે તપાસ કર્યા બાદ આગળ વધવાની સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં ડ્રેનેજ વિભાગ દ્વારા સ્ટેન્ડિંગની સૂચનાને અવગણીને ટેન્ડર બહાર પડી ગયા બાદ ફાઈલ મંજૂરીમાં મૂકી દીધી હતી.
સ્ટેન્ડિંગ કમિટીએ તંત્રને ઠપકો આપ્યો
આ મામલે સ્ટેન્ડિંગ કમિટીએ તંત્રને ઉધડો લીધો હતો અને હવે પછી કોઈપણ કાર્યમાં પરામર્શ કર્યા બાદ જો કોઈ ક્ષતિ રહે અથવા તો ભૂલ હશે તો જે તે ખાતા અધિકારીની જવાબદારી નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત વેન્ડર લીસ્ટમાં સમાવેશ ન હોવા છતાં સીમેન્ટનો વપરાશ કરવામાં આવનાર હોવાનું ધ્યાન ઉપર આવતા વિભાગના ઠપકો આપ્યો હતો. વેન્ડર લીસ્ટની આઈટમોનો જ ઉપયોગ કરવા સૂચના આપી હતી.
સેન્ટ્રલ સોલ્ટ દ્વારા રિસર્ચ માટે કુંભારવાડામાં હંગામી ધોરણે જમીનની કરી માગ
આ સિવાય પણ સેન્ટ્રલ સોલ્ટ દ્વારા રિસર્ચ કરવા માટે કુંભારવાડા વિસ્તારમાં હંગામી ધોરણે જમીનની માગણી કરવામાં આવી છે. જ્યાં કેન્દ્ર સરકારને યોજના મુજબ દૂષિત પાણી પર રિસર્ચ કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીએ જમીન માટે મંજૂરી આપી હતી.
રાજકોટ રોડ પર બે મહિનામાં સ્ટ્રીટ લાઈટનો કલર જતો રહ્યો
ભાવનગર શહેરના રાજકોટ રોડ પર સ્ટ્રીટ લાઈટ બે મહિના પૂર્વે નાખવામાં આવી છે. ત્યાં જ પોલનો કલર જતો રહ્યો હોવાની રાવ સ્ટેન્ડિંગ સભ્યએ કરી હતી. જેના પગલે આવતીકાલે ઓડિટ વિભાગ દ્વારા સ્થળ તપાસ કરીને રિપોર્ટ આધારે આગળની કાર્યવાહી કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીએ ટકોર કરી હતી. નબળા કામ બાબતે રિપોર્ટ બાદ તેની કમિટી દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.