Surendranagar: ચોટીલામાં તલવાર- ધારિયું મારી યુવકની હત્યા
ચોટીલા તાલુકાના પીપરાળી ગામનો ત્રણ માસ પહેલા જ જેલમાંથી છુટેલો યુવક ટ્રેક્ટર લઈને જતા સમયે અગાઉના ફ્રિયાદી પરિવારે ધારિયા-તલવાર વડે હુમલો કરી યુવકનું ઢીમ ઢાળી દીધું હતું અને યુવકનો ભાઈ વચ્ચે છોડાવવા પડતા એને પણ ગંભીર ઈજા પહોચાડી હતી. આ બાબતે ચોટીલા પોલીસે મહિલા સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી ચારને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ચોટીલા તાલુકાના પીપરાળી ગામના વિપુલ વિનાભાઈ સાકરિયા ગામના જ ભાવાભાઈ બિજલભાઈ સાકરિયાની દીકરી મનીષાબેન સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાબતની શાંતુબેન બિજલભાઈ સાકરીયાએ યુવક સામે દુષ્કર્મની ફરિયાદ વર્ષ 2015 માં નોંધાવી હતી.જે કેસમાં યુવક જેલવાસ ભોગવી રહ્યો હતો અને હાલ જ ત્રણ માસ પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો.મૃતક યુવક ટ્રેક્ટર લઈને સવારે ગામની સ્કૂલ પાસેથી જઈ રહ્યો હતો ત્યારે દીકરીના પિતા ભાવાભાઈ બિજલભાઈ સાકરિયા સહિત પાચ લોકોએ યુવક ઉપર ધારિયા વડે હુમલો કર્યો હતો. આ બાબતની મૃતક યુવકના ભાઈ હરેશ વિનાભાઈ સાકરિયાને થતાની સાથે જ સ્થળ ઉપર પહોચતા એના ઉપર પણ હુમલો કરી ગંભીર ઈજા પહોચાડી હતી. ત્યારબાદ મૃતક યુવક વિપુલને શાંતુબેન, થોભણભાઈ મેરાભાઇ અને લાલા નારાયણભાઈએ પડકી રાખી સુરેશ ભાવાભાઈ સાકરિયાએ તલવાર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોચાડી હતી. ત્યારબાદ ગ્રામજનો અને પરિવારજનો વિપુલ અને ભાઈ હરેશભાઈ ચોટીલા રેફ્રલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હાજર ડોકટરે વિપુલ ને મૃત જાહેર કર્યો હતો અને ઈજાગ્રસ્ત યુવકની સારવાર શરૂ કરી મૃતકની પી.એમ.ની કાર્યવાહી કરી હતી. પોલીસ ગામડે અને હોસ્પિટલ પહોચી મૃતકના ભાઈએ આપેલી મહિલા સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી. ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી ગયો હતો. કામ ચાલુ હતું ત્યાં ભાઈને બોલાવ્યો હતો મૃતક યુવકના ભાઈનું શાળા પાસે દિવાલનું કામ ચાલુ હતું ત્યાં ટ્રેક્ટર લઈને વિપુલને બોલાવ્યો હતો પરંતુ વિપુલ ત્યાં પહોચે એ પહેલા જ અગાઉના મનદુઃખ મામલે ધારિયા અને તલવાર વડે હુમલો કર્યો હતો. પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ 1) ભાવાભાઈ બિજલભાઈ સાકરિયા (2) સુરેશભાઈ ભાવાભાઈ સાકરિયા (3) શાંતુબેન ભાવાભાઈ સાકરિયા (4) થોભણભાઈ મેરાભાઇ સાકરિયા રહે.તમામ પીપરાળી તા.ચોટીલા અને (5) લાલાભાઈ નારાયણભાઈ રહે.શિરવાણિયા તા.સાયલા ચારને ડિટેઇન કરી તજવીજ હાથ ધરી ચોટીલા પોલીસે હત્યાની ફરિયાદના આરોપીઓમાંથી પાંચમાંથી ચાર આરોપીને તાત્કાલિક ડીટેઇન કરી આગળની કાર્યવાહી અને પાચમાં આરોપીની શોધખોળ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ચોટીલા તાલુકાના પીપરાળી ગામનો ત્રણ માસ પહેલા જ જેલમાંથી છુટેલો યુવક ટ્રેક્ટર લઈને જતા સમયે અગાઉના ફ્રિયાદી પરિવારે ધારિયા-તલવાર વડે હુમલો કરી યુવકનું ઢીમ ઢાળી દીધું હતું અને યુવકનો ભાઈ વચ્ચે છોડાવવા પડતા એને પણ ગંભીર ઈજા પહોચાડી હતી. આ બાબતે ચોટીલા પોલીસે મહિલા સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી ચારને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ચોટીલા તાલુકાના પીપરાળી ગામના વિપુલ વિનાભાઈ સાકરિયા ગામના જ ભાવાભાઈ બિજલભાઈ સાકરિયાની દીકરી મનીષાબેન સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાબતની શાંતુબેન બિજલભાઈ સાકરીયાએ યુવક સામે દુષ્કર્મની ફરિયાદ વર્ષ 2015 માં નોંધાવી હતી.જે કેસમાં યુવક જેલવાસ ભોગવી રહ્યો હતો અને હાલ જ ત્રણ માસ પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો.મૃતક યુવક ટ્રેક્ટર લઈને સવારે ગામની સ્કૂલ પાસેથી જઈ રહ્યો હતો ત્યારે દીકરીના પિતા ભાવાભાઈ બિજલભાઈ સાકરિયા સહિત પાચ લોકોએ યુવક ઉપર ધારિયા વડે હુમલો કર્યો હતો. આ બાબતની મૃતક યુવકના ભાઈ હરેશ વિનાભાઈ સાકરિયાને થતાની સાથે જ સ્થળ ઉપર પહોચતા એના ઉપર પણ હુમલો કરી ગંભીર ઈજા પહોચાડી હતી. ત્યારબાદ મૃતક યુવક વિપુલને શાંતુબેન, થોભણભાઈ મેરાભાઇ અને લાલા નારાયણભાઈએ પડકી રાખી સુરેશ ભાવાભાઈ સાકરિયાએ તલવાર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોચાડી હતી. ત્યારબાદ ગ્રામજનો અને પરિવારજનો વિપુલ અને ભાઈ હરેશભાઈ ચોટીલા રેફ્રલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હાજર ડોકટરે વિપુલ ને મૃત જાહેર કર્યો હતો અને ઈજાગ્રસ્ત યુવકની સારવાર શરૂ કરી મૃતકની પી.એમ.ની કાર્યવાહી કરી હતી.
પોલીસ ગામડે અને હોસ્પિટલ પહોચી મૃતકના ભાઈએ આપેલી મહિલા સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી. ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી ગયો હતો.
કામ ચાલુ હતું ત્યાં ભાઈને બોલાવ્યો હતો
મૃતક યુવકના ભાઈનું શાળા પાસે દિવાલનું કામ ચાલુ હતું ત્યાં ટ્રેક્ટર લઈને વિપુલને બોલાવ્યો હતો પરંતુ વિપુલ ત્યાં પહોચે એ પહેલા જ અગાઉના મનદુઃખ મામલે ધારિયા અને તલવાર વડે હુમલો કર્યો હતો.
પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
1) ભાવાભાઈ બિજલભાઈ સાકરિયા (2) સુરેશભાઈ ભાવાભાઈ સાકરિયા (3) શાંતુબેન ભાવાભાઈ સાકરિયા (4) થોભણભાઈ મેરાભાઇ સાકરિયા રહે.તમામ પીપરાળી તા.ચોટીલા અને (5) લાલાભાઈ નારાયણભાઈ રહે.શિરવાણિયા તા.સાયલા
ચારને ડિટેઇન કરી તજવીજ હાથ ધરી
ચોટીલા પોલીસે હત્યાની ફરિયાદના આરોપીઓમાંથી પાંચમાંથી ચાર આરોપીને તાત્કાલિક ડીટેઇન કરી આગળની કાર્યવાહી અને પાચમાં આરોપીની શોધખોળ હાથ ધરી છે.